CSK માટે ‘કોહિનૂર’ બન્યો નૂર અહમદ, VIDEO:એક જ ઝાટકે રાહણે-ગ્રીન અને રિંકુને આઉટ કર્યા, સેમસનનું બેટ હવામાં ઉછળ્યું; મેચ મોમેન્ટ્સ

Sports4/15/2026, 2:40:25 AM
CSK માટે ‘કોહિનૂર’ બન્યો નૂર અહમદ, VIDEO:એક જ ઝાટકે રાહણે-ગ્રીન અને રિંકુને આઉટ કર્યા, સેમસનનું બેટ હવામાં ઉછળ્યું; મેચ મોમેન્ટ્સ
ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2026ની 22મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 32 રનથી હરાવ્યું. ચેપોક સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં ઘણી મહત્ત્વપૂર્ણ મોમેન્ટ્સ રહી. સંજુ સેમસને ઝડપી શરૂઆત કરી, પરંતુ તેનું બેટ છૂટ્યું અને બાદમાં કાર્તિક ત્યાગીની બોલ પર બોલ્ડ થઈ ગયો. મેચમાં અંગકૃષ રઘુવંશી અને અજિંક્ય રહાણેના સરળ કેચ છૂટ્યા અને તેમને જીવનદાન મળ્યું. નૂર અહેમદે 3 વિકેટ લઈને મેચનો રુખ ચેન્નઈ તરફ વાળી દીધો. CSK Vs KKR મેચની ટોપ મોમેન્ટ્સ… સંજુએ પહેલી 3 બોલ પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા સંજુ સેમસને CSKની ઇનિંગ્સની પહેલી ઓવરમાં વૈભવ અરોરાની બોલ પર સતત 3 ચોગ્ગા ફટકાર્યા. તેણે પહેલી, બીજી અને ત્રીજી બોલ બાઉન્ડ્રીની બહાર મોકલી. સેમસનનું બેટ છૂટ્યું 8મી ઓવરના 5મા બોલ પર વરુણ ચક્રવર્તીના બોલ પર સંજુ સેમસનનું બેટ હાથમાંથી છૂટી ગયું. પુલ શોટમાં પરસેવાથી બેટ લપસીને મિડ-વિકેટ તરફ ગયું. બોલ લોંગ ઓન તરફ ગયો અને બેટરોએ એક રન લીધો. કાર્તિકના 148 કિમી/કલાકની ઝડપના બોલ પર સંજુ બોલ્ડ 11.2 ઓવરમાં કાર્તિક ત્યાગીએ સંજુ સેમસનને 48 રન પર બોલ્ડ કર્યો. 148 કિમી/કલાકની ઝડપે આવેલો બોલ લેન્થ પર પડ્યો અને અંદર આવ્યો. સેમસન મોટો શોટ રમવા ગયો, પરંતુ કનેક્ટ કરી શક્યો નહીં અને સ્ટમ્પ્સ વિખેરાઈ ગયા. ઋતુરાજથી નરેનનો કેચ છૂટ્યો ચોથી ઓવરના બીજા બોલ પર ઋતુરાજ ગાયકવાડથી સુનીલ નરેનનો કેચ છૂટી ગયો. નરેને અંશુલ કંબોજની બોલ મિડ ઓફમાં રમી, પરંતુ ગાયકવાડ સરળ કેચ પકડી શક્યો નહીં. નરેન 24 રન બનાવીને કેચ આઉટ થયો. બ્રેવિસે રઘુવંશીનો કેચ છોડ્યો, સિક્સ મળી 7.3 ઓવરમાં અકીલ હુસૈનની બોલ પર અંગક્રિષ રઘુવંશીએ પુલ શોટ રમ્યો, પરંતુ ટાઈમિંગ યોગ્ય ન રહ્યું. લોંગ-ઓન પર ડેવાલ્ડ બ્રેવિસ કેચ માટે દોડ્યો, પરંતુ બોલ હાથથી લાગીને બાઉન્ડ્રી પાર ગયો અને સિક્સ મળી. સરફરાઝે રહાણેને જીવનદાન આપ્યું 9.2 ઓવરમાં અકીલની બોલ પર અજિંક્ય રહાણેનો કેચ સરફરાઝ ખાને છોડી દીધો. ડીપ મિડ-વિકેટથી દોડતા સરફરાઝે બંને હાથથી પ્રયાસ કર્યો, પરંતુ બોલ છૂટી ગયો અને રહાણેને જીવનદાન મળ્યું. નૂર અહેમદની 3 વિકેટે મેચ પલટી નૂર અહેમદે બે ઓવરમાં 3 વિકેટ લઈને મેચનો માહોલ બદલી નાખ્યો. તેણે 11મી ઓવરની સતત બે બોલ પર બે વિકેટ લીધી. 5મી બોલ પર અજિંક્ય રહાણે એક્સ્ટ્રા કવર પર ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ આઉટ થયો. આ સાથે નૂરે IPLમાં પોતાની 50 વિકેટ પૂરી કરી. આગળની જ બોલ પર કેમરન ગ્રીન ખાતું ખોલ્યા વગર બોલ્ડ થઈ ગયો. ત્યારબાદ 13મી ઓવરની છેલ્લી બોલ પર રિંકુ સિંહ મોટો શોટ રમતા શિવમ દુબેના હાથે કેચ આઉટ થયો.
Read Original Article →