ફિલ સોલ્ટ આ અઠવાડિયે IPLમાં પરત ફરી શકે:RCBના ઓપનરને આંગળીમાં ઈજા થઈ હતી, સારવાર માટે ઇંગ્લેન્ડ ગયો હતો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઓપનર ફિલ સોલ્ટ આંગળીની ઈજા બાદ આ અઠવાડિયે ભારત પરત ફરી રહ્યો છે. 18 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. સોલ્ટના ડાબા હાથની આંગળીમાં ઈજા હતી. ત્યારબાદ તે સારવાર માટે પોતાના દેશ ઈંગ્લેન્ડ પરત ફર્યો હતો. સોલ્ટની જગ્યાએ બેથેલે ઓપનિંગ કરી સોલ્ટની ગેરહાજરીમાં જેકબ બેથેલે વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરી. જોકે, બેથેલનું પ્રદર્શન ખરાબ રહ્યું. તે 7 ઇનિંગ્સમાં માત્ર 96 રન બનાવી શક્યો છે, જેમાં 27 રન તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રહી છે. તેમ છતાં, બેથેલ 22 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે RCBની લીગની છેલ્લી મેચ રમી શકે છે. ઈજા પહેલા સોલ્ટ શાનદાર ફોર્મમાં હતો T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ સોલ્ટે IPLમાં ફોર્મમાં વાપસી કરી હતી. તેણે આ સીઝનમાં 6 ઇનિંગ્સમાં 168.33ના સ્ટ્રાઇક રેટથી 202 રન બનાવ્યા હતા. ગત સીઝનમાં ટીમની ટાઇટલ જીતમાં તેની મહત્વની ભૂમિકા હતી. તેણે 2025માં 175.98ના સ્ટ્રાઇક રેટથી 403 રન બનાવ્યા હતા. RCBએ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું RCBએ પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટીમે 17 મેના રોજ પંજાબ કિંગ્સને 23 રનથી હરાવીને ટૉપ-4માં સ્થાન બનાવ્યું. જો નેટ રન રેટમાં મોટો ઉલટફેર ન થયો, તો ટીમ 26 મેના રોજ ધર્મશાલામાં ક્વોલિફાયર-1 રમશે. નિયમિત કેપ્ટન રજત પાટીદાર હૈદરાબાદ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. તેને ગયા અઠવાડિયે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં હેલ્મેટ પર ઈજા થઈ હતી. ત્યારબાદ તેણે પછીની મેચ રમી નહોતી. તેની જગ્યાએ વિકેટકીપર બેટર જીતેશ શર્માએ કેપ્ટનશીપ કરી હતી.
Read Original Article →