સોનિયા ગાંધીની તબિયત લથડી:આજે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

National5/13/2026, 5:27:06 AM
સોનિયા ગાંધીની તબિયત લથડી:આજે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને બુધવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની નાની મેડિકલ પ્રોસિજર થવાની છે. આ પહેલા માર્ચમાં પણ તેમની તબિયત લથડતા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને કેટલાક દિવસો સુધી ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. માર્ચમાં પ્રદૂષણને કારણે ખાંસીની તકલીફ થઈ હતી માર્ચમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે. તે સમયે તેમની હાલત સ્થિર હતી અને તેમને છાતી રોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર સોનિયા ગાંધીને લાંબા સમયથી ઉધરસની સમસ્યા હતી, જેના કારણે તેઓ સમયાંતરે ચેકઅપ માટે આવતા રહે છે. ખાસ કરીને દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તેમની તકલીફ વધી જાય છે. સોનિયા ગાંધી ડિસેમ્બર 2025માં 79 વર્ષના થઈ ચૂક્યા છે. 11 મહિના પહેલાં અચાનક બ્લડ પ્રેશર વધી ગયું હતું 11 મહિના પહેલાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું હતું. તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોની એક ટીમે તેમની તપાસ કરી હતી. IGMCના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. અમન ચૌહાણે કહ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી. સોનિયા ગાંધી એકદમ સ્વસ્થ છે. તેઓ બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ માટે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ચેકઅપ પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
Read Original Article →