ચાલુ મેચે મેદાન વચ્ચે જ રમનદીપે ડિપ્સ લગાવ્યા:અનુકુલના શાનદાર કેચથી હિટમેન રનઆઉટ, ચોથી ઓવર પછી રહાણે ઈજાગ્રસ્ત, રિંકુએ કેપ્ટનશિપ કરી, મોમેન્ટ્સ
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026ની શરૂઆત જીત સાથે કરી. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમમાં ઘણી મોમેન્ટ્સ જોવા મળી. રોહિત શર્માને અનુકુલ રોયે શાનદાર ડાઈવિંગ કેચ પકડીને આઉટ કર્યો. જ્યારે અજિંક્ય રહાણે ઈજાગ્રસ્ત થઈને બહાર થયો ત્યારે કેપ્ટનશીપની જવાબદારી રિંકુ સિંહે સંભાળી. MI Vs KKR મેચની ટોપ મોમેન્ટ્સ… રહાણેએ સિક્સરથી ખાતું ખોલ્યું KKRની ઇનિંગ્સનો પહેલો સિક્સર કેપ્ટન અજિંક્ય રહાણેએ ફટકાર્યો. તેણે આ સિક્સર સાથે પોતાનું ખાતું પણ ખોલ્યું. ટ્રેન્ટ બોલ્ટની પહેલી ઓવરના ત્રીજા બોલ પર ફ્લિક શોટ રમીને રહાણેએ સિક્સર ફટકારી દીધી. રોહિતથી કેચ છૂટ્યો 14.5 ઓવરમાં રોહિત શર્માથી કેચ છૂટી ગયો. અલ્લાહ ગઝનફરના બોલ પર અંગક્રિષ રઘુવંશીએ લોંગ-ઓન પર શોટ રમ્યો. રોહિતે કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છૂટી ગયો અને બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો. રઘુવંશીની ચોગ્ગાથી ફિફ્ટી 18.2 ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર ચોગ્ગો ફટકારીને અંગક્રિષ રઘુવંશીએ પોતાની અડધી સદી પૂરી કરી. ફુલ લેન્થ બોલ પર તેણે સ્લાઇસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એજ લાગીને બોલ ફિલ્ડરની ઉપરથી નીકળી ગયો અને બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો. રમનદીપે ડિપ્સ લગાવ્યા 19મી ઓવરમાં અંગક્રિષ રઘુવંશી આઉટ થયા બાદ રમનદીપ સિંહ બેટિંગ કરવા આવ્યા. અમ્પાયરે તેમનું બેટ ચેક કર્યું. ત્યારબાદ રમનદીપ પિચ પર જ ડિપ્સ લગાવવા લાગ્યા. રહાણે ઈજાગ્રસ્ત થઈને બહાર ગયા, રિંકુએ કેપ્ટનશીપ કરી ચોથી ઓવર પછી કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને ખેંચાણ અનુભવાયું. આ કારણે તેઓ મેદાનની બહાર ચાલ્યા ગયા. તેમની જગ્યાએ રિંકુ સિંહે કેપ્ટનશીપ કરી.
વૈભવે રિકેલ્ટનનો કેચ છોડ્યો 10મી ઓવરમાં રાયન રિકેલ્ટનને જીવનદાન મળ્યું. કાર્તિક ત્યાગીના બોલ પર રિકેલ્ટને છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ ડીપ સ્ક્વેર લેગ ફિલ્ડર તરફ ગયો. ત્યાં હાજર વૈભવ અરોરાએ કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેમના હાથમાંથી છૂટી ગયો. જીવનદાન મળ્યું ત્યારે રિકેલ્ટન 50 રનના સ્કોર પર હતો. અનુકુલે પાછળની તરફ દોડીને ડાઇવિંગ કેચ પકડ્યો 11.5 ઓવરમાં વૈભવ અરોરાએ રોહિત શર્માને આઉટ કર્યો. રોહિતે ઓફ સ્ટમ્પની બહાર ફુલટોસ બોલ પર શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઈમિંગ યોગ્ય ન રહ્યું અને બોલ મિડ-ઓન ઉપર હવામાં ગયો. અનુકુલ રોયે પાછળ દોડતા શાનદાર ડાઇવ લગાવીને કેચ પકડ્યો. રોહિત 38 બોલમાં 78 રન બનાવીને આઉટ થયો, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. અનુકૂલના ડાયરેક્ટ હિટથી રિકેલ્ટન રનઆઉટ 16મી ઓવરના બીજા બોલ પર અનુકૂલ રોયના ડાયરેક્ટ હિટથી રાયન રિકેલ્ટન પેવેલિયન ભેગા થઈ ગયા. 81 રન બનાવીને રમી રહેલા રિકેલ્ટન બીજા રન માટે દોડ્યા, પરંતુ લોંગ-ઓફથી અનુકૂલના ફ્લેટ થ્રોએ તેમને રનઆઉટ કરી દીધા. --------------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… રોહિતે પોતાની સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી:એક ટીમ સામે સૌથી વધુ રન બનાવ્યા, મુંબઈનો સૌથી મોટો રનચેઝ; રેકોર્ડ્સ મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ કર્યો. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માએ પોતાની સૌથી ઝડપી IPL ફિફ્ટી ફટકારી. તે કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો…. મુંબઈનો સૌથી મોટો ચેઝ, કોલકાતાને 6-વિકેટથી હરાવ્યું:13 વર્ષ પછી IPLમાં પહેલી મેચ જીત્યું; રોહિત-રિકેલટને ફિફ્ટી ફટકારી; શાર્દૂલે 3 વિકેટ ઝડપી
મુંબઈ ઈન્ડિયન્સે પોતાનો સૌથી સફળ રન ચેઝ કર્યો છે અને IPLમાં 13 વર્ષ બાદ પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટથી હરાવ્યું છે. ટૉસ હારતા પહેલા બેટિંગ કરવા ઉતરેલી KKRએ 4 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. MIએ 19.1 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર જ આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →