CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ લંબાવ્યો:રાહુલે પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- વિપક્ષનો નેતા રબર સ્ટેમ્પ નથી

National5/13/2026, 8:30:13 PM
CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ લંબાવ્યો:રાહુલે પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- વિપક્ષનો નેતા રબર સ્ટેમ્પ નથી
CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. સરકારે બુધવારે નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી. સૂદનો કાર્યકાળ 24 મેના રોજ પૂરો થવાનો હતો. આ પહેલા મંગળવારે PM આવાસ પર નવા CBI ડાયરેક્ટરની પસંદગી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને રાહુલ ગાંધી સામેલ થયા હતા. બેઠક બાદ રાહુલે પસંદગી પ્રક્રિયા પર પોતાની અસહમતિ વ્યક્ત કરી. રાહુલે સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કરીને આરોપ લગાવ્યો કે પસંદગી માટે જે 69 ઉમેદવારોની યાદી આપવામાં આવી છે. તેમની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. રાહુલે કહ્યું- CBI ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા બનાવી દેવામાં આવી છે. હું આ પક્ષપાતી કામમાં સામેલ થઈને મારી બંધારણીય ફરજથી પાછળ હટી શકતો નથી. પરંતુ કડક શબ્દોમાં મારી અસહમતિ વ્યક્ત કરું છું. રાહુલ મંગળવારે સાંજે 7:15 વાગ્યે બેઠક માટે પહોંચ્યા રાહુલ મંગળવારે સાંજે 8:40 વાગ્યે મીટિંગમાંથી નીકળ્યા રાહુલનો અસહમતિ પત્ર, 5 મુદ્દા; કહ્યું- તમે તમારો ઉમેદવાર પસંદ કરવા માંગો છો CBI ડાયરેક્ટરની પસંદગી પ્રક્રિયા શું છે CBI ડાયરેક્ટરની પસંદગી માટે વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની બેઠકમાં નામ અંતિમ કરવામાં આવે છે. ત્યારબાદ, ગૃહ મંત્રાલય તરફથી નિર્દેશ મળ્યા પછી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) આદેશ જારી કરે છે. પાંચ વર્ષ સુધીનો હોઈ શકે છે CBI ડાયરેક્ટરનો કાર્યકાળ 2019માં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, જે વરિષ્ઠ અધિકારીઓની નિવૃત્તિને છ મહિનાથી ઓછો સમય બાકી હોય, તેવા કોઈ પણ અધિકારીને CBI ડાયરેક્ટરના પદ માટે વિચારણામાં લઈ શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ડાયરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષથી ઓછો હોઈ શકે નહીં અને નિમણૂક સમિતિની સંમતિથી જ તેમની બદલી કરી શકાય છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ 2003એ CBI ડાયરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષ નક્કી કર્યો હતો. જોકે, પરિસ્થિતિઓ અનુસાર તેને એક-એક વર્ષ કરીને પાંચ વર્ષ સુધી વધારી શકાય છે. વર્તમાન CBI ડાયરેક્ટર પ્રવીણ સૂદે 25 મે, 2023 ના રોજ CBI ચીફનો પદભાર સંભાળ્યો હતો. ગયા વર્ષે તેમને નિવૃત્ત થવાનું હતું પરંતુ તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. સૂદ કર્ણાટક કેડરના 1986 બેચના IPS અધિકારી છે. ડાયરેક્ટર પ્રવીણ સૂદ હિમાચલના, 22 વર્ષની ઉંમરે IPS બન્યા પ્રવીણ સૂદ હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી છે. તેમના પિતા ઓમ પ્રકાશ સૂદ દિલ્હી સરકારમાં ક્લાર્ક હતા, જ્યારે માતા કમલેશ સૂદ દિલ્હીની સરકારી શાળામાં શિક્ષિકા હતા. સૂદનું શાળાકીય શિક્ષણ દિલ્હીની સરકારી શાળામાંથી થયું. ત્યારબાદ તેમણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B Tech કર્યું. 1986માં તેઓ 22 વર્ષની ઉંમરે IPS બન્યા. તેમને કર્ણાટક કેડર મળ્યો. સેવા દરમિયાન જ તેમણે IIM બેંગલુરુમાંથી પબ્લિક પોલીસ મેનેજમેન્ટમાં MBA પૂરું કર્યું. પોલીસ સેવાની શરૂઆતમાં તેઓ બેલ્લારી અને રાયચુરમાં SP રહ્યા. આ ઉપરાંત બેંગલુરુ અને મૈસૂરમાં તેઓ DCP પણ રહ્યા. સૂદને 1996માં CM તરફથી ગોલ્ડ મેડલ મળી ચૂક્યો છે. આ ઉપરાંત 2002માં પોલીસ મેડલ અને 2011માં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ તરફથી પોલીસ મેડલ આપવામાં આવ્યો હતો. પ્રવીણ સૂદ કર્ણાટકના DGP પણ રહી ચૂક્યા છે.
Read Original Article →