IPLમાં આજે પહેલી મેચ હૈદરાબાદ vs કોલકાતા:સીઝનમાં બીજી વાર ટકરાશે, સનરાઈઝર્સે સતત પાંચ મેચ જીતી

Sports5/3/2026, 12:54:00 AM
IPLમાં આજે પહેલી મેચ હૈદરાબાદ vs કોલકાતા:સીઝનમાં બીજી વાર ટકરાશે, સનરાઈઝર્સે સતત પાંચ મેચ જીતી
IPLમાં આજે ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે. દિવસની પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. આ સીઝનમાં બંને ટીમ બીજી વાર ટકરાશે. ગત મેચમાં હૈદરાબાદ 65 રનથી જીત્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ અત્યારે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જેણે 9 મેચમાંથી 6માં જીત મેળવી છે. ટીમ શાનદાર ફોર્મમાં છે અને છેલ્લી પાંચ મેચ સતત જીતી છે. બીજી તરફ, કોલકાતા આઠમા સ્થાને છે, જેણે 8 મેચમાંથી માત્ર 2માં જીત મેળવી છે. કોલકાતાનું પલડું ભારે બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 31 મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સે 19 મેચમાં જીત મેળવી છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ માત્ર 11 મેચ જ જીતી શક્યું છે. બંને વચ્ચે એક મેચ ટાઈ પણ રહી છે, જે સુપર ઓવરમાં કોલકાતાએ જીતી હતી. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ છે, જેમાં યજમાન ટીમ હૈદરાબાદને 3 અને કોલકાતાને 4 મેચમાં જીત મળી છે. અભિષેક અને ઈશાન મલિંગા ફોર્મમાં આ સીઝનમાં હૈદરાબાદ માટે અભિષેક શર્મા સૌથી સફળ બેટર રહ્યો છે. તેણે 9 મેચમાં 209.35ના સ્ટ્રાઈક રેટથી 425 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ ફિફ્ટી સામેલ છે. બોલિંગમાં ઈશાન મલિંગાએ શાનદાર પ્રદર્શન કરતા 9 મેચમાં 15 વિકેટ ઝડપી છે. રિંકુ અને કાર્તિક પર કોલકાતાને ભરોસો કોલકાતા માટે રિંકુ સિંહે અત્યાર સુધી 8 મેચમાં 215 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 141.44નો રહ્યો છે અને તે બે ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. બોલિંગ વિભાગમાં કાર્તિક ત્યાગીએ 8 મેચમાં 9 વિકેટ લઈને ટીમને મજબૂતી આપી છે. પીચ રિપોર્ટ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 87 IPL મેચ રમાઈ છે, જેમાંથી 38 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે અને 48 મેચ ચેઝ કરનાર ટીમે જીતી છે. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 286/6 છે, જે હૈદરાબાદે ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. હવામાનની સ્થિતિ હૈદરાબાદમાં 3 મેના રોજ વરસાદની બિલકુલ શક્યતા નથી. દિવસ દરમિયાન ઘણો તેજ તડકો રહેશે. તાપમાન 27 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, પ્રફુલ્લ હિંગે, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, અનુકૂલ રોય, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી, મથીશા પથિરાના.
Read Original Article →