મેદાનમાં હાર્દિકનો જલવો, બહાર માહિકાનો દબદબો:પંડ્યાના દીકરા અગસ્ત્ય માટે પેપરાઝી પર ભડકી GF માહિકા, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ
હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની જોડી સોશિયલ મીડિયા પર 'પાવર કપલ' તરીકે ઉભરી આવી છે. માહિકા માત્ર હાર્દિકની સૌથી મોટી ચીયરલીડર જ નથી, પરંતુ તે હાર્દિકના અંગત જીવનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સ અને KKR વચ્ચેની મેચ દરમિયાન માહિકા તેના 'સ્વીટહાર્ટ' હાર્દિકને સપોર્ટ કરવા પહોંચી હતી, પરંતુ લોકોનું ધ્યાન તો તેના અગસ્ત્ય પ્રત્યેના પ્રેમે ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં માહિકા જે રીતે એલર્ટ મોડમાં રહીને હાર્દિકના પુત્ર અગસ્ત્યની માતાની જેમ સંભાળ રાખી રહી છે, તેણે ચાહકોના દિલ જીતી લીધા છે. આના પરથી સ્પષ્ટ જણાય છે કે માહિકાનો પ્રેમ માત્ર હાર્દિક સુધી સીમિત નથી, પરંતુ તેણે હાર્દિકના પરિવારને પણ એટલી જ આત્મીયતાથી અપનાવી લીધો છે. હાર્દિકના દીકરા સાથે માહિકા મેચમાં માહિકા તેના સ્વીટહાર્ટ હાર્દિકના પુત્ર અગસ્ત્ય સાથે મેચ જોવા પહોંચી હતી. જ્યારે હાર્દિક મેદાન પર ધુરંધર અંદાજમાં રમી રહ્યો હતો, ત્યારે માહિકા તેના પુત્રનું ધ્યાન રાખી રહી હતી. મેચ પૂરી થયા પછી પણ માહિકા એક પરફેક્ટ પાર્ટનરની જેમ હાર્દિકના લાડકા પુત્ર અગસ્ત્યને પ્રોટેક્ટ કરતી જોવા મળી. મેચ પછી જ્યારે માહિકા હાર્દિકના પુત્ર અગસ્ત્ય સાથે સ્ટેડિયમમાંથી બહાર નીકળી, ત્યારે પાપારાઝીએ તેમને ઘેરી લીધા. પાપારાઝી વચ્ચે તેમને પોતાના કેમેરામાં કેદ કરવાની હોડ જામી ગઈ. ભીડ જોઈને હાર્દિકનો પુત્ર ગભરાતો દેખાયો, તેને પાપારાઝીના કેમેરાની ફ્લેશથી પરેશાની થઈ રહી હતી. આવા સમયે માહિકા નાના અગસ્ત્યને ભીડમાં સુરક્ષિત કરતી દેખાઈ. તે અગસ્ત્યનો હાથ પકડીને તેને કાર સુધી લઈ જતી જોવા મળી. સાથે જ અગસ્ત્યને શાંત રહેવાની સલાહ આપતી પણ દેખાઈ. અગસ્ત્ય માટે માહિકા પેપ્સ પર પણ ગુસ્સે થતી જોવા મળી. તેમણે પેપ્સને ફ્લેશ બંધ કરવાનું કહ્યું અને અગસ્ત્યની આંખોને પોતાના હાથથી ઢાંકી દીધી, જેથી અગસ્ત્યને તકલીફ ન થાય. માહિકાએ જે રીતે હાર્દિકના દીકરાનું ધ્યાન રાખ્યું, તે જોઈને દરેક જણ તેમના પ્રશંસક બની ગયા. અગસ્ત્ય માટે માહિકાનો આ ભાવ જોઈને એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે માહિકાનો પ્રેમ ફક્ત હાર્દિક સુધી જ સીમિત નથી, પરંતુ તે તેમના પુત્રને પણ દિલથી પ્રેમ કરે છે. ચાહકો માહિકાને પરફેક્ટ પાર્ટનર કહી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે હાર્દિક માટે માહિકા શ્રેષ્ઠ છે. હાર્દિકે માહિકાને લક્ઝરી કાર આપી હાર્દિક પંડ્યાએ તાજેતરમાં માહિકા શર્માને એક લક્ઝરી Mercedes-Benz V-Class ગાડી ગિફ્ટ કરી છે. આ ગાડીની કિંમત 1.7 કરોડ જણાવવામાં આવી રહી છે. કાળા રંગની આ ચમકતી કાર સાથે પોઝ આપતા માહિકા અને હાર્દિકની તસવીરો ઘણી વાઇરલ થઈ હતી. જણાવી દઈએ કે તાજેતરમાં હાર્દિકે પુત્ર અગસ્ત્યને પણ એક કાર ગિફ્ટ કરી હતી અને પોતે પણ એક ફરારી ખરીદી હતી. હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર અગસ્ત્ય છે. છૂટાછેડા પછી હાર્દિક અને નતાશા સાથે મળીને પુત્રનો ઉછેર કરી રહ્યા છે. નતાશા અને હાર્દિક બંને વારાફરતી પોતાના પુત્ર સાથે સમય વિતાવતા જોવા મળે છે. હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા સાથે પણ અગસ્ત્યનો ખૂબ જ મજબૂત સંબંધ છે. હવે માહિકાને અગસ્ત્યની સંભાળ રાખતા જોઈને ચાહકો માને છે કે તે હાર્દિકના પુત્રને બિલકુલ માતા જેવો પ્રેમ કરે છે. તમારું શું કહેવું છે?
Read Original Article →