મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહારમાંથી 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ:રમકડામાં બોમ્બ લગાવીને હુમલાની તૈયારી કરી રહ્યા હતા; રામ મંદિર અને સંસદ નિશાન પર હતા
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શનિવારે મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહારમાંથી 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ આતંકીઓ IED બનાવવા, ઓનલાઈન ભરતી કરવા અને દેશના મોટા ઠેકાણાઓ પર હુમલો કરવાની કાવતરું ઘડી રહ્યા હતા. આતંકીઓના નિશાન પર રામ મંદિર, સંસદ ભવન અને સૈન્ય ઠેકાણાં હતાં. આમાંથી એક આતંકીએ ડિસેમ્બર 2025માં લાલ કિલ્લાની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં કાળો ઝંડો બતાવતો એડિટેડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે એક આતંકી પાસેથી IED બનાવવાનો સામાન પણ મળી આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મોડ્યુલના બે સભ્યો સ્થાનિક સ્તરે સામગ્રી એકઠી કરીને રિમોટ કંટ્રોલથી ચાલતું IED તૈયાર કરી રહ્યા હતા. ખુરાસાનથી લશ્કર અને ગઝવા-એ-હિન્દ માટે તૈયારી પોલીસના જણાવ્યા અનુસાર, તમામ યુવકો આતંકવાદી વિચારધારાથી પ્રભાવિત છે. તેઓ “ખુરાસાનથી લશ્કર” અને “ગઝવા-એ-હિન્દ” જેવા વિચારોમાં વિશ્વાસ કરતા હતા અને પોતાને તેના માટે તૈયાર કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ મોસાઈબ અહેમદ ઉર્ફે સોનુ ઉર્ફે કલામ (થાણે, મહારાષ્ટ્ર), મોહમ્મદ હમ્માદ (મુંબઈ), શેખ ઇમરાન (ભુવનેશ્વર, ઓડિશા) અને મોહમ્મદ સોહેલ (કટિહાર, બિહાર) તરીકે થઈ છે. તમામ આરોપીઓ એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા ગ્રુપ્સના એડમિન તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ બંધ અને એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા ગ્રુપ્સના એડમિન અને મેમ્બર હતા. આ ગ્રુપ્સમાં જેહાદ, ખિલાફત અને ભરતી સંબંધિત વાતો થતી હતી. એક આરોપીએ ફોલોઅર્સને હથિયારો અને વિસ્ફોટકો એકઠા કરવાની અપીલ કરી અને ફંડિંગ માટે પોતાનો બેંક એકાઉન્ટ અને QR કોડ પણ શેર કર્યો. પોલીસે જણાવ્યું કે અન્ય એક આરોપીએ હથિયારો અને ફિઝિકલ ટ્રેનિંગ આપવાનું વચન આપ્યું હતું. તેણે ગ્રુપના સભ્યોને પૈસા એકઠા કરવાનું પણ કહ્યું અને ઓડિશામાં ટ્રેનિંગ આપવાની વાત કરી. શેખ ઇમરાન વિશે પોલીસે જણાવ્યું કે તેણે 2024માં કેટલાક ધાર્મિક ભાષણો સાંભળવાનું શરૂ કર્યું હતું, જેના પછી તે ધીમે ધીમે કટ્ટરપંથ તરફ વળ્યો. તેણે દિલ્હીમાં લાલ કિલ્લો અને ઇન્ડિયા ગેટ જેવા સંવેદનશીલ વિસ્તારોની રેકી પણ કરી હતી. જ્યારે મોસાઈબ અહેમદ અગાઉ વેલ્ડર, ઓટો મિકેનિક અને ઇલેક્ટ્રિશિયન રહી ચૂક્યો છે. તેણે હમ્માદની મદદથી રિમોટ કંટ્રોલ રમકડાની કારના સર્કિટમાં ફેરફાર કરીને IED બનાવવામાં સહયોગ કર્યો. મોહમ્મદ સોહેલ પર આરોપ છે કે તેણે ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને યુવાનોને ભડકાવ્યા. માર્ચ 2026માં તેણે ફોલોઅર્સને હથિયારો અને વિસ્ફોટકો એકઠા કરવાની અપીલ કરી અને તેના માટે ભંડોળ પણ માંગ્યું. દિલ્હી પોલીસે FIR નોંધી છે. ---------------------- આ સમાચાર પણ વાંચો: મુંબઈમાંથી જૈશના 2 આતંકવાદી પકડાયા:દિલ્હીમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા, ભારત વિરોધી મિશન ખિલાફત સાથે જોડાયેલા તાર દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને મહારાષ્ટ્ર ATS એ મુંબઈથી જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. બંને પર દિલ્હીમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
Read Original Article →