રોહિતે પોતાની સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી:એક ટીમ સામે સૌથી વધુ રન બનાવ્યા, મુંબઈનો સૌથી મોટો રનચેઝ; રેકોર્ડ્સ
મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ કર્યો. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ પોતાની સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી. તે કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો. રોહિતના હવે કોલકાતા સામે 1161 રન થઈ ગયા છે. આ જીત સાથે મુંબઈએ 14 વર્ષ પછી IPLમાં પોતાની પ્રથમ મેચ જીતી લીધી. ટીમે 2012માં છેલ્લીવાર ટુર્નામેન્ટમાં આવું કર્યું હતું. ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. MI Vs KKR મેચના ટોપ રેકોર્ડ્સ… મુંબઈએ IPLમાં પોતાનો સૌથી મોટો રનચેઝ કર્યો મુંબઈ ઈન્ડિયન્સે IPL ઈતિહાસનો પોતાનો સૌથી મોટો રનચેઝ પૂરો કરતા 224 રનનો લક્ષ્ય પુરુ કર્યુ. આ પહેલા ટીમનો બીજો સૌથી મોટો ચેઝ 219 રનનો હતો, જે તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 2021માં કર્યો હતો. રોહિતે પોતાની સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી રોહિત શર્માએ માત્ર 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી. આ IPLમાં તેની સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા તેની સૌથી ઝડપી ફિફ્ટી 25 બોલમાં થઈ હતી, જે તેણે 2015ની ફાઇનલમાં ચેન્નઈ સામે ફટકારી હતી. રોહિતે 50મી વખત IPLમાં 50+ સ્કોર બનાવ્યો રોહિતે IPLમાં 50મી વખત 50+ સ્કોર બનાવ્યો. તેઓ આ યાદીમાં ચોથા સ્થાને છે, જ્યારે વિરાટ કોહલી 72 સ્કોર સાથે ટોપ પર છે. તેના પછી ડેવિડ વોર્નર (66) અને શિખર ધવન (53)નો નંબર આવે છે. રોહિત કોઈ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટર રોહિતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે IPLમાં સૌથી વધુ 1161 રન બનાવ્યા છે. તેઓ કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ યાદીમાં વિરાટ કોહલી પંજાબ કિંગ્સ (1159) અને ચેન્નઈ સુપર કિંગ્સ (1146) સામે રન બનાવીને બીજા અને ત્રીજા સ્થાને છે. રહાણેએ MI સામે છઠ્ઠી વખત 50+ સ્કોર બનાવ્યો અજિંક્ય રહાણેએ મુંબઈ ઈન્ડિયન્સ સામે છઠ્ઠી વખત 50+ સ્કોર બનાવ્યો. તેઓ આ યાદીમાં શિખર ધવન, ક્રિસ ગેલ, મનીષ પાંડે અને વિરાટ કોહલી સાથે ચોથા સ્થાને છે, જ્યારે કેએલ રાહુલ 9 ફિફ્ટી સાથે ટોપ પર છે. નરેન સૌથી વધુ IPL મેચ રમનાર વિદેશી ખેલાડી સુનીલ નારાયણ IPLમાં સૌથી વધુ 190 મેચ રમનાર વિદેશી ખેલાડી છે. તેમના પછી કિરોન પોલાર્ડ (189) બીજા સ્થાને છે, જ્યારે એબી ડિવિલિયર્સ અને ડેવિડ વોર્નર 184-184 મેચ સાથે ત્રીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ 300 IPL મેચ રમનાર પ્રથમ IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 300 IPL મેચ રમનાર પ્રથમ ટીમ બની ગઈ. ઇંગ્લિશ ટીમ સમરસેટ અને પાકિસ્તાને ટી-20માં સૌથી વધુ 303-303 મેચ રમી છે. --------------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… અનુકુલના ડાઈવિંગ કેચથી રોહિત આઉટ: રહાણેના ઈજાગ્રસ્ત થવા પર રિંકુએ કેપ્ટનશીપ કરી, રમનદીપે ડિપ્સ લગાવ્યા; મોમેન્ટ્સ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026ની શરૂઆત જીત સાથે કરી. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમમાં ઘણી ક્ષણો જોવા મળી. રોહિત શર્માને અનુકુલ રોયે શાનદાર ડાઈવિંગ કેચ કરીને આઉટ કર્યો. જ્યારે અજિંક્ય રહાણે ઈજાગ્રસ્ત થઈને બહાર થયો ત્યારે કેપ્ટનશીપની જવાબદારી રિંકુ સિંહે સંભાળી.
Read Original Article →