પાકિસ્તાની ઓલરાઉન્ડર નવાઝ ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ જણાયો:PCB તપાસ શરૂ કરી; T20 વર્લ્ડકપ દરમિયાન લેવાયેલા સેમ્પલમાં નિષ્ફળ રહ્યો
પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યો છે. ESPNcricinfo અનુસાર, આ સેમ્પલ 2026 T20 વર્લ્ડકપ દરમિયાન લેવામાં આવ્યું હતું. આ મામલે ICCએ PCBને જાણ કરી છે અને બોર્ડે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. અંતિમ નિર્ણય આવવાનો બાકી- PCB PCBના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે, ICCએ આ મામલે જાણ કરી છે અને PCBએ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના પરિણામો આજે ICCને જણાવવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે અને અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી. 32 વર્ષીય નવાઝે આ વર્ષે શ્રીલંકામાં યોજાયેલા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની તમામ સાત મેચ રમી હતી. ટીમ સુપર-8 સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે 15 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. ICC ગુપ્ત રીતે તપાસ કરી રહ્યું છે નવાઝ વિરુદ્ધ આ મામલો ICCની એન્ટી-ડોપિંગ પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યો છે. પોઝિટિવ ટેસ્ટ રિક્રિએશનલ ડ્રગ (નશીલી દવાઓ) સાથે સંબંધિત છે. ICCએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી અને સમગ્ર પ્રક્રિયા ગુપ્ત રીતે ચાલી રહી છે. સરેએ ડીલ રદ કરી આ વિવાદની અસર નવાઝના કરિયર પર દેખાવા લાગી છે. નવાઝને ઇંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટ માટે સરે ટીમ સાથે જોડાવાનું હતું. PCBએ તેમને NOC પણ આપી દીધું હતું અને ક્લબ આ અઠવાડિયે તેના સાઇનિંગની જાહેરાત કરવાનું હતું. પરંતુ હવે આ ડીલ તૂટી ગઈ છે અને નવાઝ આ સઝનમાં સરે માટે નહીં રમે. ક્લબે આ મામલે કોઈ કમેન્ટ કરી નથી. પોઝિટિવ હોવા છતાં પણ PSL રમી રહ્યો છે નવાઝ તપાસ છતાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમતા જોવા મળી રહ્યો છે. તે મુલ્તાન સુલ્તાન્સ તરફથી સતત મેચ રમી રહ્યો છે. તાજેતરમાં કરાચીમાં રાવલપિંડી સામેની મેચમાં તેણે ત્રણ ઓવર ફેંકી, પરંતુ કોઈ વિકેટ લીધી નહીં. 98 T20 ઇન્ટરનેશનલ રમી ચૂક્યો છે નવાઝ અત્યાર સુધી પાકિસ્તાન માટે 98 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટીમના વ્હાઇટ-બોલ સેટઅપમાં તે નિયમિત ખેલાડી રહ્યો છે અને તેની લેફ્ટ આર્મ સ્પિન અને લોઅર ઓર્ડર બેટિંગ માટે જાણીતો છે. જો તપાસમાં એન્ટી-ડોપિંગ નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થાય છે, તો તેને સસ્પેન્શન અથવા અન્ય શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડી શકે છે.
Read Original Article →