પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી:AAPનો દાવો- કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે, પૂછ્યું- સાંસદ અમારો, આ લોકો મહેરબાન કેમ
આમ આદમી પાર્ટી (AAP) અને તેના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. પંજાબના CM ભગવંત માનના નેતૃત્વ હેઠળની AAP સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી લીધી છે. પંજાબના સહ-પ્રભારી, સાંસદ અને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર હોવાને કારણે રાઘવ ચઢ્ઢાને પંજાબ પોલીસની સુરક્ષા મળી હતી. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતા સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા (X) પર દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે રાઘવ ચઢ્ઢાને ઝેડ પ્લસ સુરક્ષા આપી દીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે કેન્દ્ર સરકાર આખરે રાઘવ ચઢ્ઢા પર આટલી મહેરબાન કેમ છે? જોકે, ચઢ્ઢાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને હજુ સુધી કેન્દ્ર તરફથી સુરક્ષા મળી નથી. જોકે, તેમને ટૂંક સમયમાં કેન્દ્રીય સુરક્ષા મળી શકે છે. ત્યાં સુધી તેમને દિલ્હી પોલીસની સુરક્ષા આપી શકાય છે. 2 અઠવાડિયા પહેલા AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવીને અન્ય સાંસદ અશોક મિત્તલને આ પદ આપ્યું હતું. ત્યારથી AAP અને રાઘવ ચઢ્ઢા વચ્ચે ઘણી શાબ્દિક ટપાટપી પણ ચાલી રહી છે. રાઘવ ચઢ્ઢા મામલે અત્યાર સુધી શું-શું થયું
Read Original Article →