કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી:કોર્ટે વકીલને કહ્યું- આટલા ભાવુક ન થાઓ; ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીના 2.29 કરોડ ફોલોઅર્સ

National5/25/2026, 7:06:06 AM
કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી:કોર્ટે વકીલને કહ્યું- આટલા ભાવુક ન થાઓ; ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીના 2.29 કરોડ ફોલોઅર્સ
સુપ્રીમ કોર્ટે સોમવારે કોકરોચ જનતા પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિઓની ગતિવિધિઓની CBI દ્વારા તપાસ કરાવવાની માંગ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. કોકરોચ જનતા પાર્ટી એક સોશિયલ મીડિયા આંદોલન છે જે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની તાજેતરની કોકરોચ ટિપ્પણી પછી સામે આવ્યું. કોર્ટમાં અરજદારના વકીલ એનકે ગોસ્વામીએ કહ્યું કે પાર્ટી, ન્યાયતંત્રની છબી ખરાબ કરી રહી છે. ત્યારબાદ CJI અને જસ્ટિસ જોયમાલ્યસ બાગચી અને વીએમ પંચોલીની બેન્ચે કહ્યું- આને આટલી ભાવુકતાથી ન લો. સુપ્રીમ કોર્ટમાં બીજું શું થયું, વાંચો કોર્ટ રૂમ પ્રોસીડિંગ કોર્ટ રૂમમાં હાજર અન્ય એક વકીલે આ મામલે જણાવ્યું કે અરજદારો નકલી વકીલની ડિગ્રીના મામલે CBI તપાસની માગ કરી રહ્યા છે, અને સાથે એમ પણ કહ્યું કે કોર્ટમાં થતી વાતચીતનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરી શકાય નહીં. આના પર CJIએ જવાબ આપ્યો કે હાલમાં આવી કોઈ ગંભીર કટોકટી નથી. જોઈએ શું થાય છે. આ અરજી એડવોકેટ રાજા ચૌધરીએ દાખલ કરી હતી. જેમાં આંદોલન સાથે સંકળાયેલા વ્યક્તિઓના નકલી વકીલો અને નકલી કાયદાની ડિગ્રીઓની તપાસની પણ માગ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ તાજેતરની કાર્યવાહી દરમિયાન આપવામાં આવેલા મૌખિક અદાલતી નિવેદનોના વ્યાપારીકરણ સામે પણ કાર્યવાહીની માગ કરી છે. CJI સૂર્યકાંતની ટિપ્પણી બાદ જ CJPની રચના થઈ ચીફ જસ્ટિસ (CJI) એ 15 મેના રોજ એક સુનાવણી દરમિયાન બેરોજગાર યુવાનોને કોકરોચ કહ્યા હતા. આના વિરોધમાં 1 દિવસ પછી 16 મેના રોજ કોકરોચ જનતા પાર્ટીની રચના થઈ હતી. સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં CJPના ઇન્સ્ટાગ્રામ પર 2.29 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. મહારાષ્ટ્ર- દીપકેના ઘરની બહાર પોલીસ તૈનાત મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સ્થિત CJP ફાઉન્ડર અભિજીત દીપકેના ઘરે 24 કલાક પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસ ઉપાયુક્ત પંકજ અતુલકરે જણાવ્યું કે આ તૈનાતી સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર CJPનો મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે, તેથી તેમના ઘરની બહાર ભીડ ન જમા થાય તે ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, તેમણે કોઈપણ પ્રકારની સત્તાવાર ધમકી મળવાનો ઇનકાર કર્યો હતો. CJPની વેબસાઇટ હજુ પણ બંધ આ પહેલા શનિવારે અભિજીતે જણાવ્યું હતું કે તેમની પાર્ટીની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે. દીપકેએ બપોરે 1.14 વાગ્યે X પર કહ્યું હતું કે- સરકારે અમારી વેબસાઇટ બંધ કરી દીધી છે. તેના પર 10 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 6 લાખ લોકોએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરતી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, આ વેબસાઇટ હજુ બંધ છે. તેને ખોલવા પર 'ધીસ સાઇટ કાન્ટ બી રીચ્ડ' (This site can't be reached) નો મેસેજ ફ્લેશ થઈ રહ્યો છે.
Read Original Article →