તિરુપતિ લાડુ વિવાદ:તપાસ કર્યા વિના 70 લાખ કિલો ઘીનો ઉપયોગ થયો; ન સપ્લાયર્સને બ્લેક લિસ્ટ કર્યા, ન ખરીદી રોકી

National5/3/2026, 7:10:00 AM
તિરુપતિ લાડુ વિવાદ:તપાસ કર્યા વિના 70 લાખ કિલો ઘીનો ઉપયોગ થયો; ન સપ્લાયર્સને બ્લેક લિસ્ટ કર્યા, ન ખરીદી રોકી
આંધ્રપ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના લાડુ પ્રસાદ માટે ઘીની ખરીદીમાં ગંભીર અનિયમિતતાઓ અને સંગઠિત નેટવર્કનો પર્દાફાશ થયો છે. એક સભ્યની તપાસ સમિતિના અહેવાલ મુજબ, લગભગ 70 લાખ કિલો ઘી ફરજિયાત તપાસ વિના ખરીદવામાં આવ્યું હતું અને ઘણા કિસ્સાઓમાં લેબ રિપોર્ટ આવે તે પહેલાં જ તેનો પ્રસાદ બનાવવામાં ઉપયોગ કરી લેવામાં આવ્યો હતો. સમિતિએ મોટા પાયે વહીવટી નિષ્ફળતાઓ, પ્રક્રિયાના ઉલ્લંઘન અને સંભવિત મિલીભગતનો આરોપ લગાવ્યો છે. સમિતિનું કહેવું છે કે આ જ કારણોસર ભેળસેળયુક્ત ઘીનો પુરવઠો શક્ય બન્યો હતો. અહેવાલમાં પૂર્વ કાર્યકારી અધિકારી એ.વી. ધર્મા રેડ્ડીને મુખ્ય જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સમિતિએ તેમના પર ટેન્ડરના નિયમોને નબળા પાડવા, ભેળસેળની પુષ્ટિ થયા પછી પણ કાર્યવાહી ન કરવા, શંકાસ્પદ સપ્લાયર્સને કામ ચાલુ રાખવા દેવા જેવા આરોપો લગાવ્યા છે. ધર્મા રેડ્ડી અગાઉ કહી ચૂક્યા છે કે તમામ નિર્ણયો ખરીદ સમિતિના તમામ સભ્યોની સંમતિથી લેવામાં આવ્યા હતા અને કોન્ટ્રાક્ટના નિયમો મુજબ આપવામાં આવ્યા હતા. આ રીતે થયું ભક્તોના વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં ભેળસેળના પુરાવા હોવા છતાં ઘીનો ઉપયોગ થયો. રિપોર્ટ મુજબ, 3 ઓગસ્ટ 2022ના લેબ રિપોર્ટમાં તપાસવામાં આવેલા તમામ સેમ્પલમાં સિટોસ્ટેરોલ મળ્યું. આને વનસ્પતિ તેલની ભેળસેળનો સૂચક માનવામાં આવે છે. આમ છતાં રિપોર્ટ પર કાર્યવાહી થઈ નહીં. સપ્લાયર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા નહીં. ખરીદી પ્રક્રિયા અવિરત ચાલુ રહી. શું છે મામલો: આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં 2019 થી 2024 ની વચ્ચે અગાઉની YSRCP સરકારના કાર્યકાળમાં લાડુ પ્રસાદ બનાવવામાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયોગ થયો. YSRCPએ કહ્યું છે કે આરોપો રાજકીય હેતુથી લગાવવામાં આવી રહ્યા છે. ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ આ સમિતિ ફેબ્રુઆરી 2026માં બનાવવામાં આવી હતી. તેમાં નિવૃત્ત IAS અધિકારી દિનેશ કુમારનો સમાવેશ થાય છે. સમિતિને ટેન્ડર નિયમોમાં કથિત ઢીલ ઓળખવા, ઘીમાં ભેળસેળ માટે જવાબદાર લોકોને ઓળખવા, ખરીદ વ્યવસ્થામાં થયેલી ચૂક તપાસવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
Read Original Article →