રાજ્યસભા ચૂંટણી- ભાજપે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી:MPમાંથી તરુણ ચુગ, રાજસ્થાનમાંથી સતીશ પૂનિયા ઉમેદવાર; 26 બેઠકો પર 18 જૂને ચૂંટણી

National6/4/2026, 2:29:40 PM
રાજ્યસભા ચૂંટણી- ભાજપે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી:MPમાંથી તરુણ ચુગ, રાજસ્થાનમાંથી સતીશ પૂનિયા ઉમેદવાર; 26 બેઠકો પર 18 જૂને ચૂંટણી
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે મધ્યપ્રદેશની બે બેઠકો માટે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને ઉદ્યોગપતિ રજનીશ અગ્રવાલને ઉમેદવાર બનાવ્યા છે. રાજસ્થાનમાંથી પૂર્વ પ્રદેશાધ્યક્ષ ડો. સતીશ પૂનિયા અને ડો. અલકા ગુર્જરને ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતની ચાર બેઠકો પર રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કણઝારીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશમાંથી તાઈ તાગક અને મણિપુરથી એ. શારદા દેવીને ટિકિટ મળી છે. ઓડિશામાં રાજ્યસભાની ખાલી બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પાર્ટીએ દેબાશિષ સામંતરાયને ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પેટાચૂંટણી દ્વારા ભરવામાં આવશે. 12 રાજ્યોની 26 રાજ્યસભા બેઠકો પર 18 જૂને ચૂંટણી યોજાશે. નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. તમિલનાડુ, મેઘાલય અને મિઝોરમમાં પણ ઉમેદવારો જાહેર NDA પાસે 26માંથી 18 બેઠકો રાજ્યસભાની જે 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાંથી NDA પાસે હાલમાં 18 (આંધ્ર પ્રદેશમાંથી 1, ગુજરાતમાંથી 4, કર્ણાટકમાંથી 3, રાજસ્થાન-મધ્ય પ્રદેશમાંથી 2-2, ઝારખંડ, મણિપુર, મેઘાલય, અરુણાચલ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી એક-એક બેઠક છે). જ્યારે કોંગ્રેસ ગઠબંધન પાસે 5 બેઠકો છે. જ્યારે અન્ય ત્રણ બેઠકો YSRCPના ખાતામાં છે. આ ચૂંટણીઓમાં NDAને 17 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને પાંચ, JMMને બે અને TVKને એક બેઠક મળવાની અપેક્ષા છે. એક બેઠક મિઝોરમમાં ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ જીતી શકે છે. YSRCP તેની ત્રણેય બેઠકો ગુમાવી શકે છે. 244 સભ્યોવાળા ઉપલા ગૃહમાં NDA પાસે હાલમાં 149 સાંસદો છે, જ્યારે વિપક્ષ પાસે 78 અને બિન-ગઠબંધનવાળા પ્રાદેશિક પક્ષો પાસે 17 સાંસદો છે. આ રીતે થાય છે રાજ્યસભાની ચૂંટણી રાજ્યસભાના સાંસદો માટે ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓથી ઘણી અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે જનતા નહીં પણ ધારાસભ્યો તેમને ચૂંટે છે. દર બે વર્ષે ચૂંટણીઓ યોજાય છે, કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 બેઠકો પર પરોક્ષ રીતે ચૂંટણી થાય છે અને 12 સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. રાજ્યસભા ચૂંટણીમાં જીતવા માટે કેટલા મતોની જરૂર પડે છે, તે પહેલાથી જ નક્કી હોય છે. મતોની સંખ્યાની ગણતરી કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યાના આધારે થાય છે. આમાં એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 હોય છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી છે. મુખ્યમંત્રીના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં રાજ્યસભા ચૂંટણીની વ્યૂહરચના અને ઉમેદવારોના સમર્થનમાં જરૂરી આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા છે. સંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →