Live Updates

IPLમાં આજે KKR vs LSG:નાઈટ રાઈડર્સને સીઝનની પહેલી જીતની શોધ, કોલકાતામાં વરસાદની 90% શક્યતા

Sports4/9/2026, 12:54:00 AM
IPLમાં આજે KKR vs LSG:નાઈટ રાઈડર્સને સીઝનની પહેલી જીતની શોધ, કોલકાતામાં વરસાદની 90% શક્યતા
IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. આ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચનો ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. આજે કોલકાતામાં વરસાદની 90% સંભાવના છે. અહીં છેલ્લી મેચ પણ વરસાદના કારણે રદ થઈ હતી. KKRની આ સીઝનની આ ચોથી મેચ હશે. ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે, જ્યારે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બીજી તરફ, LSGને તેની છેલ્લી બે મેચમાં એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા સામે લખનઉએ 4 મેચ જીતી KKR અને LSG વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાય છે. જેમાં લખનઉએ 4 મેચ જીતી છે, જ્યારે કોલકાતાને 2માં જીત મળી છે. ગત સીઝનમાં બંને ટીમ એકવાર સામસામે આવી હતી, જેમાં લખનઉએ બાજી મારી હતી. કોલકાતામાં રમાયેલી 3 મેચમાં પણ લખનઉનું પલડું ભારે રહ્યું છે, તેને 2 જીત મળી છે, જ્યારે કોલકાતા માત્ર 1 મેચ જીતી શક્યું છે. અંગક્રિશ રઘુવંશીના નામે બે ફિફ્ટી આ સીઝનમાં કોલકાતાના ટૉપ પર્ફોર્મર્સમાં અંગક્રિશ રઘુવંશી અને બ્લેસિંગ મુઝરાબાની સામેલ છે. અંગક્રિશે 3 મેચમાં 110 રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે અને તેનો સ્ટ્રાઈક રેટ 169.23નો રહ્યો છે. બીજી તરફ, મુઝરબાનીએ 2 મેચમાં 4 વિકેટ લીધી છે, તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/41 રહ્યું છે, જોકે તેનો ઇકોનોમી રેટ 10.71નો રહ્યો છે. રિષભ પંત LSGનો ટૉપ સ્કોરર IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો ટૉપ પર્ફોર્મર્સમાં કેપ્ટન રિષભ પંત, એડન માર્કરમ, અબ્દુલ સમદ અને મિચેલ માર્શ સામેલ છે, જેમણે શાનદાર બેટિંગ કરી છે. બોલિંગમાં પ્રિન્સ યાદવ ટોચ પર છે. સીઝનની બંને મેચમાં 200+ સ્કોર બન્યા 9 એપ્રિલે ઈડન ગાર્ડન્સની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ રહેવાની અપેક્ષા છે. અહીંની સપાટી ફ્લેટ હોય છે, જેનાથી બોલ બેટ પર સારી રીતે આવે છે અને મોટા સ્કોર જોવા મળે છે. જોકે, શરૂઆતમાં નવા બોલથી ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે. મિડલ ઓવર્સમાં સ્પિનરોને પણ થોડો ટર્ન મળી શકે છે, ખાસ કરીને જો પીચ થોડી સૂકી હોય તો. પરંતુ એકંદરે આ એક હાઈ-સ્કોરિંગ ગ્રાઉન્ડ માનવામાં આવે છે. જો મેચ દરમિયાન વરસાદ પડે અથવા પીચમાં ભેજ રહે, તો પેસર્સને વધારાની સ્વિંગ અને સીમ મૂવમેન્ટ મળી શકે છે, જેનાથી શરૂઆતની ઓવરો વધુ મહત્વની બની જશે. અહીં આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં 200+ સ્કોર બન્યા છે. વરસાદનું વિઘ્ન નડી શકે કોલકાતામાં આજે રમાનારી મેચમાં વરસાદ વિઘ્ન પાડી શકે છે. અહીં અંદાજે 90% વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન તાપમાન આશરે 33 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, જ્યારે રાત્રે તે 26-28 ડિગ્રી સુધી ઘટી શકે છે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-12 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, બ્લેસિંગ મુઝરાબાની, કાર્તિક ત્યાગી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મોહમ્મદ શમી, મણિમરણ સિદ્ધાર્થ.
Read Original Article →