કેન્દ્રીય મંત્રી બંદી સંજયના પુત્ર પર POCSO કેસ:સગીરા સાથે જાતીય સતામણીનો આરોપ, આગોતરા જામીન અરજી દાખલ કરી; કહ્યું- હનીટ્રેપનો પ્રયાસ થયો

National5/12/2026, 3:50:44 PM
કેન્દ્રીય મંત્રી બંદી સંજયના પુત્ર પર POCSO કેસ:સગીરા સાથે જાતીય સતામણીનો આરોપ, આગોતરા જામીન અરજી દાખલ કરી; કહ્યું- હનીટ્રેપનો પ્રયાસ થયો
ભાજપ સરકારમાં કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારના 25 વર્ષના પુત્ર સાઈ ભાગીરથ પર 17 વર્ષની એક છોકરીની જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. સગીરાની માતાએ 8 મેના રોજ તેલંગાણાના હૈદરાબાદમાં પોક્સો એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. ભાગીરથે 12 મેના રોજ તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો. તેમણે આગોતરા જામીન સાથે-સાથે પોતાની વિરુદ્ધ દાખલ થયેલો ફોજદારી કેસ રદ કરવાની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મહિલાએ દીકરી દ્વારા તેમને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો. સગીરા સાથે સાત-આઠ મહિનાથી સંપર્કમાં હતા ભાગીરથ સગીરાની માતાનો આરોપ છે કે ભાગીરથ તેમની પુત્રી સાથે સંબંધમાં હતો અને આ દરમિયાન તેનું યૌન શોષણ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, બંને છેલ્લા સાત-આઠ મહિનાથી સંપર્કમાં હતા. જોકે, ભાગીરથે આરોપોનો ઇનકાર કર્યો છે. તેમણે તેલંગાણાના કરીમનગરમાં હની ટ્રેપ અને ખંડણીની ફરિયાદ નોંધાવી છે. મંત્રીના PRO દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મહિલાએ પોતાની પુત્રી દ્વારા ભાગીરથને ફસાવવાનો પ્રયાસ કર્યો અને બાદમાં મોટી રકમ માંગીને બ્લેકમેલ કર્યો. નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મહિલા પોતાની પુત્રીની ઉંમર ખોટી જણાવી રહી છે. તપાસ માટે SITની રચના, પોલીસે કહ્યું- આરોપી ફરાર પોલીસનું કહેવું છે કે આરોપી હાલ ફરાર છે અને ગુનો સાબિત થવા પર તેની ધરપકડ કરવામાં આવશે. જ્યારે તેલંગાણાની કોંગ્રેસ સરકારે કાર્યવાહીમાં વિલંબના આરોપો વચ્ચે એક વિશેષ તપાસ દળ (SIT) ની રચના કરી છે. આ મામલે ડીસીપી રિતિરાજે જણાવ્યું હતું કે પોલીસ કોલ ડિટેલ રેકોર્ડ (CDR) અને અન્ય માધ્યમોથી આરોપીની માહિતી એકઠી કરી રહી છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેના આધારે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. KTR એ બંદી સંજયના રાજીનામાની માગ કરી આ મામલે BRS નેતા કેટી રામા રાવ (KTR) એ તેલંગાણા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે પીડિતા સાથે અન્યાય થઈ રહ્યો છે અને ભાજપની ‘બેટી બચાવો’ ઝુંબેશ પર સવાલ ઉઠાવ્યા હતા. KTR એ માગ કરી કે કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમાર રાજીનામું આપે અથવા તેમને પદ પરથી હટાવવામાં આવે. KTR એ આરોપ લગાવ્યો કે મંત્રીના પુત્ર વિરુદ્ધ કાર્યવાહીમાં વિલંબ થયો અને પૂછ્યું કે શું તેમને કાયદામાં કોઈ વિશેષ છૂટ આપવામાં આવી છે.
Read Original Article →