તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 16નાં મોત:વિરુધુનગરમાં દુર્ઘટના, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા; આસપાસની ઇમારતોમાં પણ તિરાડો પડી
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં રવિવારે એક ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 6 લોકોને ગંભીર ઈજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આસપાસની ઇમારતોમાં પણ તિરાડો પડી હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી છે. હાલ વિસ્ફોટનું કારણ સ્પષ્ટ થયું નથી. CM સ્ટાલિને શોક વ્યક્ત કર્યો તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિને X પર લખ્યું - આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. CMએ મંત્રીઓને તાત્કાલિક ઘટનાસ્થળે જવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને તમામ જરૂરી સહાય પૂરી પાડવા અને સંકલન સાધીને કામ કરવાના નિર્દેશ આપ્યા છે. દુર્ઘટના પછીની તસવીરો… સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…
Read Original Article →