બંગાળમાં SIR કરાવનાર અધિકારી ચીફ સેક્રેટરી બન્યા:કોંગ્રેસે કહ્યું- EC અને BJP વચ્ચે ખુલ્લી મિલીભગત; TMCએ તેને શરમજનક ગણાવ્યું
પશ્ચિમ બંગાળમાં SIR કરાવનાર ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને સુવેન્દુ સરકારમાં બંગાળના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ કેડરના અધિકારી મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ વિધાનસભા ચૂંટણીઓ પહેલાં બંગાળમાં મતદાર યાદીમાં વિશેષ સઘન સુધારા (SIR) કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત મતદાર યાદીમાંથી લગભગ 91 લાખ મતદારોના નામ કાઢીવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિવૃત્ત IAS અધિકારી સુબ્રત ગુપ્તાને પણ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સુબ્રતને બંગાળમાં SIR દરમિયાન ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ નિમણૂકો ચૂંટણી પંચ અને BJP વચ્ચે ખુલ્લી મિલીભગત અને સાંઠગાંઠ દર્શાવે છે. કોંગ્રેસે કહ્યું- ચૂંટણી પંચે ચાલાકીપૂર્વક ભાજપને ફાયદો પહોંચાડ્યો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા X પર લખ્યું, આ નિમણૂકો ECI અને BJP વચ્ચે ખુલ્લી મિલીભગત અને સાંઠગાંઠ દર્શાવે છે. હવે તો આ મિલીભગત છુપાવવાનો કોઈ પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે આ નિમણૂકો એ વાતનો પુરાવો છે કે ECI નિષ્પક્ષ નહોતું અને તેણે સંપૂર્ણપણે BJPને ફાયદો પહોંચાડવાના હેતુથી કામ કર્યું. રમેશે કહ્યું, ચૂંટણી દરમિયાન 27 લાખ લોકોને મતદાન કરતા રોકવામાં આવ્યા. ECIએ BJPને ચૂંટણીલક્ષી ફાયદો પહોંચાડવા માટે આ કામને ખૂબ જ ચાલાકીથી પાર પાડ્યું. TMC બોલી- હજુ પણ કોઈ માને છે કે ચૂંટણી નિષ્પક્ષ થઈ? TMC નેતા સાકેત ગોખલેએ આ પગલાને 'અત્યંત શરમજનક' ગણાવ્યું. જ્યારે TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને કટાક્ષભર્યા સ્વરમાં તેને એક 'સંયોગ' કહ્યો. X પર પોતાની પોસ્ટમાં, ગોખલેએ કહ્યું કે આ પગલું દર્શાવે છે કે BJP અને ECI "ચૂંટણી ચોરવાના મામલે ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે" અને તેમણે સવાલ ઉઠાવ્યો કે શું કોર્ટો "અંધ છે કે તેમાં સંડોવાયેલી છે". તૃણમૂલના રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે X પર પોસ્ટ કર્યું: "કહેવાતા 'ન્યુટ્રલ અમ્પાયર'ને બંગાળમાં BJP સરકારના ટોચના નોકરશાહના પદથી નવાજવામાં આવ્યા છે. શું હવે પણ કોઈ ગંભીરતાથી માને છે કે બંગાળ ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ હતી? આ અત્યંત શરમજનક પગલું છે." બંગાળ સરકારમાં નિયુક્ત બંને અધિકારીઓ વિશે જાણો મનોજ અગ્રવાલ પશ્ચિમ બંગાળ કેડરના 1990 બેચના IAS અધિકારી છે. તેઓ IIT કાનપુરના પૂર્વ વિદ્યાર્થી પણ છે. તેઓ વર્તમાન મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાનું સ્થાન લેશે. જોકે, અગ્રવાલનો પ્રારંભિક કાર્યકાળ ટૂંકો હશે. તેઓ જુલાઈમાં નિવૃત્ત થવાના છે. 1990 બેચના નિવૃત્ત IAS અધિકારી સુબ્રત ગુપ્તાએ ચૂંટણી પહેલા SIR પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે કામ કર્યું. 9 મેના રોજ તેમને મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ચૂંટણી દરમિયાન તૃણમૂલે SIR પ્રક્રિયા અને ચૂંટણીના સંચાલનને લઈને આ બંને અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી.
Read Original Article →