IPLનું ગણિત: લખનઉએ બેંગલુરુને ટેબલ-ટોપર બનતા રોક્યું:પોઈન્ટ્સમાં નો-ચેન્જ; આજે કેએલ રાહુલ પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક

Sports5/8/2026, 9:59:19 AM
IPLનું ગણિત: લખનઉએ બેંગલુરુને ટેબલ-ટોપર બનતા રોક્યું:પોઈન્ટ્સમાં નો-ચેન્જ; આજે કેએલ રાહુલ પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક
IPL પોઈન્ટ્સ ટેબલમાં 10મા નંબરની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સે ગુરુવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ટેબલ ટોપર બનતા રોકી. બેંગલુરુની ટીમ હજુ પણ ત્રીજા સ્થાને છે. ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઉએ બેંગલુરુને 9 રનના નજીવા અંતરથી હરાવ્યું. આ મેચ પછી સિઝનના પોઈન્ટ્સ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. આજે કેએલ રાહુલ પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક છે. પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ IPLની વર્તમાન સિઝનમાં શાનદાર શરૂઆત કરનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી મેચ હારી છે. જ્યારે લખનઉને સિઝનમાં ત્રીજી જીત મળી છે. આજની મેચનો હાલ દિલ્હી માટે દરેક મેચ કરો યા મરો દિલ્હી કેપિટલ્સની આ સિઝનમાં હવે માત્ર 4 લીગ મેચ બાકી છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ટીમને લગભગ દરેક મેચ જીતવી પડશે. ટીમના 10 મેચ પછી 8 પોઈન્ટ્સ છે. આગામી મેચો સરળ નથી, કારણ કે બે મેચ કોલકાતા સામે છે. ધર્મશાળામાં પંજાબ કિંગ્સને હરાવવું પણ પડકારજનક રહેશે. આજે કોલકાતા સામે ઘરઆંગણે જીત ટીમને પ્લેઓફની રેસમાં ટકાવી રાખી શકે છે, પરંતુ હાર સ્થિતિ મુશ્કેલ બનાવી દેશે. કોલકાતા માટે છેલ્લી 5 મેચ મહત્વની કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને 5 બાકી છે. ટીમના 9 મેચમાં 7 પોઈન્ટ્સ છે. આવનારી મેચોમાં ટીમને દિલ્હી, બેંગલુરુ, ગુજરાત અને મુંબઈ જેવી મજબૂત ટીમોનો સામનો કરવો પડશે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે સતત સારું પ્રદર્શન કરવું જરૂરી રહેશે. કોલકાતા માટે સારી વાત એ છે કે છેલ્લી 3 મેચ ઘરઆંગણે રમાશે, જ્યાં ટીમને પરિસ્થિતિઓનો ફાયદો મળી શકે છે. ટુર્નામેન્ટના ટોચના ખેલાડીઓ ઓરેન્જ કેપ લીડરબોર્ડમાં ક્લાસેન ટોચ પર યથાવત ઓરેન્જ કેપની રેસમાં હાલ કોઈ ફેરફાર થયો નથી. હેનરિક ક્લાસેન ટોચ પર યથાવત છે. હૈદરાબાદના આ બેટ્સમેને 11 મેચમાં 5 ફિફટીની મદદથી 494 રન બનાવ્યા છે. ક્લાસેને પોતાની જ ટીમના અભિષેક શર્મા (475 રન) અને દિલ્હીના કેએલ રાહુલ (445 રન)ને પાછળ છોડી દીધો છે. પ્રિન્સ યાદવ પર્પલ કેપની રેસમાં ત્રીજા નંબર પર પર્પલ કેપ લીડરબોર્ડમાં ભુવનેશ્વર કુમાર ટોચ પર યથાવત છે. બેંગલુરુના આ ઝડપી બોલરે 10 મેચમાં 17 વિકેટ લીધી છે. જ્યારે, અંશુલ કંબોજ 17 વિકેટ સાથે બીજા સ્થાને છે. લખનઉના યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ પણ શાનદાર ફોર્મમાં છે અને 10 મેચમાં 16 વિકેટ લઈને ત્રીજા નંબર પર આવી ગયો છે.
Read Original Article →