IPLની શરૂઆત પહેલાં જ CSKને મોટો ઝટકો:સ્નાયુઓમાં ખેંચાણથી ધોની 2 અઠવાડિયા સુધી મેચ રમી શકશે નહીં, CSKએ પોસ્ટ કરી માહિતી આપી

Sports3/28/2026, 5:28:05 AM
IPLની શરૂઆત પહેલાં જ CSKને મોટો ઝટકો:સ્નાયુઓમાં ખેંચાણથી ધોની 2 અઠવાડિયા સુધી મેચ રમી શકશે નહીં, CSKએ પોસ્ટ કરી માહિતી આપી
MS ધોની IPL 2026ના શરૂઆતના બે અઠવાડિયાથી બહાર રહી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના પૂર્વ કેપ્ટન હાલમાં સ્નાયુઓમાં ખેંચાણને કારણે રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે. CSK દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એમએસ ધોની હાલમાં કાફ સ્ટ્રેન (પગના પાછળના ભાગના સ્નાયુઓ ખેંચાણ) ની સમસ્યાને કારણે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યા છે. આને કારણે તેઓ IPL 2026 ના શરૂઆતના 2 અઠવાડિયા સુધી બહાર રહી શકે છે. 3 મેચમાંથી બહાર રહી શકે છે જો ધોની પૂરા 2 અઠવાડિયા એટલે કે 14 દિવસ સુધી બહાર રહે છે, તો તે ઓછામાં ઓછી 3 મેચ રમી શકશે નહીં. CSKની પહેલી મેચ 30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે છે. ત્યારબાદ તેની આગામી મેચ 3 એપ્રિલે ચેન્નઈમાં પંજાબ કિંગ્સ સામે છે. ટીમ પોતાની ત્રીજી મેચ 5 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે તેના જ ઘરમાં રમશે, જેની દરેક જણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોની આ ત્રણેય મેચમાંથી બહાર રહી શકે છે. તેની વાપસી 11 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં થઈ શકે છે. IPL 2026ના સૌથી વૃદ્ધ ખેલાડી ધોની 44 વર્ષના છે. IPL 2026માં તે સૌથી વૃદ્ધ ખેલાડી છે. છેલ્લી સિઝનમાં ઋતુરાજ ગાયકવાડના ઈજાગ્રસ્ત થયા બાદ તેમને વચ્ચે જ ચેન્નઈની કપ્તાની કરવી પડી હતી. તેમણે ટીમને 4 માંથી 3 જીત અપાવી હતી. માર્ચની શરૂઆતથી જ કરી રહ્યો હતો ટ્રેનિંગ 44 વર્ષીય ધોની માર્ચની શરૂઆતમાં જ ચેન્નઈ પહોંચી ગયા હતા અને ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ ટીમે નવી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોનીએ ગયા મહિને રાંચીમાં હળવા નેટ સેશન સાથે પોતાની તૈયારી શરૂ કરી હતી. છેલ્લી સીઝનમાં વચ્ચેથી કેપ્ટનશીપ સંભાળી હતી IPL 2025માં ઋતુરાજ ગાયકવાડના ઈજાગ્રસ્ત થયા બાદ ધોનીએ ટુર્નામેન્ટની વચ્ચેથી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. આમ છતાં, CSK પહેલીવાર IPL ઇતિહાસમાં પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ચેન્નઈમાં જ રમાશે CSKની તમામ મેચ વિશ્વનાથને કહ્યું કે ટીમ તેની તમામ હોમ મેચ ચેન્નઈમાં જ રમશે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી હોવા છતાં તેમને આયોજનને લઈને કોઈ મોટી મુશ્કેલી દેખાતી નથી. વર્લ્ડ કપ જીતથી CSKને મળ્યો આત્મવિશ્વાસ વિશ્વનાથને ભારત દ્વારા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે CSKના ખેલાડીઓ સંજુ સેમસન અને શિવમ દુબેએ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેનાથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધશે. IPLમાં સૌથી વધુ મેચ ધોનીના નામે IPLમાં સૌથી વધુ મેચ રમનારાઓમાં મહેન્દ્ર સિંહ ધોની પ્રથમ સ્થાને છે. તેઓ અત્યાર સુધીમાં 278 મેચ રમી ચૂક્યા છે. તેમણે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ખિતાબ જીતાડ્યો છે. 38.30ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોનીએ 24 હાફ સેન્ચ્યુરી પણ ફટકારી છે. તેમણે વિકેટકીપિંગમાં 47 સ્ટમ્પિંગ અને 154 કેચ પણ ઝડપ્યા છે.
Read Original Article →