રોહિત-જાડેજાના સ્થાન સામે પ્રશ્નાર્થ, બન્ને પ્લેયર્સનું ભવિષ્ય અંધકારમય!:બુમરાહને આરામ મળી શકે, વિરાટનું ODI ટીમમાં સ્થાન નક્કી; નવા ખેલાડીઓને તક મળી શકે

Sports5/19/2026, 9:02:01 AM
રોહિત-જાડેજાના સ્થાન સામે પ્રશ્નાર્થ, બન્ને પ્લેયર્સનું ભવિષ્ય અંધકારમય!:બુમરાહને આરામ મળી શકે, વિરાટનું ODI ટીમમાં સ્થાન નક્કી; નવા ખેલાડીઓને તક મળી શકે
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ આવતા મહિને ભારતનો પ્રવાસ કરશે. તેને અહીં 6 જૂનથી એક ટેસ્ટ અને 3 વન-ડે મેચની સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત આજે થશે. PTI રિપોર્ટ અનુસાર ગુવાહાટીમાં સિલેક્શન કમિટીની બેઠક યોજાશે. આમાં જસપ્રીત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી શકે છે. સાથે જ રોહિત શર્માની ફિટનેસ પર પણ ચર્ચા થશે. દેવદત્ત પડિકલ, આકિબ નબી અને પ્રિન્સ યાદવ પર પણ નજર રહેશે. આ ખેલાડીઓએ IPLમાં સારું પ્રદર્શન કર્યું છે. બુમરાહને વન-ડે અને ટેસ્ટમાંથી આરામ મળી શકે છે સિલેક્શન કમિટી અનુસાર બુમરાહને ટેસ્ટ અને વન-ડેમાં સાથે રમાડવાની શક્યતા ઓછી છે. તેને વન-ડે સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે. જેથી તેને 2027 વનડે વર્લ્ડકપ માટે ફિટ રાખી શકાય. તેના મામલે ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માગતું નથી. બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ ભારતના પેસ એટેકનું નેતૃત્વ કરી શકે છે. પ્રસિદ્ધ ક્રિષ્નાની પસંદગી પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે. પીઠની સમસ્યાથી ઝઝૂમી રહેલા હાર્દિક પંડ્યાની ઉપલબ્ધતા હજુ પણ સ્પષ્ટ નથી. રોહિત પર નિર્ણય બાકી, વિરાટ વન-ડે રમશે રોહિત શર્મા IPLમાં સ્નાયુઓની ઈજાથી ઝઝૂમતા રહ્યો છે. તે IPLમાં મુંબઈની ઘણી મેચમાંથી બહાર રહ્યો હતો. આવી સ્થિતિમાં, સિલેક્ટર્સ તેને વન-ડે ટીમમાં ત્યારે જ સામેલ કરશે જ્યારે તે સંપૂર્ણપણે ફિટ હશે. જ્યારે, શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીના તમામ વન-ડે રમવાની શક્યતા છે. અક્ષર vs જાડેજા…આ બન્નેમાંથી કોઈ એકને પસંદ કરી શકે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ પાસે ODI ફોર્મેટમાં બે મુખ્ય ડાબોડી ઓર્થોડોક્સ વિકલ્પો છે. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ. બન્ને ભારતના સ્ટાર ઓલરાઉન્ડર્સ છે. હવે આવતા વર્ષે 2027ના ODI વર્લ્ડ કપ પહેલા કોઈ એકને તક મળી શકે છે. તાજેતારનું ફોર્મ જોવા જઈએ તો રવીન્દ્ર જાડેજા સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણાની વન-ડે સિરીઝમાં ખાસ પ્રભાવ છોડી શક્યો નહોતો. જ્યારે અક્ષર પટેલ સારું પરફોર્મન્સ આપી રહ્યો છે. જોકે સિલેક્ટર્સે નક્કી કરવું પડશે કે જાડેજાના પ્રચંડ અનુભવ સાથે આગળ વધવું કે અક્ષરના તાજેતરના પ્રભાવશાળી પ્રદર્શન સાથે. આ નિર્ણયથી સંકેત મળી શકે છે કે BCCI લાંબા ગાળે કયા ખેલાડીને પસંદ કરે છે. નંબર-3 માટે પડિકલ પર દાવ ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ થયા પછી ભારતને ટેસ્ટમાં નંબર-3 પર કાયમી બેટર મળ્યો નથી. સાઈ સુદર્શનને તકો મળી, પરંતુ તે પ્રભાવ છોડી શક્યો નહીં. હવે દેવદત્ત પડિકલને લાંબા ગાળાના વિકલ્પ તરીકે તૈયાર કરવાની યોજના છે. આકિબ નબી અને પ્રિન્સ યાદવ પર નજર રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર માટે 60 વિકેટ લેનાર ફાસ્ટ બોલર આકિબ નબીને ટેસ્ટ ટીમમાં તક મળી શકે છે. જ્યારે, IPLમાં ફાસ્ટ બોલિંગથી પ્રભાવિત કરનાર પ્રિન્સ યાદવ વન-ડે ટીમની રેસમાં છે.
Read Original Article →