PM મોદી આજે બંગાળમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે:સ્ટાલિનનો NDAને પડકાર- હિંમત હોય તો તમિલનાડુમાં 3-લેંગ્વેજ પોલિસીની જાહેરાત કરે

National4/5/2026, 3:43:45 AM
PM મોદી આજે બંગાળમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે:સ્ટાલિનનો NDAને પડકાર- હિંમત હોય તો તમિલનાડુમાં 3-લેંગ્વેજ પોલિસીની જાહેરાત કરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કૂચબિહારમાં રેલી સાથે પશ્ચિમ બંગાળમાં ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. તેઓ બપોરે રાસ મેળા મેદાનમાં આયોજિત ‘વિજય સંકલ્પ સભા’ને સંબોધિત કરશે. રેલીમાં મોદી ‘વિકસિત બંગાળ’નું વિઝન રજૂ કરશે અને શાસન, કાયદો અને વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર TMC સરકારને ઘેરી શકે છે. આ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી રાજ્યમાં તેમની પ્રથમ ચૂંટણી રેલી હશે. મોદીએ છેલ્લી વાર 14 માર્ચે રાજ્યની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં એક રેલીને સંબોધન કરી હતી અને લગભગ ₹18,680 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તરફ, તમિલનાડુના CM સ્ટાલિને ચૂંટણી રેલીમાં NDAને ખુલ્લો પડકાર ફેંક્યો. તેમણે કહ્યું- જો પીએમ મોદી, ગૃહમંત્રી શાહ અને શિક્ષણ મંત્રીમાં હિંમત હોય તો તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાં 3-લેંગ્વેજ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરે. ચૂંટણી સંબંધિત અપડેટ્સ પાંચેય રાજ્યોમાં ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
Read Original Article →