અન્નામલાઈ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા:દાવો- BJPમાંથી સન્માનજનક વિદાય ઇચ્છે છે, 7 જૂને નિર્ણય લેશે

National6/2/2026, 11:06:57 AM
અન્નામલાઈ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા:દાવો- BJPમાંથી સન્માનજનક વિદાય ઇચ્છે છે, 7 જૂને નિર્ણય લેશે
તમિલનાડુ BJP ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ મંગળવારે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આ પહેલા તેમણે સવારે BJP અધ્યક્ષ નિતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત તેમના BJP છોડવાની ચર્ચાઓ વચ્ચે થઈ છે. સૂત્રો અનુસાર, તેઓ ભાજપમાંથી કોઈ ટકરાવ વગરની સન્માનજનક વિદાય ઈચ્છે છે. આ પછી તેઓ તમિલનાડુમાં ‘રાષ્ટ્રવાદી-તમિલ દર્શન’ આધારિત બિન-રાજકીય આંદોલન શરૂ કરશે, જેને જનભાવનાઓના આધારે પછીથી રાજકીય પક્ષમાં બદલી શકાય છે. અન્નામલાઈ 7 જૂને તેમના મુખ્ય સમર્થકો સાથે બેઠક કરશે. આ પછી તેઓ આગળની રણનીતિની જાહેરાત કરી શકે છે. યુવા વોટબેંકમાં તેમની પકડને જોતા તેમના આગલા પગલા પર રાજકીય પક્ષોની નજર છે. એવી પણ ચર્ચા છે કે RSS ઈચ્છે છે કે અન્નામલાઈ સાર્વજનિક જીવનમાં સક્રિય બની રહે. અન્નામલાઈ અને ભાજપમાં મતભેદ, 4 સંકેત... BJPને નુકસાન થઈ શકે છે રાજકીય વિશ્લેષક સુમંત સી. રમણના મતે અન્નામલાઈની 'એન મન્ન, એન મક્કલ' પદયાત્રા પછી તમિલનાડુમાં BJPનો વોટ શેર 2021ના 3%થી વધીને 2024માં 11% સુધી પહોંચ્યો હતો, જે 2026માં ફરી 3% પર છે. આવી સ્થિતિમાં તેમના આગામી રાજકીય પગલાને રાજ્યના રાજકારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રસ્તાઓ પર સમર્થનમાં પોસ્ટર લાગ્યા 4 જૂને અન્નામલાઈના જન્મદિવસ પહેલા ચેન્નઈના ઘણા વિસ્તારોમાં તેમના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો પર લખેલું છે- “Our Leader, Come and Lead Us” એટલે કે “અમારા નેતા, આવો અને અમારું નેતૃત્વ કરો.” અહીં, કોઈમ્બતુરમાં રસ્તા પર પણ ફેન્સે પોસ્ટર લગાવ્યા છે. તેના પર લખ્યું છે કે નિર્ભય વિચારની કોઈ સીમા હોતી નથી. તેમણે આંદોલન સાથે જોડવા માટે નવા સભ્યોને જોડવાનું પણ શરૂ કરી દીધું છે. તમિલનાડુમાં BJPને માત્ર 1 સીટ મળી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં BJP માત્ર 1 સીટ જીતી શકી, જ્યારે એક્ટર વિજયની 2 વર્ષ જૂની પાર્ટી TVKને 108 સીટ પર જીત મળી. આ DMK (59) અને AIDMK (47)ની કુલ સીટો કરતાં વધુ છે.
Read Original Article →