ગિલ અને સુદર્શને કોહલી-ડિવિલિયર્સની બરાબરી કરી:IPLમાં 10મી વખત સદીની પાર્ટનરશિપ, એક સિઝનમાં 34 છગ્ગા આપવાનો રેકોર્ડ પણ બન્યો
ગુજરાત ટાઇટન્સે IPL 2026ની 66મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવી દીધું. આ ચેન્નઈની IPL ઇતિહાસમાં સૌથી મોટી હાર રહી. મેચમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 10મી વખત સદીની ભાગીદારી કરી. અંશુલ કંબોજના નામે એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા આપવાનો અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો. ચેન્નઈ-ગુજરાત મેચના ટોપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. દિગ્ગજોના ક્લબમાં પહોંચી યુવા ભારતીય જોડી ગુજરાતના ઓપનર્સ ગિલ અને સુદર્શને પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી. આ બંનેએ IPLમાં 10મી વખત 100કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. ટી-20 ક્રિકેટમાં આ પહેલા વિરાટ કોહલી-એબી ડિવિલિયર્સ, બાબર આઝમ-મોહમ્મદ રિઝવાન અને ક્રિસ ગેલ-કોહલી જ 10 વખત સેન્ચુરી પાર્ટનરશિપ કરી શક્યા છે. ગિલ અને સુદર્શનની ઓપનિંગ જોડીએ મેન્સ ટી-20 ક્રિકેટમાં સૌથી ઓછી 46 ઇનિંગ્સમાં 10મી સદીની ભાગીદારી કરી. બંનેએ ચેન્નઈ સામે 125 રન જોડ્યા. ક્રિસ ગેલ અને વિરાટ કોહલીની જોડી 63 ઇનિંગ્સમાં 10 સદીની ભાગીદારી સાથે બીજા નંબર પર છે. 2. ગિલે ટી-20માં 6 હજાર રન પૂરા કર્યા ગિલે મેન્સ ટી-20 ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કર્યા. તેણે 185 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી. ગિલ સૌથી ઝડપી 6 હજાર રન પૂરા કરનારા ખેલાડીઓની યાદીમાં 7મા નંબર પર છે. ક્રિસ ગેલ 162 ઇનિંગ્સ સાથે પહેલા નંબર પર છે. 3. IPL ઇતિહાસની બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી IPLમાં ઓપનિંગ જોડી તરીકે સૌથી વધુ રન બનાવવાની બાબતમાં ગિલ અને સુદર્શન બીજા નંબર પર પહોંચી ગયા છે. બંનેએ 1942 રન જોડ્યા છે. તેમણે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની જોડીને પાછળ ધકેલી. ડેવિડ વોર્નર અને શિખર ધવન 2220 રન સાથે ટોચ પર છે. 4. ગિલ-સુદર્શને સતત બીજી સિઝનમાં 600+ રન બનાવ્યા ગિલ અને સુદર્શને IPLની સતત બીજી સિઝનમાં 600થી વધુ રન બનાવ્યા. બંનેએ ચેન્નઈ સામે ફિફ્ટી ફટકારી. ગુજરાતના ઓપનર્સે 2025 માં પણ 600થી વધુ રન બનાવ્યા હતા. સતત સૌથી વધુ સિઝનમાં આ આંકડો પાર કરનારાઓમાં ક્રિસ ગેલ, ડેવિડ વોર્નર, કેએલ રાહુલ અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ સતત 3 સિઝનમાં 600 થી વધુ રન બનાવ્યા હતા. 5. સુદર્શન સતત પાંચમી ફિફ્ટી ફટકારી સુદર્શન IPL 2026માં સતત 5મી ફિફ્ટી ફટકારી. ચેન્નઈ સામે તેણે 84 રન બનાવ્યા. સુદર્શન આ કીર્તિમાન મેળવનાર ચોથો ખેલાડી છે. તેના પહેલા વીરેન્દ્ર સેહવાગ, જોસ બટલર અને ડેવિડ વોર્નર સતત 5-5 ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. 6. કંબોજે એક IPL સિઝનમાં સૌથી વધુ સિક્સ આપી કંબોજ IPLમાં એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા આપનાર બોલર બની ગયો છે. તેની બોલિંગ પર આ સિઝનમાં 34 છગ્ગા લાગ્યા છે. આ યાદીમાં ગુજરાતનો રાશિદ ખાન 33 છગ્ગા સાથે બીજા નંબરે છે. 7. સિરાજે ઇનિંગ્સના પહેલા બોલ પર વિકેટ લીધી મોહમ્મદ સિરાજે ચેન્નઈના પહેલા બોલ પર જ સંજુ સેમસનને કેચ આઉટ કરાવ્યો. તે ઇનિંગ્સના પહેલા બોલ પર વિકેટ લેનાર ગુજરાતનો બીજો બોલર બન્યો. તેની પહેલા મોહમ્મદ શમી આવું બે વાર કરી ચૂક્યો છે. શમીએ 2022માં કેએલ રાહુલ અને 2023માં ફિલ સોલ્ટને પહેલા બોલ પર આઉટ કર્યા હતા. 8. ચેન્નઈની IPLમાં સૌથી મોટી હાર ગુજરાત સામે મળેલી 89 રનની હાર ચેન્નઈના IPL ઇતિહાસની સૌથી મોટી હાર રહી. આ પહેલા 2013માં મુંબઈએ તેને 60 રનથી હરાવ્યું હતું. 9. ગુજરાતે સૌથી મોટી જીત નોંધાવી ગુજરાતની 89 રનની જીત IPL ઇતિહાસમાં રનના હિસાબે ટીમની સૌથી મોટી જીત રહી. આ પહેલા ટીમની સૌથી મોટી જીત આ જ વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 82 રનની હતી. 10. સાઈ સુદર્શન પાસે ઓરેન્જ કેપ ગુજરાતના ઓપનર સાઈ સુદર્શન આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના 14 મેચમાં 638 રન થઈ ગયા છે. બીજા નંબર પર ગુજરાતના જ કેપ્ટન શુભમન ગિલ છે, જેમણે 13 મેચમાં 616 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી છે, જેમણે 13 મેચમાં 579 રન બનાવ્યા છે. અહીંથી ટોપ-5 મોમેન્ટ્સ… 1. સેમસનને ઈજાના કારણે બહાર જવું પડ્યું ગુજરાતની ઇનિંગ્સની બીજી ઓવરમાં સંજુ સેમસન ઇજાના કારણે મેદાનની બહાર ગયો. સ્પેન્સર જોન્સનનો ત્રીજો બોલ લેગ-સ્ટમ્પથી ઘણો બહાર હતો. સાઈ સુદર્શન ફ્લિક કરવા ગયો, પરંતુ બોલ બેટ્સમેન અને વિકેટકીપરને ચકમો આપીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. બોલ રોકવા માટે ડાઇવ લગાવતી વખતે સંજુ ઘાયલ થયો. ત્યારબાદ ફિઝિયો તેને મેદાનની બહાર લઈ ગયા. પછી ઉર્વિલ પટેલે વિકેટકીપિંગ સંભાળી. 2. શિવમ દુબેએ પાછળ દોડીને કેચ પકડ્યો પ્રથમ ઇનિંગ્સની 13મી ઓવરમાં શિવમ દુબેએ પાછળ દોડીને કેચ પકડ્યો. જ્હોન્સનની ઓવરના બીજા બોલ પર ગિલના બેટની બહારની કિનારી લાગી અને બોલ મિડ-વિકેટ તરફ ગયો. ત્યાં શિવમે પાછળ દોડીને કેચ પકડ્યો. 3. રાહુલ તેવટિયા પહેલા જ બોલ પર રનઆઉટ થયો ગુજરાતની ઇનિંગ્સની 19મી ઓવરમાં રાહુલ તેવટિયા પહેલી જ બોલ પર રનઆઉટ થઈ ગયો. કંબોજના બીજા બોલ પર સુદર્શનની વિકેટ પડ્યા બાદ તેવટિયા બેટિંગ કરવા ઉતર્યો. તેણે પહેલો બોલ મિડ-ઓફ તરફ રમીને સિંગલ લેવાનો પ્રયાસ કર્યો. ઋતુરાજ ગાયકવાડે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ડાયરેક્ટ થ્રો માર્યો. રિપ્લેમાં તેવટિયા ક્રીઝથી થોડા ઇંચ દૂર દેખાયો અને ખાતું ખોલ્યા વગર પાછા ફરવું પડ્યું. 4. ગાયકવાડ સિક્સર માર્યા બાદ આગળના બોલ પર બોલ્ડ થયો બીજી ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ગાયકવાડે મોહમ્મદ સિરાજની પહેલી બોલ પર સ્ક્વેર લેગ ઉપરથી સિક્સર ફટકારી. સિરાજે આગળના જ બોલ પર ગાયકવાડને બોલ્ડ કરી દીધો. ગાયકવાડ 16 રન બનાવીને આઉટ થયો. 5. રબાડાએ સતત બે બોલ પર વિકેટ લઈને ચેન્નઈની ઇનિંગ્સ સમેટી.
ઇનિંગ્સની 14મી ઓવરમાં કગિસો રબાડાએ બે બોલ પર બે વિકેટ લીધી. તેણે બીજી બોલ પર નૂર અહેમદને કોટ એન્ડ બોલ્ડ કર્યો. ત્યારબાદ ચોથા બોલ પર સ્પેન્સર જોન્સનને જોસ બટલરના હાથે કેચ કરાવ્યો. આ સાથે જ ચેન્નઈ ઓલઆઉટ થઈ ગઈ અને ગુજરાતે જીત નોંધાવી.
------------------------------------------ મેચના આ સમાચાર પણ વાંચો…
પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ પ્લેઓફ રેસમાંથી બહાર: ગુજરાત 89 રનથી જીત્યું, સુદર્શન, ગિલ અને બટલરની ફિફ્ટી, ત્રણ બોલરોને 3-3 વિકેટ IPLમાં ગુરુવારે ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ હાર સાથે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈનો આ સિઝનનો સફર સમાપ્ત થઈ ગઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 229 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈની ટીમ 13.4 ઓવરમાં 140 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
Read Original Article →