IPLનું ગણિત- મુંબઈની જીત બાદ ટીમ માટે પ્લેઓફની આશા જીવંત:ચેન્નઈ-દિલ્હી એકબીજાથી આગળ વધવા રમશે, રાહુલ પાસે ઓરેન્જ કેપ હાંસલ કરવાની તક
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાછી જીતના રસ્તે ફરી છે. સોમવારે ટીમે IPLમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ કર્યો. પરંતુ, લખનઉ સુપર જાયન્ટ્સ પર જીત છતાં વર્તમાન સિઝનના પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. ટીમ હજુ પણ 9મા સ્થાને છે. વાનખેડે સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરી રહેલી લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા. મુંબઈએ 229 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં 4 વિકેટે હાંસલ કરી લીધો. વિલ જેક્સે આવેશ ખાનની બોલ પર છગ્ગો મારીને ટીમને જીત અપાવી. પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ મુંબઈ સતત 3 હાર પછી જીતી મુંબઈ ઇન્ડિયન્સે વર્તમાન સિઝનમાં સતત ત્રણ હાર પછી જીતનો સ્વાદ ચાખ્યો છે. જ્યારે, લખનઉની ટીમે સતત છઠ્ઠી મેચ ગુમાવી છે. ચેન્નઈ પ્લેઓફની રેસમાં યથાવત
વર્તમાન સિઝનમાં ધોની વિના રમી રહેલી ચેન્નઈ પ્લેઓફની રેસમાં કાયમ છે. તેણે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને 4 જીત સાથે 8 પોઈન્ટ્સ મેળવ્યા છે. ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની બધી મેચો જીતવી પડશે. હારની સ્થિતિમાં ટીમને અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. દિલ્હી માટે દરેક મેચ જીતવી જરૂરી
અક્ષર પટેલની કપ્તાનીવાળી દિલ્હીએ પણ 9 મેચમાં 8 પોઈન્ટ્સ મેળવી લીધા છે. પરંતુ, ટીમ ખરાબ નેટ રન રેટના કારણે ચેન્નઈથી એક સ્થાન નીચે છે. દિલ્હીને પણ હજુ 5 મેચ રમવાની છે. ટીમને બધી મેચ જીતવી પડશે. આજે હારવા પર દિલ્હીને બીજી ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. ટૂર્નામેન્ટના ટોપ પ્લેયર્સ રાહુલ પાસે ઓરેન્જ કેપ હાંસલ કરવાની તક મુંબઈ-લખનઉ મેચ પછી સિઝનના ટોપ સ્કોરરની યાદીના ટોપ-3માં કોઈ ફેરફાર થયો નથી. અભિષેક શર્મા 10 મેચમાં 440 રન સાથે ટોચ પર છે. દિલ્હીના કેએલ રાહુલ (433 રન) બીજા અને હૈદરાબાદના હેનરિક ક્લાસન 425 રન સાથે ત્રીજા સ્થાને છે. આજે કેએલ રાહુલ ટોચ પર આવી શકે છે. પર્પલ કેપ લીડરબોર્ડમાં કોઈ ફેરફાર નથી મેચ પછી ટોપ વિકેટ ટેકર્સની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી. બેંગલુરુના ભુવનેશ્વર કુમાર અને ચેન્નઈના અંશુલ કંબોજ સમાન 17-17 વિકેટ સાથે પ્રથમ અને બીજા સ્થાને છે. ગુજરાતનો કાગીસો રબાડા 16 વિકેટ લઈને નંબર-3 પર છે. આજે અંશુલ પર્પલ કેપ મેળવી શકે છે. ----------------------------------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ:લખનઉને 6 વિકેટે હરાવ્યું; રોહિત-રિકેલ્ટને શાનદાર ફિફ્ટી ફટકારી મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ કર્યો છે. ટીમે સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે જીત નોંધાવી. ટીમે વર્તમાન સિઝનમાં સતત ત્રણ હાર બાદ જીતનો સ્વાદ ચાખ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →