રહાણેનું બેટ હાથમાંથી છટકી ગયું, બોલ સિક્સ માટે ગઈ:મુકુલે હેલિકોપ્ટર શોર્ટ પર સિક્સ ફટકારી, દિગ્વેશના કેચ પર વિવાદ, એલન આઉટ; મેચ મોમેન્ટ્સ
લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2026ની 15મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટે હરાવ્યું. ઈડન ગાર્ડન્સમાં ઘણી રોમાંચક મોમેન્ટ્સ જોવા મળી. મુકુલ ચૌધરીએ હેલિકોપ્ટર શોટ પર સિક્સર ફટકારી. દિગ્વેશ રાઠીના બાઉન્ડ્રી કેચ પર વિવાદ થયો. જ્યારે સ્લોઅર બાઉન્સર પર રિષભ પંત અને નિકોલસ પૂરન આઉટ થયા. LSG Vs KKR મેચની ટોપ મોમેન્ટ્સ દિગ્વેશના કેચ પર વિવાદ, એલન આઉટ લખનઉના પ્રિન્સ યાદવે પોતાની પહેલી ઓવરમાં ફિન એલનને આઉટ કર્યો. 137.6 કિમી/કલાકની બેક ઓફ લેન્થ બોલ પર એલને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની ઉપરની કિનારી લઈને થર્ડ મેન તરફ ગયો. બાઉન્ડ્રી લાઇન પાસે દિગ્વેશ સિંહ રાઠીએ કેચ પકડ્યો. એલન 8 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો, જેમાં 2 ચોગ્ગા શામેલ હતા. જોકે, આ વિકેટ પર વિવાદ થયો. રિપ્લેમાં દિગ્વેશનો પગ બાઉન્ડ્રીની નજીક દેખાયો, પરંતુ ફિલ્ડ અમ્પાયરે કેચને માન્ય ગણીને એલનને આઉટ આપ્યો. રહાણેનું બેટ છૂટી ગયું, તેમ છતાં સિક્સ લાગી ગઈ આઠમી ઓવરના પહેલા બોલ પર અજિંક્ય રહાણેએ સિક્સ ફટકારી. આવેશ ખાનના ઓફ સ્ટમ્પની બહારના બોલ પર રહાણેએ કટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ શોટ રમતી વખતે તેમના હાથમાંથી બેટ છૂટીને સ્ક્વેર લેગ તરફ ઉડી ગયું. તેમ છતાં બોલ બેટથી કનેક્ટ થઈને ડીપ બેકવર્ડ પોઈન્ટની ઉપરથી સિક્સ માટે ગઇ. શમીના ડાઇવિંગ કેચથી રહાણે આઉટ 10મી ઓવરમાં દિગ્વેશ સિંહ રાઠીએ અજિંક્ય રહાણેને આઉટ કર્યા. ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ બોલ પર રહાણેએ લેગ સાઇડમાં શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ શોટ ટાઈમ ન થયો અને બોલ મિડવિકેટ તરફ ગયો. અહીં મોહમ્મદ શમીએ આગળ ડાઇવ લગાવીને શાનદાર લો કેચ પકડ્યો. કેચને લઈને થર્ડ અમ્પાયરે તપાસ કરી, પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે બોલ સીધો શમીના હાથમાં ગયો અને તેમની આંગળીઓ બોલની નીચે હતી. રહાણે 24 બોલમાં 41 રન બનાવીને આઉટ થયા. માર્શના ચોગ્ગાથી ચેઝની શરૂઆત 181 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી લખનઉના મિચેલ માર્શે ચોગ્ગાથી શરૂઆત કરી. ઇમ્પેક્ટ પ્લેયર વૈભવ અરોરાની પહેલી બોલ પર માર્શે બેકફૂટ પર જઈને કટ શોટ રમ્યો અને બોલ પોઈન્ટની પાર બાઉન્ડ્રી સુધી પહોંચી. વૈભવે એક ઓવરમાં બે વિકેટ લીધી 5મી ઓવરના પહેલા બોલ પર વૈભવ અરોરાએ એડન માર્કરમને રોવમેન પોવેલના હાથે કેચ કરાવ્યો. માર્કરમ 15 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો. વૈભવે ત્રીજા બોલ પર મિચેલ માર્શને વિકેટકીપર અંગક્રિશ રઘુવંશીના હાથે કેચ કરાવ્યો. માર્શ માત્ર 15 રન જ બનાવી શક્યો. વૈભવે સ્ટમ્પ પર બોલ નાખ્યો, જે બેટને અડીને વિકેટકીપરના ગ્લોવ્ઝમાં ગયો. સ્લોઅર બાઉન્સર પર પંત-પૂરન આઉટ કોલકાતાના બોલરોએ શોર્ટ બોલથી લખનઉના મિડલ ઓર્ડરને ઝટકો આપ્યો. 8મી ઓવરમાં કેમરન ગ્રીને રિષભ પંતને પેવેલિયન ભેગો કર્યો. વધારાના ઉછાળવાળા બોલ પર પંત પુલ શોટ રમવા તૈયાર નહોતો, બોલ બેટનો ઉપરનો કિનારો લઈને શોર્ટ ફાઇન લેગ તરફ ગયો, જ્યાં કાર્તિક ત્યાગીએ કેચ પકડ્યો. આ પછી 11મી ઓવરમાં કાર્તિક ત્યાગીએ નિકોલસ પૂરનને પણ શોર્ટ બોલ પર ફસાવ્યો. પૂરને પુલ રમવાનો પ્રયાસ કરતા ટોપ એજ આપ્યો. લોંગ ઓન પર ઉભેલા રમનદીપ સિંહે કેચ પકડ્યો. પૂરન 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો. બડોનીની સિક્સથી ફિફ્ટી, આગલા બોલ પર આઉટ 15મી ઓવરમાં આયુષ બડોનીએ સિક્સ લગાવીને અડધી સદી પૂરી કરી. અનુકૂલ રોયના ફુલટોસ બોલ પર બડોનીએ આગળ વધીને શોટ રમ્યો અને વાઈડ લોંગ ઓન ઉપરથી સિક્સ ફટકારી. જોકે, આગલા બોલ પર અનુકૂલ રોયે વાપસી કરતા બડોનીને પેવેલિયન ભેગો કર્યો. બડોનીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો રિંકુ સિંહના હાથમાં ગયો. મુકુલએ હેલિકોપ્ટર શોટ પર સિક્સર ફટકારી 16મી ઓવરમાં મુકુલ ચૌધરીએ હેલિકોપ્ટર શોટ રમતા સિક્સર ફટકારી. વૈભવ અરોરાની ફુલ લેન્થ બોલ, જે લેગ સ્ટમ્પની બહાર હતી, તેના પર મુકુલએ કાંડાનો ઉપયોગ કરીને શોટ રમ્યો અને બોલ લોંગ ઓન ઉપરથી બાઉન્ડ્રી પાર પહોંચ્યો. મુકુલની સિક્સથી ફિફ્ટી 19મી ઓવરની પાંચમી બોલ પર મુકુલ ચૌધરીએ સિક્સ ફટકારીને અડધી સદી પૂરી કરી. વૈભવ અરોરાની ફુલ અને ઓફ સ્ટમ્પની બહાર જતી બોલ પર મુકુલે ક્રીઝમાં જગ્યા બનાવીને શોટ રમ્યો અને બોલને સ્વીપર કવર ઉપરથી સિક્સ માટે મોકલી.
Read Original Article →