IPLનું ગણિત: દિલ્હીની પ્લેઓફની આશાઓ જીવંત:પંજાબને બાકીના 3માંથી 2 મેચ જીતવી પડશે; ગુજરાત-હૈદરાબાદ પાસે ટેબલ ટોપર બનવાની તક
IPL 2026માં પ્લેઓફની રેસ રોમાંચક બની ગઈ છે. સોમવારે દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવીને પોતાની આશાઓ જીવંત રાખી. ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ પંજાબ ચોથા સ્થાને યથાવત છે, પરંતુ તેને ટોપ-4 માં સ્થાન પાક્કું કરવા માટે બાકીના 3 માંથી ઓછામાં ઓછા 2 મેચ જીતવા પડશે. આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમને-સામને હશે. જીતનારી ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી જશે. હાલમાં, બેંગલુરુ, હૈદરાબાદ, ગુજરાત અને પંજાબ ટોપ-4માં છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ પંજાબ સતત ચોથી મેચ હારી, દિલ્હીને એક સ્થાનનો ફાયદો આજના મેચની અસર હૈદરાબાદ પાસે ટેબલ ટોપર બનવાની તક સનરાઇઝર્સ હૈદરાબાદના 11 મેચમાં 14 પોઈન્ટ્સ છે. ટીમ આજે ગુજરાત ટાઇટન્સને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે છે. હૈદરાબાદની બાકીની મેચો ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જેવી મજબૂત ટીમો સામે છે. આવા સંજોગોમાં ટીમ અમદાવાદમાં જીત નોંધાવીને પ્લેઓફની સ્થિતિ મજબૂત કરવા માંગશે. ગુજરાત જીતશે તો પ્લેઓફ રમવું લગભગ નિશ્ચિત ગુજરાત ટાઇટન્સના પણ 11 મેચમાં 14 પોઈન્ટ્સ છે. જો ટીમ આજે હૈદરાબાદને હરાવી દે છે તો પ્લેઓફમાં તેની જગ્યા લગભગ પાક્કી થઈ જશે. આ પછી ગુજરાતને કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે મેચ રમવાની છે. આવા સંજોગોમાં ટીમ ઘરઆંગણે જીત મેળવીને ટોપ-2ની રેસમાં લીડ લેવા માંગશે. ટુર્નામેન્ટના ટોચના ખેલાડીઓ રાહુલ ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચ્યો દિલ્હીના કેએલ રાહુલ પંજાબ સામે 9 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. રાહુલના 12 મેચમાં 477 રન થયા છે. તે ટોચ પર ચાલી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસનથી 17 રન પાછળ છે. ક્લાસને 11 મેચમાં 494 રન બનાવ્યા છે. સનરાઇઝર્સના અભિષેક શર્મા 475 રન સાથે ત્રીજા સ્થાને સરકી ગયો છે. ગુજરાતનો શુભમન ગિલ 462 રન સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી 440 રન બનાવીને ટોપ-5માં સામેલ છે. ભુવનેશ્વર પાસે પર્પલ કેપ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ભુવનેશ્વર કુમાર 21 વિકેટ સાથે પર્પલ કેપ હોલ્ડર બન્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના અંશુલ કંબોજ 19 વિકેટ લઈને બીજા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સના કાગિસો રબાડા 18 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. લખનઉના પ્રિન્સ યાદવ અને હૈદરાબાદના એહસાન મલિંગાએ 16-16 વિકેટ લીધી છે. --------------------------------------------------------- IPL-પંજાબની સતત ચોથી હાર; દિલ્હી 3 વિકેટે જીતી IPLમાં સોમવારે દિલ્હી કેપિટલ્સે રોમાંચક મુકાબલામાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું. પંજાબની આ સતત ચોથી હાર હતી. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 210 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો. આ જીત સાથે દિલ્હીના 12 મેચમાં 10 પોઈન્ટ્સ થઈ ગયા છે. જ્યારે, પંજાબના 11 મુકાબલામાં 6 જીત સાથે 13 અંક છે. વાંચો પૂરા સમાચાર
Read Original Article →