યુપીના લખીમપુરમાં રોડ અકસ્માતમાં 10ના મોત:ટ્રકે મેજિકને ટક્કર મારી, ઘણા લોકો સીટની વચ્ચે ફસાઈ ગયા તો ઘણા ઊલળીને બહાર ફેંકાયાં
UPના લખીમપુર ખીરીમાં સોમવારે સવારે 7.30 વાગ્યે રોડ અકસ્માતમાં 10 લોકોના મોત થયા. અહીં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સામેથી આવી રહેલા મેજિક વાહનને ટક્કર મારી. મેજિકમાં 2 મહિલાઓ સહિત કુલ 10 લોકો સવાર હતા. અકસ્માતમાં બધાના જીવ ગયા. ટક્કર એટલી ભયાનક હતી કે મેજિક ઘસડાતું 10 ફૂટ દૂર જઈને અટક્યું. તેમાં બેઠેલા લોકોના માથા ફાટી ગયા. એક વ્યક્તિનો આખો ચહેરો ઓળખ ન થાય તેવો થઈ ગયો. લોકો સીટની વચ્ચે જ ફસાઈ ગયા. બે લોકો ઉછળીને બહાર રોડ પર પડ્યા. આસપાસ હાજર લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસને જાણ કરી. રાહત કાર્ય શરૂ કર્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને એક ઘાયલને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યો. સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મેજિક વાહન લખીમપુરથી સિસૈયા તરફ જઈ રહ્યું હતું. તેને બહરાઈચથી આવી રહેલા ટ્રકે સામેથી ટક્કર મારી. ટ્રકની સ્પીડ ખૂબ જ વધારે હતી. અચાનક બેકાબૂ થઈ ગયો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર પીલીભીત-બસ્તી હાઈવે પર અદલીસપુર ગામ પાસે થયો. પોલીસે ટ્રકને કબજે લીધો, ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયા ખમરિયાના સીઓ શમશેર બહાદુર સિંહે જણાવ્યું- પોલીસે ટ્રકને કબજે લીધો છે. ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે. જ્યારે, સીએચસી ખમરિયાના અધિક્ષક ડો. અમિત કુમાર સિંહે જણાવ્યું- અકસ્માત બાદ 2 મહિલાઓ અને 7 પુરુષોના મૃતદેહ અહીં લાવવામાં આવ્યા હતા. ઘણા મૃતદેહો ખરાબ રીતે કચડાઈ ગયા હતા. એક ગંભીર રીતે ઘાયલ પુરુષને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં તેનું પણ મૃત્યુ થયું હતું.
Read Original Article →