આસામમાં રાહુલે કહ્યું- હિમંતા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી:કાયદો તેમને જેલમાં નાખશે; બંગાળમાં TMC-BJPની એકબીજા વિરુદ્ધ ECમાં ફરિયાદ

National4/6/2026, 3:33:40 AM
આસામમાં રાહુલે કહ્યું- હિમંતા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી:કાયદો તેમને જેલમાં નાખશે; બંગાળમાં TMC-BJPની એકબીજા વિરુદ્ધ ECમાં ફરિયાદ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે આસામના કામરૂપમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર આકરા પ્રહારો કર્યા. રાહુલે કહ્યું- હિમંતા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. તેઓ ગમે તેટલું કરી લે, અંતે કાયદો તેમને પકડીને જેલમાં નાખશે. રાહુલે આરોપ લગાવ્યો કે આસામના મુખ્યમંત્રી 24 કલાક નફરત અને હિંસાની રાજનીતિ કરે છે. તેમણે દિવંગત ગાયક ઝુબિન ગર્ગનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની વિચારસરણી અને સરમાની વિચારધારામાં મોટો તફાવત છે. રાહુલે વચન આપ્યું કે કોંગ્રેસ સત્તામાં આવતા 100 દિવસની અંદર ઝુબિન ગર્ગને ન્યાય અપાવાશે. આ તરફ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપે એકબીજા વિરુદ્ધ હેટ સ્પીચનો આરોપ લગાવતા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો કે BJP ઉમેદવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક અને ધમકીભર્યા નિવેદનો આપ્યા છે. જ્યારે BJPએ વળતો પ્રહાર કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે કલ્યાણ બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને અપમાનજનક નિવેદનો આપ્યા. ચૂંટણી રાજ્યોના મોટા અપડેટ્સ… 5 રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ પર જાઓ…
Read Original Article →