'ભગવાન રામને કાલ્પનિક' કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરી સુનાવણી:વારાણસી કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો રદ કર્યો
ભગવાન રામને કથિત રીતે કાલ્પનિક ગણાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIRની માગ કરતી અરજી પર ફરીથી વારાણસી કોર્ટમાં સુનાવણી થશે. MP-MLAની સિનિયર કોર્ટે બુધવારે નીચલી કોર્ટના તે આદેશને રદ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી સુનાવણી યોગ્ય નથી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ) યજુવેન્દ્ર વિક્રમ સિંહે કેસને ફરીથી નીચલી કોર્ટમાં મોકલતા નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધી પર અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રાઉન યુનિવર્સિટીમાં ભગવાન રામને કાલ્પનિક ગણાવવાનો આરોપ છે. ગયા વર્ષે 12 મેના રોજ એડવોકેટ હરિશંકર પાંડેએ અરજી દાખલ કરી હતી. દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ભગવાન રામને ‘પૌરાણિક’ ગણાવ્યા હતા. 10 જૂન, 2026ના રોજ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ (MP-MLA) કોર્ટે અરજી ફગાવી દીધી હતી. આ આદેશ વિરુદ્ધ હરિશંકર પાંડેએ 26 સપ્ટેમ્બર, 2025ના રોજ જિલ્લા જજની કોર્ટમાં પુનરીક્ષણ અરજી દાખલ કરી હતી. અરજદારે કહ્યું- જો દોષિત ઠરશે તો 5 વર્ષની સજા સીનિયર એડવોકેટ હરિશંકર પાંડેએ કહ્યું- રાહુલ ગાંધી વિરુદ્ધ સુનાવણીનો સંપૂર્ણ આધાર છે. આ જ આધાર પર અમારી અરજી સ્વીકારવામાં આવી છે. કોર્ટે આ વાત સ્વીકારી છે કે રાહુલ ગાંધીએ ભગવાન રામને કાલ્પનિક કહ્યા હતા. તેમણે કહ્યું- રાહુલ ગાંધી વિરુદ્ધ BNSની કલમ- 163 અને 4 હેઠળ FIR નોંધવાની માગ કરવામાં આવી છે. આ કલમોમાં ગંભીર ગુનો માનવામાં આવે છે. જો રાહુલ દોષિત ઠરશે તો 5 વર્ષની સજા થઈ શકે છે. આગામી મહિનાના પહેલા સપ્તાહમાં કોર્ટમાં અરજી પર સુનાવણી થશે. ‘રાહુલ બેફામ નિવેદનો આપીને હિંદુઓનું અપમાન કરી રહ્યા છે’ એડવોકેટ હરિશંકર પાંડેયે અરજીમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી 21 એપ્રિલ, 2025ના રોજ અમેરિકાના બોસ્ટન ગયા હતા. ત્યાં બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે તેમનું એક સેશન હતું. અહીં રાહુલે ભગવાન શ્રીરામને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે ભગવાન રામને 'પૌરાણિક' ગણાવ્યા હતા. સાથે જ તે યુગ પર કહેવાતી વાર્તાઓને કાલ્પનિક કહી હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સતત સનાતન ધર્મના પૂર્વ અવતારો અને મહાન પ્રતીકો પર બેફામ નિવેદનો આપીને હિંદુઓનું અપમાન કરી રહી છે. રાહુલે કહ્યું હતું- BJPનો દૃષ્ટિકોણ નફરત ફેલાવનારો રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે હિંદુ રાષ્ટ્રવાદના સમયમાં બિનસાંપ્રદાયિક રાજનીતિ કેવી હોવી જોઈએ? શું મહાત્મા ગાંધીના વિચારોનો આની વિરુદ્ધ ઉપયોગ કરી શકાય છે? જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે- ભારતના તમામ મહાન સુધારકો અને વિચારકો, જેમ કે બુદ્ધ, ગુરુ નાનક, ગાંધી અને આંબેડકર ભેદભાવ વિના રહ્યા. આ લોકો ક્ષમાશીલ, દયાળુ અને સહનશીલ હતા. પરંતુ, ભાજપનો દૃષ્ટિકોણ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ નફરત ફેલાવનારો છે.
Read Original Article →