અન્નામલાઈની નવી પાર્ટીમાં 10 લાખ લોકો જોડાયા:લોન્ચ થયાના 10 કલાકની અંદર રજીસ્ટ્રેશન; સમર્થનમાં તમિલનાડુ ભાજપ ઉપાધ્યક્ષે પણ રાજીનામું આપ્યું

National6/6/2026, 3:31:06 AM
અન્નામલાઈની નવી પાર્ટીમાં 10 લાખ લોકો જોડાયા:લોન્ચ થયાના 10 કલાકની અંદર રજીસ્ટ્રેશન; સમર્થનમાં તમિલનાડુ ભાજપ ઉપાધ્યક્ષે પણ રાજીનામું આપ્યું
તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ કે. અન્નામલાઈની નવી પાર્ટી ‘ઇધુ નમ્મા ઇયક્કમ’ને શરૂઆતમાં જ મોટો જનસમર્થન મળવાનો દાવો કરવામાં આવ્યો છે. અન્નામલાઈ અનુસાર, આંદોલન શરૂ થયાના 10 કલાકની અંદર 10 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અન્નામલાઈએ તેને લોકોનું આંદોલન ગણાવતા કહ્યું કે આ રાજ્યના ભવિષ્યને લઈને સમાન વિચાર અને મિશનનું પ્રતીક છે. અન્નામલાઈએ 2 જૂને ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેનો પત્ર શુક્રવારે સામે આવ્યો. અન્નામલાઈના સમર્થનમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ કરુ નાગરાજન પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું- મેં અને ઘણા ભાજપ નેતાઓએ અન્નામલાઈને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અન્નામલાઈએ કહ્યું- અમારી પાર્ટી 2031ની વિધાનસભા ચૂંટણી લડશે અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ 5 જૂને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પર વીડિયો મેસેજમાં કહ્યું, ‘આજે અમે અમારું સ્વતંત્ર આંદોલન ઊભું કરી રહ્યા છીએ. અમારી પાર્ટી તમિલનાડુમાં 2031ની વિધાનસભા ચૂંટણી લડશે.’ તેમણે ‘We The Leaders’ નામથી નવું પ્લેટફોર્મ અને wetheleader.org વેબસાઇટ પણ લોન્ચ કરી. આ સાથે જ કોઈમ્બતૂરમાં એપીજે અબ્દુલ કલામ સેન્ટર ફોર ઇથિક્સ એન્ડ પોલિટિક્સ સંસ્થા પણ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. અન્નામલાઈ કર્ણાટક કેડરના IPS અધિકારી રહ્યા છે. અન્નામલાઈ બોલ્યા- બદલાવ, આમ આદમીની રાજનીતિ કરશે, 5 વાતો… અન્નામલાઈ IPS અધિકારી, છ વર્ષ ભાજપમાં રહ્યા અન્નામલાઈ કર્ણાટક કેડરના IPS અધિકારી રહ્યા છે. નોકરી છોડીને 2020માં ભાજપ સાથે જોડાયા. પાર્ટીએ પહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પછી અધ્યક્ષ બનાવ્યા. તેમણે તમિલનાડુમાં ભાજપને મજબૂતી આપી. તેઓ આક્રમક રાજનીતિને કારણે લોકપ્રિય થયા. રાજ્ય પ્રમુખ પદ પરથી હટાવવામાં આવતા અને AIADMK સાથે ભાજપના ગઠબંધનથી નારાજ હતા. તમિલનાડુમાં આ જ વર્ષે ચૂંટણીઓ થઈ, BJP માત્ર 1 સીટ જીતી તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. 4 મેના રોજ આવેલા પરિણામોમાં અભિનેતા વિજયની 2 વર્ષ જૂની પાર્ટી TVKને 108 બેઠકો મળી હતી. TVKએ કોંગ્રેસ અને અન્ય નાની પાર્ટીઓ સાથે મળીને રાજ્યમાં પ્રથમ વખત સરકાર બનાવી. DMKને 59 અને AIDMKને 47 બેઠકો પર જીત મળી. AIADMK સાથે ગઠબંધનમાં ચૂંટણી લડનાર ભાજપે 27 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પરંતુ માત્ર એક બેઠક પર જીત મેળવી શકી હતી. ચૂંટણી પરિણામો પછી જ અન્નામલાઈના પાર્ટી છોડવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. --------------------------- આ સમાચાર પણ વાંચો… તમિલનાડુમાં ભાજપ છોડતા જ અન્નામલાઈએ નવી પાર્ટી બનાવી:આગામી ચૂંટણી લડવાની જાહેરાત; કહ્યું- મતભેદ હતા તમિલનાડુ BJPના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ શુક્રવારે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજમાં અન્નામલાઈએ કહ્યું કે આજે અમે એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી રાજકીય પાર્ટી તમિલનાડુમાં 2031માં આગામી વિધાનસભા ચૂંટણી લડશે.
Read Original Article →