RCB કોચ એન્ડી ફ્લાવર પર મેચ ફીનો 15% દંડ:અમ્પાયર સાથે ઊગ્ર બોલચાલ અને ગાળોનો ઉપયોગ કર્યો; મુંબઈ સામેની મેચની ઘટના
IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના હેડ કોચ એન્ડી ફ્લાવર પર BCCIએ કડક કાર્યવાહી કરી છે. મેચ દરમિયાન અમ્પાયર સાથે આક્રમક વર્તન અને અપશબ્દોના ઉપયોગ બદલ તેના પર મેચ ફીના 15% દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના રવિવાર, 10 મેના રોજ રાયપુરમાં RCB VS MI મેચ દરમિયાન બની હતી. 18મી ઓવરમાં એન્ડી ફ્લાવર ચોથા અમ્પાયર સાથે કોઈ નિર્ણયને લઈને ઉગ્ર દલીલ કરતા જોવા મળ્યો હતો. IPLની ગવર્નિંગ બોડીએ તેને અનુશાસનહીનતા ગણીને લેવલ-1નો ગુનો જાહેર કર્યો છે. અમ્પાયર સાથે ભીડાયો એન્ડી, માઇકમાં કેદ થયા અપશબ્દો રિપોર્ટ અનુસાર, મેચના રોમાંચક મોડ પર એન્ડી ફ્લાવર ડગઆઉટ પાસે હાજર ચોથા અમ્પાયર સાથે આક્રમક રીતે વાત કરવા લાગ્યા. IPL કોડ ઓફ કન્ડક્ટના અનુચ્છેદ 2.3 હેઠળ મેચ દરમિયાન ‘ઓડિબલ ઓબ્સેનિટી’નો ઉપયોગ પ્રતિબંધિત છે. એન્ડી ફ્લાવરના શબ્દો બ્રોડકાસ્ટિંગ માઇકમાં સંભળાયા, ત્યારબાદ મેચ રેફરી અમિત શર્માએ તેના પર પેનલ્ટી લગાવી. એન્ડી ફ્લાવરે ભૂલ સ્વીકારીને સજા માન્ય રાખી છે. શું કહે છે IPLનો આર્ટિકલ 2.3 IPL ના નિયમો અનુસાર, આર્ટિકલ 2.3 એવા ખેલાડીઓ કે અધિકારીઓને લાગુ પડે છે જેઓ મેચ દરમિયાન અભદ્ર કે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરે છે. એન્ડી ફ્લાવરે ભૂલ સ્વીકારી લીધી હોવાથી, આ મામલે ઔપચારિક સુનાવણીની જરૂર પડી ન હતી. IPL માં કોચ અને સપોર્ટ સ્ટાફ પર દંડ લાગવો દુર્લભ માનવામાં આવે છે, પરંતુ અમ્પાયરના સન્માનને લઈને બોર્ડ આ વખતે ગંભીર દેખાઈ રહ્યું છે. IPL 2026 માં શિસ્તને લઈને BCCIનું વલણ કડક રહ્યું છે. એન્ડી ફ્લાવર પહેલાં ઘણા કેપ્ટન અને ખેલાડીઓ પોતાની મેચ ફીનો મોટો હિસ્સો દંડમાં ગુમાવી ચૂક્યો છે.
Read Original Article →