મમતાએ કહ્યું-હુલ્લડ ભડકાવનારા દેશના નેતા બની ગયા:મોદીએ કહ્યું- DMKના કાળા કામ જનતા સામે આવ્યા, તમિલનાડુમાં NDA સત્તામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોઈમ્બતુરની જનસભામાં કહ્યું કે DMKના કાળા કામ જનતા જાણી ગઈ છે. કાળા કપડાં પહેરીને પોતાના ખોટા ઇરાદાઓને છુપાવી શકાય નહીં. તમિલનાડુની જનતા સંદેશ આપી રહી છે કે NDA સત્તામાં આવશે અને DMK બહાર જશે. તેમણે કહ્યું કે DMKની નીતિ છે 'પરિવાર દ્વારા, પરિવારનું અને પરિવાર માટે.' મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, દિલ્હીના જાણીતા સાંસદ, ફિલ્મ, મીડિયા હાઉસ, અને ઘણું બધું એક જ પરિવારના કન્ટ્રોલમાં છે. જ્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- આજે વડાપ્રધાન મોદી ફરી એકવાર ખોટી જાળમાં ફસાવીને દેશના લોકોને સંબોધન કર્યુ. ભાજપના શાસનમાં, જે લોકો ક્યારેક રમખાણો ભડકાવતા હતા, તેઓ હવે દેશના નેતા બની ગયા છે. તમિલનાડુના થુરૈયુરમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં મહિલાઓ સંબંધિત બિલનો ઉપયોગ સીમાંકન કરવા અને ચૂંટણી નકશાને બદલવા માટે કરવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષે સાથે મળીને આ પ્રયાસને રોકી દીધો. ચૂંટણી સંબંધિત ગઈકાલના 5 અપડેટ્સ…
Read Original Article →