રાહુલે કહ્યું- કોમ્પ્રોમાઈઝ્ડ પીએમ સવાલોથી ભાગ્યા:જ્યારે છુપાવવા જેવું કાંઈ નથી તો ડર શાનો?; મોદીએ નોર્વેના પત્રકારોને જવાબ ન આપ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન એક મહિલા પત્રકારના સવાલનો જવાબ ન આપવા પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી. તેમણે લખ્યું - જ્યારે દુનિયા એક કોમ્પ્રોમાઇઝ PMને કેટલાક સવાલોથી ગભરાઈને ભાગતા જુએ છે, ત્યારે ભારતની છબી પર શું અસર પડશે. જ્યારે છુપાવવા માટે કંઈ નથી, ત્યારે ડરવાની પણ કોઈ વાત નથી. તેમણે નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગની X પોસ્ટ શેર કરતા આ બધું લખ્યું હતું. ખરેખરમાં, PM મોદીએ સોમવારે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે સાથે સંયુક્ત નિવેદન તો આપ્યું, પરંતુ મીડિયાના સવાલોના જવાબ આપ્યા નહીં. આનાથી નારાજ થઈને નોર્વેની પત્રકાર હેલી લિંગે X પર નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી તે પત્રકાર ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં પણ પહોંચી, જ્યાં તેમની ભારતીય અધિકારીઓ સાથે બોલાચાલી થઈ. વિદેશ મંત્રાલયે પત્રકારને પ્રેસ બ્રીફિંગમાં બોલાવ્યા ખરેખરમાં, આ મામલો ત્યારે શરૂ થયો, જ્યારે ઓસ્લોમાં નોર્વેના વડાપ્રધાન સાથેની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પછી મોદી સવાલોના જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા. આ પછી નોર્વેની પત્રકાર હેલી લિંગે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. પત્રકારે પોતાની પોસ્ટમાં લખ્યું- નોર્વે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત 157મા સ્થાને છે. પત્રકારોનું કામ સરકારોને સવાલ પૂછવાનું હોય છે. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે પત્રકારની પોસ્ટને રિપોસ્ટ કરતા લખ્યું કે ભારતીય દૂતાવાસ આજે રાત્રે વડાપ્રધાનના પ્રવાસ પર એક પ્રેસ બ્રીફિંગનું આયોજન કરી રહ્યું છે. તમે ત્યાં આવીને તમારા સવાલો પૂછી શકો છો. ખરેખરમાં રાહુલે નોર્વેની મહિલા પત્રકાર હેલ લિંગની X પોસ્ટ શેર કરી છે. આમાં લિંગ નોર્વે પહોંચેલા પીએમ મોદીને સવાલ કરે છે, 'વડાપ્રધાન મોદી, તમે દુનિયાની સૌથી સ્વતંત્ર પ્રેસના કેટલાક સવાલોના જવાબ કેમ નથી આપતા?' પરંતુ પીએમ તેમનો જવાબ આપ્યા વિના જ જતા રહે છે. આ તરફ, કેન્દ્ર સરકારે મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરેરાશ 90 પૈસાનો વધારો કર્યો. આના પર કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'મોંઘવારી મેન' કહ્યા છે. કોંગ્રેસે X પોસ્ટમાં લખ્યું - જનતા પર 'મોંઘવારી મેન' મોદીનો ચાબુક ફરી ચાલ્યો, પેટ્રોલ-ડીઝલ 90 પૈસા મોંઘું કરી દેવામાં આવ્યું. મોદીએ છેલ્લા 4 દિવસમાં 4 રૂપિયા વધારી દીધા છે. નેધરલેન્ડની આ નીડર મહિલા પત્રકારનું નામ હેલ લિંગ છે જે નેધરલેન્ડના ડેગસાવિસેન (Dagsavisen) અખબારમાં કામ કરે છે. લિંગે તેના એક્સ પર એક પોસ્ટમાં લખ્યું-ભારતના પીએમ મોદીએ મારા સવાલનો જવાબ આપ્યો નહીં. આવી આશા નહોતી. આ પછી, હેલે લિંગે તેના એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "ભારતના પીએમ મોદીએ મારા સવાલનો જવાબ આપ્યો નહીં. મને તેમની પાસેથી આવી આશા નહોતી. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નોર્વે પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 157મા ક્રમે છે. આ સંદર્ભમાં, ભારત પેલેસ્ટાઇન, યુએઈ અને ક્યુબા સાથે સ્પર્ધા કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યા છે. શું ભારતમાં કોઈ પત્રકારમાં હેલે લિંગ જેવી હિંમત છે? પત્રકાર પર નારાજ થયા વિદેશ મંત્રાલયના અધિકારી પ્રેસ બ્રીફિંગમાં પત્રકાર પહોંચી. ત્યાં તેણે પૂછ્યું, 'અમે ભારત પર ભરોસો શા માટે કરીએ?' તેણે માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારતમાં જે થઈ રહ્યું છે, શું તેને રોકવામાં આવશે. તેણે એ પણ પૂછ્યું કે શું વડાપ્રધાન ક્યારેય ભારતીય પ્રેસના અઘરા સવાલોના જવાબ આપશે? આના પર વિદેશ મંત્રાલયમાં પશ્ચિમ બાબતોના સચિવ સિબી જ્યોર્જે કહ્યું કે પહેલા એ સમજવું જરૂરી છે કે ભારત શું છે. તેમણે કહ્યું, "એક દેશ ચાર વસ્તુઓથી બને છે - વસ્તી, સરકાર, સાર્વભૌમત્વ અને ક્ષેત્ર. ભારત 5 હજાર વર્ષ જૂની સતત ચાલતી આવતી સભ્યતા છે અને દુનિયાને ઘણું બધું આપ્યું છે." જ્યારે પત્રકાર વચ્ચે બોલવા લાગી ત્યારે સિબી જ્યોર્જ નારાજ થઈ ગયા. તેમણે કહ્યું, 'કૃપા કરીને મને વચ્ચે ન રોકો. તમે પૂછ્યું છે કે દુનિયા ભારત પર ભરોસો શા માટે કરે, તો મને જવાબ આપવા દો.' ભારતીય અધિકારી બોલ્યા- મને સમજાવો નહીં કે જવાબ કેવી રીતે આપવો ભારતીય અધિકારીએ કહ્યું કે કોવિડ મહામારી દરમિયાન ભારતે પોતાને દુનિયાથી અલગ રાખ્યું નથી. ભારતે અન્ય દેશોને મદદ કરી અને વેક્સિન પહોંચાડી. તેમના મતે આ જ વિશ્વાસનું સાચું કારણ છે. સિબી જ્યોર્જે કહ્યું કે ભારતે G20 અને AI સમિટ જેવા મંચો પર પણ દુનિયાના મહત્વના મુદ્દા ઉઠાવ્યા અને જવાબદાર ભૂમિકા ભજવી. જ્યારે પત્રકારે ફરી કહ્યું કે તે સીધો જવાબ ઈચ્છે છે, ત્યારે જ્યોર્જે કહ્યું, "આ મારો અધિકાર છે કે હું કેવી રીતે જવાબ આપું. તમે સવાલ પૂછો, પણ મને એ ન કહો કે જવાબ કેવી રીતે આપવો." આ પછી તેમણે ખૂબ ભારપૂર્વક કહ્યું, "અમે દુનિયાની વસ્તીનો છઠ્ઠો ભાગ છીએ, પણ દુનિયાની સમસ્યાઓનો છઠ્ઠો ભાગ નથી." તેમના કહેવાનો મતલબ હતો કે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારત દુનિયા પર એટલો બોજ કે એટલી સમસ્યાઓ નાખતું નથી. નોર્વેની પત્રકારે કહ્યું- હું કોઈ વિદેશી જાસૂસ નથી, મારું કામ પત્રકારત્વ નોર્વેની પત્રકારે વધતા વિવાદ વચ્ચે પોતાની ઓળખ અને ઇરાદાઓ અંગે ઓનલાઈન ફરતા આરોપો પર પણ વાત કરી. એક પોસ્ટમાં, તેણે લખ્યું, "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આ લખવું પડશે, પરંતુ હું કોઈ વિદેશી સરકાર દ્વારા મોકલવામાં આવેલી વિદેશી જાસૂસ નથી. મારું કામ પત્રકારત્વ છે, અને હાલમાં હું મુખ્યત્વે નોર્વેમાં કામ કરી રહી છું." તેમણે માનવ અધિકારોની ચિંતાઓ અંગે સવાલ ઉઠાવ્યા. લિંગે કહ્યું કે તેમણે અને તેમના એક સાથીએ પૂછ્યું કે માનવ અધિકારોના મુદ્દાઓ પર ભારત પર શા માટે વિશ્વાસ કરવો જોઈએ, અને મુલાકાત સંબંધિત અન્ય સવાલ પણ પૂછ્યા. પણ માનવ અધિકારોની ચિંતાઓના કોઈ ચોક્કસ જવાબો મળ્યા નહીં. મૂળભૂત અધિકાર પર બોલ્યા- લોકો પાસે કોર્ટમાં જવાનો અધિકાર સિબી જ્યોર્જે ભારતીય બંધારણ અને લોકશાહીનો બચાવ કરતા કહ્યું કે ભારતમાં લોકોને મૂળભૂત અધિકારો મળેલા છે. તેમણે કહ્યું કે જો કોઈના અધિકારોનું ઉલ્લંઘન થાય તો તેની પાસે કોર્ટમાં જવાનો અધિકાર છે અને ભારતને તેની લોકશાહી પર ગર્વ છે. સિબી જ્યોર્જે વિદેશી મીડિયા અને કેટલીક NGO પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ઘણા લોકોને ભારતના કદ અને અહીંની મીડિયા સિસ્ટમની સમજ નથી. તેમણે કહ્યું, “દિલ્હીમાં જ 200થી વધુ ટીવી ચેનલો છે. અંગ્રેજી, હિન્દી અને ઘણી ભાષાઓમાં દરરોજ સતત બ્રેકિંગ ન્યૂઝ ચાલે છે. લોકો કેટલીક અજાણી NGOની રિપોર્ટ વાંચી લે છે અને પછી સવાલ પૂછવા આવી જાય છે.” PMના સવાલ ન લેવા પર કહ્યું- મીડિયાને જવાબ આપવો અમારી જવાબદારી વડાપ્રધાન મોદીના સવાલ ન લેવા પર પણ તેમને સવાલ પૂછવામાં આવ્યો. આના પર સિબી જ્યોર્જે કહ્યું કે આ પ્રવાસ દરમિયાન મીડિયાને માહિતી આપવી તેમની જવાબદારી છે અને તેઓ આ કામ કરતા રહેશે. પાછળથી પત્રકાર હેલી લિંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમણે અને તેમના સહયોગીએ માનવાધિકાર અને ભારત પર વિશ્વાસ સંબંધિત સવાલ પૂછ્યા હતા, પરંતુ તેમને સીધા જવાબ મળ્યા ન હતા. તેમના મતે, ભારતીય અધિકારીઓએ કોવિડ, યોગ અને ભારતની સિદ્ધિઓ વિશે વધુ વાત કરી. પાછળથી તેમણે એક અલગ પોસ્ટમાં સ્પષ્ટતા પણ કરી. તેમણે લખ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આ લખવું પડશે, પરંતુ હું કોઈ વિદેશી સરકારની જાસૂસ નથી.” તેમણે કહ્યું કે તેઓ માત્ર પત્રકાર છે અને નોર્વેમાં પત્રકારત્વનું કામ કરે છે. ખડગેએ પણ લખ્યું- સરકારે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે X પોસ્ટમાં લખ્યું- સામાન્ય જનતાની લૂંટ અને ખાસ લોકોને છૂટ, આજનું મોડેલ આ જ બનતું જઈ રહ્યું છે. ખડગેએ લખ્યું કે જ્યારે દુનિયામાં સંકટ છે, ત્યારે સવાલ એ છે કે સરકાર પોતે શું કરી રહી છે? જો તેલ ખરીદવાની મંજૂરી મળી ગઈ છે, તો પછી જનતા પર સતત ભાવોનો બોજ શા માટે નાખવામાં આવી રહ્યો છે. દર વખતે નિર્ણયોની અસર 140 કરોડ લોકોના જીવન પર પડે છે, તેથી જવાબદારી પણ એટલી જ જરૂરી છે. તેમણે કહ્યું કે માત્ર વિદેશોમાં છબી બનાવવાથી કામ નહીં ચાલે. દેશની અંદર પણ જનતાના સવાલોનો જવાબ આપવા પડશે. વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાને બદલે જરૂરી છે કે સરકાર સ્પષ્ટપણે જણાવે કે સંકટનો સામનો કરવા માટે કયા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જ સાચી નેતાગીરી દેખાશે, નહીં તો આ માત્ર પ્રચાર સુધી સીમિત રહી જશે. 10 મે: રાહુલ બોલ્યા- દેશ ચલાવવો મોદીના ગજાની વાત નથી રાહુલ ગાંધીએ 10 મેના રોજ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટનો સામનો કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીની હાલની 'સાત અપીલો' પર પલટવાર કર્યો હતો. તેમણે તેને નિષ્ફળતા ગણાવી. કહ્યું કે હવે દેશ ચલાવવો વડાપ્રધાનના ગજાની વાત રહી નથી. X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું, 'ગઈકાલે મોદીજીએ જનતા પાસેથી ત્યાગ માંગ્યો. સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, પેટ્રોલ ઓછું વાપરો, ખાતર અને ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડો, મેટ્રોથી ચાલો, ઘરેથી કામ કરો. આ ઉપદેશ નથી. આ નિષ્ફળતા છે.
Read Original Article →