AAPના 7 સાંસદોને ભાજપમાં વિલયની મંજૂરી:રાજ્યસભામાં ભાજપના સાંસદો 106થી વધીને 113 થયા, કેજરીવાલની પાર્ટી 3 પર સિમિત રહી
રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને સોમવારે આમ આદમી પાર્ટી (AAP)ના સાત બળવાખોર સાંસદોના ભાજપમાં વિલયને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય પછી રાજ્યસભામાં AAPની સંખ્યા ઘટીને 3 થઈ ગઈ છે, જ્યારે BJP સાંસદોની સંખ્યા 106 થી વધીને 113 થઈ ગઈ છે. જે સાત સાંસદો BJPમાં સામેલ થયા છે, તેમાં રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ, હરભજન સિંહ, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની, સ્વાતિ માલીવાલ અને રાજેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે. રાજ્યસભાની ઓફિશિયલ વેબસાઇટ પર પણ આ સાંસદોને BJPના સભ્યો તરીકે દર્શાવવામાં આવ્યા છે. AAPએ રવિવારે સભાપતિને સાતેય સાંસદોની સદસ્યતા સમાપ્ત કરવાની માગ કરી હતી. સંજય સિંહે પણ પત્ર લખીને તેમને પક્ષપલટા કાયદાના ઉલ્લંઘનનો દોષી ઠેરવીને અયોગ્ય જાહેર કરવાની અપીલ કરી હતી. સંજય સિંહના મતે, AAP એ એડવોકેટ કપિલ સિબ્બલ અને લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચારી સહિત અનેક બંધારણીય નિષ્ણાતોની સલાહ લીધી છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે બંધારણની 10મી અનુસૂચિ મુજબ સૌથી પહેલા પાર્ટીએ પ્રસ્તાવ પસાર કરીને બીજી પાર્ટીમાં વિલય કરવો પડશે. કોઈપણ સાંસદ બીજી પાર્ટીમાં વિલય કરી શકતા નથી. 3 સાંસદોએ નિતિન નવીન સાથે મળીને ભાજપ જોઈન કરી AAP ના 10 રાજ્યસભા સાંસદોમાંથી રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે શુક્રવારે BJP જોઈન કરી લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પોતાના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સાંસદોએ શુક્રવારે રાજ્યસભાના સભાપતિને અરજી આપીને પોતાને BJP સાંસદ તરીકે માન્યતા આપવાની માગ કરી હતી, જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. રાઘવે કહ્યું- હું ખોટી પાર્ટીમાં સાચો વ્યક્તિ છું રાઘવે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી મને લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં સાચો વ્યક્તિ છું. તેથી આજે હું ઘોષણા કરું છું કે હું AAP થી અંતર બનાવી રહ્યો છું અને જનતાની નજીક જઈ રહ્યો છું. રાજકારણમાં આવતા પહેલા, હું એક પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) હતો. આ મંચ પર મારી સાથે અલગ-અલગ ક્ષેત્રોના લોકો હતા. સ્વાતિ માલીવાલે કહ્યું- કેજરીવાલ મહિલા વિરોધી છે સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે તેમણે 2006થી કેજરીવાલ સાથે કામ કર્યું, દરેક આંદોલનમાં સાથ આપ્યો, પરંતુ બાદમાં તેમની સાથે પાર્ટીમાં દુર્વ્યવહાર થયો. તેમણે આરોપ લગાવ્યો કે તેમના ઘરમાં તેમની સાથે મારપીટ કરાવવામાં આવી અને FIR પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું.
Read Original Article →