ચાર ટીમના પ્લેઑફમાં પહોંચવાના ચાર સિક્રેટ:ટૉપ-3 બેટર્સ ચાલ્યા તો ટૉપ-4માં સ્થાન પાક્કું, હારની હેટ્રિક બાદ જીત; સમજો આખું ગણિત

Sports5/25/2026, 4:34:00 AM
ચાર ટીમના પ્લેઑફમાં પહોંચવાના ચાર સિક્રેટ:ટૉપ-3 બેટર્સ ચાલ્યા તો ટૉપ-4માં સ્થાન પાક્કું, હારની હેટ્રિક બાદ જીત; સમજો આખું ગણિત
IPL 2026ની પ્લેઑફ લાઇનઅપ નક્કી થઈ ગઈ છે. 26 મેના રોજ બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે, જ્યારે 27 મેના રોજ હૈદરાબાદ અને રાજસ્થાન એલિમિનેટરમાં ટકરાશે. પ્લેઑફની ચારેય ટીમનો પ્રવાસ અલગ-અલગ રહ્યો, પરંતુ આંકડાઓમાં કેટલીક સામાન્ય પેટર્ન સામે આવી, જેમણે તેમની સફળ સીઝનનો પાયો નાખ્યો. આ ચાર ફેક્ટર્સ છે- મજબૂત ટૉપ ઓર્ડર, ટોચના ત્રણ બોલરોનું પ્રદર્શન, 200+ના વધુ સ્કોર અને ગેમમાં સાતત્યતા. 1. ત્રણ બેટર્સ હિટ તો ટીમ ટૉપ-4માં આ સીઝનમાં 5 ટીમ એવી રહી, જેમની તરફથી સૌથી વધુ રન બનાવનારા 3 બેટર્સે મળીને 1300થી વધુ રન બનાવ્યા. આમાંથી ચાર ટીમે પ્લેઑફમાં સ્થાન મેળવી લીધું. ફક્ત પંજાબની ટીમ એવી રહી, જેના ત્રણ બેટર્સે મળીને 1300 રનનો આંકડો પાર કર્યો. પરંતુ, તેમને પ્લેઑફમાં સ્થાન મળી શક્યું નહીં. બાકીની પાંચ ટીમના ત્રણ બેસ્ટ રન-સ્કોરર મળીને 1200 રન પણ બનાવી શક્યા નહીં. 2. ત્રણ બોલર્સે મળીને 45 કે તેથી વધુ વિકેટ લીધી આખી સીઝનમાં માત્ર 5 ટીમ જ એવી રહી, જેના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 3 બોલરોએ મળીને 45 કે તેથી વધુ વિકેટ લીધી. તેમાંથી ચાર પ્લેઑફમાં પહોંચી. માત્ર ચેન્નઈ જ એવી ટીમ રહી, જેના ટૉપ-3 બોલરોએ મળીને 48 વિકેટ લીધી છતાં તે ટૉપ-4માં આવી શકી નહીં. બાકીની પાંચ ટીમમાંથી ચાર દિલ્હી, લખનઉ, મુંબઈ અને પંજાબના શ્રેષ્ઠ ત્રણ બોલરોએ મળીને 40 વિકેટ પણ લીધી ન હતી. કોલકાતાના શ્રેષ્ઠ ત્રણ બોલરોએ 44 વિકેટ લીધી. 3. ઓછામાં ઓછો 6 વખત 200 કે તેથી વધુનો સ્કોર આ વખતે પાંચ ટીમે ઓછામાં ઓછી 6 વખત 200 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. તેમાંથી 4 ટીમ પ્લેઑફમાં પહોંચી છે. પંજાબ એકમાત્ર એવી ટીમ છે, જે 9 વખત 200+ બનાવ્યા છતાં ટૉપ-4માં સ્થાન મેળવી શકી નથી. પ્લેઑફમાં પહોંચેલી ટીમમાંથી હૈદરાબાદે 9 વખત, બેંગલુરુએ 8 વખત, રાજસ્થાને 7 વખત અને ગુજરાતે 6 વખત 200+નો સ્કોર બનાવ્યો. બાકીની પાંચ ટીમે પાંચ કે તેથી ઓછી વખત જ 200નો સ્કોર બનાવ્યો. 4. લાંબી વિનિંગ સ્ટ્રીક અને ઓછી લૂઝિંગ સ્ટ્રીક IPL જેવી લીગમાં પ્લેઑફમાં સ્થાન જીત કે હારના મોમેન્ટમ પર આધાર રાખે છે. જે ચાર ટીમે પ્લેઑફમાં સ્થાન બનાવ્યું છે, તેમાંથી ત્રણ બેંગલુરુ, ગુજરાત અને હૈદરાબાદ આખી સીઝનમાં ક્યારેય સતત 2 થી વધુ મેચ હારી નથી. ફક્ત રાજસ્થાને એકવાર સતત 3 મેચ ગુમાવી. સૌથી લાંબી વિનિંગ સ્ટ્રીક ગુજરાત અને હૈદરાબાદે બનાવી. આ ટીમે એક-એક વાર સતત 5-5 મેચ જીતી. પંજાબે તેની શરૂઆતની 7માંથી 6 મેચ જીતી હતી. તેની ત્રીજી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. પંજાબને આ વિનિંગ સ્ટ્રીકનો ફાયદો તેથી મળી શક્યો નહીં. કારણ કે, તે પછી તે સતત 6 મેચ હારી ગઈ.
Read Original Article →