સ્લો ઓવર રેટ માટે અય્યરને ₹24 લાખનો દંડ:આખી ટીમ અને ઈમ્પેક્ટ પ્લેયરને પણ મળી આ સજા, ફરી આવું થશે તો એક મેચ માટે કેપ્ટન પર લાગશે પ્રતિબંધ

Sports4/4/2026, 8:07:14 AM
સ્લો ઓવર રેટ માટે અય્યરને ₹24 લાખનો દંડ:આખી ટીમ અને ઈમ્પેક્ટ પ્લેયરને પણ મળી આ સજા, ફરી આવું થશે તો એક મેચ માટે કેપ્ટન પર લાગશે પ્રતિબંધ
IPLની 7મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું, પરંતુ આ મેચમાં સ્લો ઓવર રેટને કારણે કેપ્ટન શ્રેયસ અય્યર પર ₹24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ આ સિઝનનો પંજાબ કિંગ્સનો બીજો ઓવર-રેટ ગુનો છે. તેથી માત્ર કેપ્ટન જ નહીં, પરંતુ આખી પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયરને પણ સજા મળી છે. બાકીના તમામ ખેલાડીઓ પર ₹6 લાખ અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે ઓછું હોય તેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આવું ફરી થશે તો બેન નક્કી IPLના નિયમો અનુસાર, જો હવે ટીમ ફરીથી આવી ભૂલ કરે છે, તો અય્યર પર 30 લાખ રૂપિયાનો દંડ લાગશે અને એક મેચનો પ્રતિબંધ પણ ભોગવવો પડશે. પંજાબને હજુ લીગ સ્ટેજમાં 12થી વધુ મેચ રમવાની છે, આવી સ્થિતિમાં હવે ભૂલની શક્યતા ખૂબ ઓછી રહી ગઈ છે. શ્રેયસ અય્યરે 50 રન બનાવ્યા આ મેચમાં શ્રેયસ અય્યરે બેટિંગથી ટીમનું નેતૃત્વ કર્યું. તેમણે 29 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી. તેમની નેહલ વાધેરા સાથેની 59 રનની ભાગીદારી મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. પંજાબ કિંગ્સને જીત માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેમણે 5 વિકેટ ગુમાવીને આરામથી હાંસલ કરી લીધો. આયુષ મ્હાત્રેની ઇનિંગ્સ પર પંજાબની બેટિંગ ભારે પડી આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ કરતા 5 વિકેટે 209 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ચેન્નઈ તરફથી યુવા બેટર આયુષ મ્હાત્રેએ 43 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ રમી અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (28 રન) સાથે 96 રનની ભાગીદારી કરી. જોકે, પંજાબની શરૂઆત પણ પ્રિયાંશ આર્યની 11 બોલમાં 39 રનની તોફાની ઇનિંગ્સથી થઈ હતી. અંતે પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી અને અય્યરની ઇનિંગ્સે ચેન્નઈના સ્કોરને નાનો સાબિત કરી દીધો અને પંજાબે સતત બીજી જીત નોંધાવી. ------------------------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ન તો કોહલી ન તો રવિ શાસ્ત્રીએ સીધી વાત કરી:ફિટનેસના નામે નિવૃત્તિ માટે દબાણ કર્યું; ધોનીએ ફોન કરીને સત્ય કહ્યું, વર્લ્ડ કપ હીરો યુવરાજે 14 વર્ષે બળાપો ઠાલવ્યો 2011 વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ધોની પાસેથી જાણવા મળ્યું હતું કે હવે સિલેક્ટર્સ તેમના નામ પર વિચાર કરી રહ્યા નથી. આ પછી જ યુવરાજે 10 જૂન 2019ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →