IPLમાં મચાવી તબાહી, હવે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી નક્કી:સચિન-કોહલી પણ જે નથી કરી શક્યા એ આ 15 વર્ષનો વૈભવ કરશે? IPL ચેરમેને કરી મોટી ભવિષ્યવાણી!

Sports4/11/2026, 1:13:37 PM
IPLમાં મચાવી તબાહી, હવે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી નક્કી:સચિન-કોહલી પણ જે નથી કરી શક્યા એ આ 15 વર્ષનો વૈભવ કરશે? IPL ચેરમેને કરી મોટી ભવિષ્યવાણી!
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ધમાકેદાર બેટિંગથી હેડલાઇન્સ બનાવી રહેલા વૈભવ સૂર્યવંશીને હવે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની માગ તેજ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ (RR)ના આ 15 વર્ષીય બેટરે વિસ્ફોટક પર્ફોર્મન્સથી માત્ર ફેન્સને જ નહીં પરંતુ ક્રિકેટ એક્સપર્ટને પણ પ્રભાવિત કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 26 બોલમાં 78 રનની વિસ્ફોટક ઇનિંગ્સ બાદ ચાહકો પૂછી રહ્યા છે કે વૈભવને ટીમ ઇન્ડિયામાં ક્યારે તક મળશે? મોટા બોલર્સ સામે બતાવી પ્રતિભા IPL ચેરમેન અરુણ ધૂમલનું માનવું છે કે વૈભવ સૂર્યવંશીને જલદીથી જલદી ભારતીય ટીમમાં તક મળવી જોઈએ. તેમણે પોતાના X એકાઉન્ટ પર લખ્યું, 'આ આઈપીએલ સીઝનમાં વૈભવ સૂર્યવંશીની બેટિંગ કમાલની રહી છે. પોતાના પ્રદર્શનને જોતા આ પ્રતિભાશાળી ખેલાડી ચોક્કસપણે ટીમ ઈન્ડિયા માટે સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કરવાનો હકદાર છે. આટલા પ્રતિભાશાળી અને આટલી ઓછી ઉંમરના ખેલાડીને પસંદ કરવાની તક બહુ ઓછી મળે છે. તેનું નામ ભારતના સૌથી યુવા ડેબ્યુટન્ટ તરીકે નોંધાવવું બિલકુલ વાજબી છે.' વૈભવ સૂર્યવંશીનું આ સિઝનમાં પ્રદર્શન ખૂબ જ ખાસ રહ્યું છે. તેણે માત્ર મોટા-મોટા બોલરોને ધોયા જ નહીં, પરંતુ પાવરપ્લેમાં જ મેચનું વલણ બદલવાની ક્ષમતા પણ બતાવી છે. તેની નિરંતરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ ઓરેન્જ કેપની રેસમાં પણ સૌથી આોગળ ચાલી રહ્યો છે. સચિનનો રેકોર્ડ તોડી સૌથી યુવા ડેબ્યુટન્ટ બનશે વૈભવ ભારતીય ટીમને આ વર્ષે આયર્લેન્ડ સામે T20 સિરીઝ રમવાની છે અને રિપોર્ટ છે કે વૈભવ સૂર્યવંશીનું નામ સિલેક્ટર્સ વચ્ચે ચર્ચામાં છે. જો તેને તક મળે છે, તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની શકે છે. ICCના નિયમો અનુસાર, ફક્ત ઓછામાં ઓછા 15 વર્ષની ઉંમરે જ કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે. વૈભવ સૂર્યવંશી ગત 27 માર્ચે 15 વર્ષનો થઈ ગયો છે, જેના કારણે તે પસંદગી માટે સંપૂર્ણપણે લાયક છે. આ પહેલા પણ તેણે અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં 80 બોલમાં 175 રનની તોફાની ઇનિંગ રમીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી. આવનારા સમયમાં ભારતનું T20 શેડ્યૂલ ઘણું વ્યસ્ત રહેવાનું છે. 2026 એશિયન ગેમ્સ (જાપાન) જેવી મોટી ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓને તક આપવા માટે એક ઉત્તમ મંચ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને લઈને ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે.
Read Original Article →