સુભાષચંદ્ર બોઝને 'રાષ્ટ્રપુત્ર' જાહેર કરવાની માંગ ફગાવી:સુપ્રીમ કોર્ટે કહ્યું- પબ્લિસિટી માટે બધું કરો છો, કોર્ટમાં પગ પણ મુકવા નહી દઈએ
સુપ્રીમ કોર્ટે નેતાજી સુભાષચંદ્ર બોઝને 'રાષ્ટ્રપુત્ર' જાહેર કરવા અને આઝાદ હિંદ ફોજ (INA) ને ભારતની આઝાદીનો શ્રેય આપવાની માંગ કરતી PIL ફગાવી દીધી. કોર્ટે અરજદારને “સુધરી ન શકે તેવા” ગણાવ્યા અને સખત ટિપ્પણી કરી. સોમવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે અરજદાર પિનાકપાણી મોહંતીને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે તેઓ અગાઉ પણ આવી જ અરજી કરી ચૂક્યા છે અને હવે કોર્ટનો સમય બગાડી રહ્યા છે. કોર્ટે ચેતવણી આપી કે જો આવું જ ચાલતું રહેશે તો અરજદારના સુપ્રીમ કોર્ટમાં આવવા પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. સાથે જ રજિસ્ટ્રીને નિર્દેશ આપવામાં આવ્યો કે ભવિષ્યમાં તેમની કોઈ PIL મંજૂર ન કરવામાં આવે. અરજદારની 3 માંગણીઓ 2 વર્ષ પહેલા પણ ફગાવી દેવાયેલી અરજી મોહંતીએ આ પહેલા 2024 માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુની તપાસની માંગ કરતા એક જનહિત અરજી કરી હતી. તે કેસમાં, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે અરજદારના ઇરાદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ ચૂંટણીઓના સંદર્ભમાં અરજી કરવાના સમય પર સવાલ પૂછ્યો હતો. "તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" સુભાષ ચંદ્ર બોઝ એક મહાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી નેતા હતા, જેમને પ્રેમથી "નેતાજી" તરીકે ઓળખવામાં આવે છે. તેમણે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઈને વધુ તીવ્ર બનાવવા માટે એક અલગ રસ્તો અપનાવ્યો. મહાત્મા ગાંધી અહિંસાના માર્ગ પર હતા, જ્યારે બોઝ માનતા હતા કે સશસ્ત્ર સંઘર્ષ પણ જરૂરી છે. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદ હિન્દ ફોઝ (INA)નું નેતૃત્વ કર્યું અને "તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા"નો નારો આપ્યો હતો. -----------------------
આ સમાચાર પણ વાંચો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પબ્લિક ઇવેન્ટ્સમાં વંદેમાતરમ ફરજિયાત નથી: કહ્યું- જ્યારે આ માટે સજા થવા લાગશે, ત્યારે વિચાર કરીશું; અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે બુધવારે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગાવા અંગે ગૃહ મંત્રાલયના પરિપત્ર સામે કરવામાં આવેલી અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે પબ્લિક પ્લેસ અને સાર્વજનિક કાર્યક્રમો માટે જારી કરાયેલ આ નિર્દેશ ફરજિયાત નથી. પરિપત્રને પડકારતી અરજી સમય પહેલા કરવામાં આવી છે.
Read Original Article →