સુવેન્દુ અધિકારીના PA મર્ડર કેસની તપાસ CBI કરશે:7 અધિકારીઓની SIT ગઠિત; બિહાર-યુપીમાંથી ધરપકડ કરાયેલા 3 આરોપી 13 દિવસની પોલીસ કસ્ટડીમાં

National5/12/2026, 5:57:31 AM
સુવેન્દુ અધિકારીના PA મર્ડર કેસની તપાસ CBI કરશે:7 અધિકારીઓની SIT ગઠિત; બિહાર-યુપીમાંથી ધરપકડ કરાયેલા 3 આરોપી 13 દિવસની પોલીસ કસ્ટડીમાં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યા કેસની તપાસ હવે CBI કરશે. CBIએ કેસ પોતાના હાથમાં લેતા જ 7 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે. ટીમનું નેતૃત્વ DIG રેન્કના અધિકારી કરશે. આ કેસમાં અત્યાર સુધી બિહાર અને યુપીમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે ત્રણેયને નોર્થ 24 પરગણાની બારાસાત કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને 13 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. બંગાળ ચૂંટણીના પરિણામોના બે દિવસ પછી 6 મેના રોજ નોર્થ 24 પરગણાના મધ્યમગ્રામમાં 42 વર્ષીય ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે તેમની કાર રોકીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં તેમને છાતી અને પેટમાં ત્રણ ગોળીઓ વાગી હતી. બિહાર અને યુપીમાંથી 3 આરોપી પકડાયા પોલીસે મયંક રાજ મિશ્રા, વિકી મૌર્ય અને રાજ સિંહની ધરપકડ કરી છે. મયંક અને વિકીને બિહારના બક્સરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, ઉત્તર પ્રદેશના બલિયાના રહેવાસી રાજ સિંહને 10 મેના રોજ અયોધ્યાથી પકડવામાં આવ્યો હતો. ધરપકડ બાદ રાજ સિંહનું એક પોસ્ટર સામે આવ્યું છે. તેમાં તેણે પોતાને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રદેશ મહાસચિવ ગણાવ્યા છે. તેના ફેસબુક એકાઉન્ટમાં મંત્રી દયાશંકર સિંહ સાથેની તસવીર છે. પૂર્વ સાંસદ બ્રિજભૂષણ સિંહ સાથે તેની રીલ પણ છે. અદાલતે આરોપીઓને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. સરકારી વકીલ બિવાસ ચેટર્જીએ જણાવ્યું કે, ફરિયાદી પક્ષે પુરાવા નષ્ટ કરવા સંબંધિત કલમ ઉમેરવાની માગ કરી હતી, જેને અદાલતે મંજૂર કરી લીધી. હત્યામાં 8 લોકો સામેલ હોવાની શંકા તપાસ એજન્સીઓનું માનવું છે કે હત્યાના ષડયંત્ર અને ઘટનામાં ઓછામાં ઓછા 8 લોકો સામેલ હતા. આરોપીઓએ ઘટના પહેલા ઘણા દિવસો સુધી રેકી કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે હુમલાખોરોની કાર હત્યા પહેલા બાલી ટોલ પ્લાઝા પરથી પસાર થઈ હતી. અહીં કારમાં હાજર એક વ્યક્તિએ UPI દ્વારા ટોલ પેમેન્ટ કર્યું હતું. આ જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા મોબાઈલ નંબર દ્વારા પોલીસે એક આરોપીની ઓળખ કરી અને પછી બાકીના આરોપીઓ સુધી પહોંચી ગઈ. પોલીસ હવે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખને ટોલ પ્લાઝાના CCTV ફૂટેજ અને વાહનની તસવીરો સાથે મેચ કરી રહી છે. અધિકારીઓના મતે, હુમલાખોરોએ ઓળખ છુપાવવા અને હિલચાલ છુપાવવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવી હતી. હુમલાખોરોની કાર-બાઇક જપ્ત, નંબર નકલી નીકળ્યો બંગાળ પોલીસે પ્રાથમિક તપાસ બાદ રથની હત્યામાં સુપારી કિલર સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સંકેતો મળ્યા છે કે રથની હત્યા પ્લાનિંગ હેઠળ કરવામાં આવી અને તેમાં પ્રોફેશનલ શૂટર્સ સામેલ હોઈ શકે છે. પોલીસે ઘટનાસ્થળેથી એક કાર જપ્ત કરી, જેનાથી રથની સ્કોર્પિયોનો પીછો કરવામાં આવ્યો હતો. કારની નંબર પ્લેટ નકલી નીકળી. કારનો ચેસિસ અને એન્જિન નંબર ભૂંસી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હુમલામાં બે બાઇક સામેલ હતી. તેમાંથી એક મોટરસાઇકલ પણ ઘટનાસ્થળેથી લગભગ 4 કિમી દૂર ચાની દુકાન પાસે મળી. તેના પર પણ નકલી નંબર પ્લેટ લાગેલી હતી. સુવેન્દુ TMCમાં હતા, ત્યારથી ચંદ્રનાથ તેમની સાથે હતા ચંદ્રનાથ પહેલા એરફોર્સમાં ઓફિસર હતા. VRS લીધા પછી થોડો સમય કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. ત્યારબાદ રાજકારણમાં આવ્યા. સુવેન્દુ જ્યારે તૃણમૂલ કોંગ્રેસમાં હતા, ત્યારથી ચંદ્રનાથ તેમના માટે કામ કરી રહ્યા હતા. તેમને સુવેન્દુ અધિકારીના ખૂબ જ નજીકના લોકોમાં ગણવામાં આવતા હતા. ચંદ્રનાથ 2019માં સુવેન્દુની ઓફિશિયલ ટીમનો ભાગ બન્યા, ત્યારે સુવેન્દુ મમતા બેનર્જી સરકારમાં મંત્રી હતા. ચંદ્રનાથે ભવાનીપુરમાં સુવેન્દુના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી હતી. ભવાનીપુર એ જ બેઠક છે જ્યાંથી સુવેન્દુએ મમતા બેનર્જીને વિધાનસભા ચૂંટણીમાં લગભગ 15 હજાર મતોથી હરાવ્યા છે. ચંદ્રનાથની માતા પણ સુવેન્દુ સાથે ભાજપમાં ગયા હતા સુવેન્દુની જેમ ચંદ્રનાથનો પરિવાર પણ પહેલા TMC સાથે જોડાયેલો હતો. તેમની માતા હાશી રથે TMC શાસન દરમિયાન પૂર્વ મેદિિનીપુરમાં સ્થાનિક પંચાયત સંસ્થામાં પદ સંભાળ્યું હતું, પરંતુ 2020માં સુવેન્દુ અધિકારી સાથે ભાજપમાં જોડાઈ ગયા. ચંદ્રનાથ શાંત સ્વભાવના અને લો-પ્રોફાઇલ હતા. તેમણે રહારા રામકૃષ્ણ મિશનમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઘણા વર્ષો સુધી સુવેન્દુના નજીકના હોવા છતાં, તેઓ હેડલાઇન્સથી દૂર જ રહેતા હતા. ચંદ્રકાંતનો સુવેન્દુ સાથે કોઈ ફોટો નથી. આખી ઘટનાને 90 મિનિટની ટાઈમલાઈનથી સમજો… ચંદ્રનાથ લગભગ 9 વાગ્યે કોલકાતાથી નીકળ્યા : ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામમાં પોતાના ભાડાના ઘરે જવા માટે સ્કોર્પિયોથી પાછા ફરી રહ્યા હતા. ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો હતો. ચંદ્રનાથ બાજુમાં બેઠા હતા. રાત્રે 10 વાગ્યે CCTVમાં સ્કોર્પિયો દેખાઈ : કોલકાતાથી લગભગ 20 કિલોમીટર દૂર મધ્યમગ્રામમાં રાત્રે 9:58 વાગ્યે એક CCTV કેમેરામાં ચંદ્રનાથની સ્કોર્પિયો રસ્તા પરથી પસાર થતી દેખાઈ. સ્કોર્પિયો પસાર થયાના થોડા સમય પછી, તે વિસ્તારમાંથી એક કાર અને બે બાઇક પર સવાર ત્રણ લોકો પાછળ જતા દેખાયા. CCTV ફૂટેજમાં સુવેન્દુના PA ચંદ્રનાથ રથની ગાડી પસાર થતી જોવા મળી રહી છે. 10:30 વાગ્યે કારે સ્કોર્પિયોનો રસ્તો રોક્યો : મધ્યમગ્રામના દોહરિયા જંકશન પાસે કાર સ્કોર્પિયોથી આગળ નીકળી ગઈ અને સામે જઈને ગાડી રોકી દીધી. સ્કોર્પિયો ડ્રાઈવરને ગાડી રોકવી પડી. બાઇક પર સવાર હુમલાખોરે ફાયરિંગ શરૂ કર્યું: જ્યાં સુધી ચંદ્રનાથ અને તેમનો ડ્રાઇવર કંઈ સમજી શકે ત્યાં સુધી, બાઇક સવાર હુમલાખોરો ડાબી બાજુ આવ્યા અને 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. કાર છોડીને ભાગ્યા બદમાશો: ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો કારને ત્યાં જ છોડીને મોટરસાયકલ પર સવાર થઈને બે અલગ-અલગ રસ્તાઓથી ફરાર થઈ ગયા. કારની નંબર પ્લેટ નકલી: પોલીસે ઘટનાસ્થળેથી કાર જપ્ત કરી હતી, પરંતુ નંબરની તપાસ કરતાં તે નકલી નીકળ્યો. કારના ચેસિસ નંબર સાથે પણ ચેડાં કરવામાં આવ્યા હતા. હત્યામાં ગ્લોક 47X પિસ્તોલનો ઉપયોગ: હુમલાખોરોએ ગ્લોક 47X પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આવા આધુનિક હથિયારોનો ઉપયોગ કોઈ સામાન્ય ગુનેગાર કરતા નથી. જે રીતે હુમલો થયો, તે કોઈ પ્રોફેશનલ શૂટર જ કરી શકે છે.
Read Original Article →