દરેક ધાર્મિક પ્રથાને કોર્ટમાં પડકારવી યોગ્ય નથી:સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- તેનાથી અનેક કેસ આવશે, ધર્મ-સમાજ પર અસર પડશે

National5/7/2026, 10:00:42 AM
દરેક ધાર્મિક પ્રથાને કોર્ટમાં પડકારવી યોગ્ય નથી:સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- તેનાથી અનેક કેસ આવશે, ધર્મ-સમાજ પર અસર પડશે
સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે જો લોકો ધાર્મિક પ્રથાઓ અને ધર્મના મામલાઓને બંધારણીય અદાલતમાં પડકારવા લાગશે, તો તેનાથી ધર્મ અને સભ્યતા પર અસર પડી શકે છે. કોર્ટે કહ્યું કે તેનાથી અનેક અરજીઓ આવશે અને દરેક રિવાજ પર સવાલો ઉઠવા લાગશે. આ ટિપ્પણી નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કરી હતી, જે અલગ-અલગ ધર્મોમાં ધાર્મિક સ્વતંત્રતાના દાયરા અને મહિલાઓ સાથેના ભેદભાવ સંબંધિત કેસોની સુનાવણી કરી રહી છે. તેમાં કેરળના સબરીમાલા મંદિર સાથે સંકળાયેલો મામલો અને દાઉદી બોહરા સમુદાયનો કેસ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે બુધવારે 40 વર્ષ જૂની જનહિત અરજી (PIL)ની કાયદેસરતા પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે જો દરેક વ્યક્તિ ધાર્મિક પ્રથાઓ પર સવાલ ઉઠાવશે, તો ભારતીય સમાજ પર અસર પડશે, કારણ કે અહીં ધર્મ સમાજ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. તેમણે કહ્યું, દરેક અધિકાર પર સવાલો ઉઠશે- મંદિર ખુલવા કે બંધ થવા સુધીના મામલા કોર્ટમાં આવશે. જસ્ટિસ એમ એમ સુંદરેશે કહ્યું કે જો આવા વિવાદોને સતત મંજૂરી આપવામાં આવશે, તો દરેક વ્યક્તિ દરેક વસ્તુ પર સવાલ ઉઠાવશે. તેમણે કહ્યું કે તેનાથી ધર્મ તૂટી શકે છે અને બંધારણીય અદાલતો પર પણ અસર પડશે. મામલો દાઉદી બોહરા સમુદાય સાથે જોડાયેલો આ મામલો દાઉદી બોહરા સમુદાય સાથે જોડાયેલો છે. સમુદાયના કેન્દ્રીય બોર્ડે 1986માં જનહિત અરજી દાખલ કરી હતી, જેમાં 1962ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. તે નિર્ણયમાં બોમ્બે પ્રિવેન્શન ઓફ એક્સકમ્યુનિકેશન એક્ટ, 1949 રદ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ કોઈ સભ્યને સમુદાયમાંથી બહાર કાઢવો ગેરકાનૂની હતો. 1962ના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે ધાર્મિક આધારે કોઈ સભ્યને સમુદાયમાંથી બહાર કાઢવો, સમુદાયના ધાર્મિક મામલાઓના સંચાલનનો ભાગ છે. તેથી 1949નો કાયદો બંધારણના અનુચ્છેદ 26(બી) હેઠળ મળેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ધાર્મિક પ્રથાઓ પર સવાલ ક્યાં અને કેવી રીતે ઉઠાવવા જોઈએ સુધારાવાદી દાઉદી બોહરા જૂથ વતી વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને કોર્ટમાં દલીલ કરી હતી કે જો કોઈ પ્રથા સામાજિક કે ખાનગી કારણોસર જોડાયેલી હોય, તો તેને બંધારણના અનુચ્છેદ 25 અને 26 હેઠળ ધાર્મિક સુરક્ષા મળવી ન જોઈએ. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રથા જો મૌલિક અધિકારો પર નકારાત્મક અસર કરતી હોય, તો તેને મર્યાદિત કરી શકાય છે. તેના પર જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે એ નક્કી કરવું જરૂરી છે કે ધાર્મિક પ્રથાઓ પર સવાલ ક્યાં અને કેવી રીતે ઉઠાવવા જોઈએ- શું તે સમુદાયની અંદર થવું જોઈએ કે રાજ્ય કે કોર્ટે દખલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતની ઓળખ તેની વિવિધતા અને સભ્યતાથી છે અને ધર્મ તેમાં એક સ્થાયી તત્વ છે. તેને તોડવું યોગ્ય નહીં હોય. સબરીમાલા કેસ પર 7 એપ્રિલથી સુનાવણી થઈ સબરીમાલા મંદિર કેસ પર 7 એપ્રિલથી સુનાવણી શરૂ થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે મહિલાઓની એન્ટ્રીના વિરોધમાં દલીલો રજૂ કરી. સરકારે કહ્યું હતું કે દેશના ઘણા દેવી મંદિરોમાં પુરુષોની એન્ટ્રી પણ પ્રતિબંધિત છે, તેથી ધાર્મિક પરંપરાઓનું સન્માન કરવું જોઈએ. ------------------------------------------------------------------- આ સમાચાર પણ વાંચો… સબરીમાલા કેસ, સુપ્રીમ કોર્ટે કહ્યું- વારંવાર વલણ બદલી શકાય નહીં:બોહરા સમાજમાં બહિષ્કાર અને ધાર્મિક અધિકારો પર 1986ની PILની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા સુપ્રીમ કોર્ટમાં બુધવારે સબરીમાલા કેસની સુનાવણી થઈ. કોર્ટે 40 વર્ષ જૂની જનહિત અરજી (PIL)ની કાયદેસરતા પર સવાલો ઉઠાવ્યા. આ અરજી દાઉદી બોહરા સમુદાયમાં બહિષ્કાર (એક્સકમ્યુનિકેશન)ના અધિકાર અને તેના બંધારણીય સંરક્ષણ સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે તેને જૂના નિર્ણય સાથે રહેવું પડશે અને તે પોતાનો દૃષ્ટિકોણ અચાનક બદલી શકશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →