ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન આપ્યું:બીજી ઇનિંગમાં રાહુલ-પંતથી કેચ ડ્રોપ થયો, અબ્દુલ મલિકને લાઇફ લાઇન મળી
ટીમ ઈન્ડિયાએ ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને ફોલોઓન રમવા માટે મજબૂર કરી દીધું છે. બીજી ઇનિંગ્સમાં અફઘાન ટીમનો સ્કોર 31/0 છે. ટીમ તરફથી સેદીકુલ્લાહ અટલ અને અબ્દુલ મલિક ક્રિઝ પર છે. મેચના ત્રીજા દિવસે સોમવારે અફઘાનિસ્તાને 113/5ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 412 રનની લીડ મળી હતી. રહેમત શાહે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ઈન્ડિયન ટીમ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાને 3 વિકેટ મળી હતી. ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8ના સ્કોર પર ડિક્લેર કરી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
Read Original Article →