રાઘવ ચઢ્ઢાએ કહ્યું- આ તો ટ્રેલર, પિક્ચર હજુ બાકી:એક જૂઠ્ઠાણાને 100 વાર બોલવાથી લોકો તેને સાચું ન માની લે, તેથી હું જવાબ આપી રહ્યો છું

National4/5/2026, 7:45:47 AM
રાઘવ ચઢ્ઢાએ કહ્યું- આ તો ટ્રેલર, પિક્ચર હજુ બાકી:એક જૂઠ્ઠાણાને 100 વાર બોલવાથી લોકો તેને સાચું ન માની લે, તેથી હું જવાબ આપી રહ્યો છું
આમ આદમી પાર્ટી (AAP) સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાઘવ ચઢ્ઢાએ નવી પોસ્ટ શેર કરી છે. તેમાં તેમણે લખ્યું છે - મારા તે સહયોગીઓ માટે જેઓ મજબૂર થઈને વીડિયો જાહેર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા. તેમના માટે એક નાની ઝલક. કહાની હજી બાકી છે. ચઢ્ઢાએ વધુમાં લખ્યું - પંજાબ મારા માટે માત્ર એક વિષય નથી. આ મારું ઘર છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. રાઘવે આ પોસ્ટ સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેમણે સંસદમાં પોતાની સ્પીચ બતાવી છે. આમાં ચઢ્ઢા પંજાબના મુદ્દા ઉઠાવતા સાંભળાય છે. આ દરમિયાન, AAP નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢાએ PM નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરતી તેમની બધી જૂની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. સૌરભે સોશિયલ મીડિયા પર લખ્યું- કેટલાક લોકોના સૂચન પર, મેં રાઘવની ટાઈમલાઈન પર BJP અને Modi સર્ચ કર્યા. મને કોઈ ટીકાત્મક પોસ્ટ મળી નહીં. આનો અર્થ એ થયો કે તેણે પોતાની બધી અગાઉની ટીકાત્મક પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. હવે, મોદી શબ્દ ધરાવતી ફક્ત બે પોસ્ટ્સ છે, અને તે બધી મોદીની પ્રશંસા કરતી છે. કુમાર વિશ્વાસનો વીડિયો વાયરલ આ તરફ, જાણિતા કવિ કુમાર વિશ્વાસનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે AAPનો આગામી શિકાર રાઘવ ચઢ્ઢા હશે. તેણે હિરોઈન સાથે લગ્ન કરી લીધા અને રીલ દેખાવા લાગી છે. કુમાર વિશ્વાસનો આ વીડિયો લગભગ દોઢ વર્ષ જૂનો છે, જેમાં તેઓ પોડકાસ્ટ દરમિયાન વાત કરી રહ્યા છે. કુમાર વિશ્વાસ પણ AAPના સ્થાપક સભ્યોમાંથી એક છે. દિલ્હીમાં સરકાર બન્યા પછી તેમનો અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ સાથે મનભેદ થઈ ગયો, જેના પછી તેમણે AAP છોડી દીધી હતી. રાઘવે VIDEO જાહેર કરીને કહ્યું- સ્ક્રિપ્ટેડ કેમ્પેન ચલાવી રહ્યા છે રાઘવે 4 એપ્રિલે બીજો વીડિયો જાહેર કરીને કહ્યું- ગઈકાલથી મારી વિરુદ્ધ એક સ્ક્રિપ્ટેડ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. એ જ ભાષા, એ જ વાતો, એ જ આરોપો. આ કોઈ સંયોગ નથી, પરંતુ એક ઓર્ડિનેટેડ હુમલો છે. પહેલા મને લાગ્યું કે મારે આનો જવાબ ન આપવો જોઈએ. પછી લાગ્યું કે એક જૂઠ્ઠાણાને સો વાર બોલવામાં આવે તો ક્યાંક લોકો માની ન લે. એટલે, મેં વિચાર્યું કે જવાબ આપું. હું સંસદમાં ઘોંઘાટ કરવા, બૂમો પાડવા, માઈક તોડવા નથી ગયો, પરંતુ જનતાના મુદ્દા ઉઠાવવા માટે ગયો છું. આખરે રાઘવે ધુરંધર ફિલ્મનો ડાયલોગ, ‘ઘાયલ છું, એટલે ઘાતક છું’ કહેતા AAPને ચેતવણી આપી. કુમાર વિશ્વાસે ચઢ્ઢા વિશે શું કહ્યું હતું કુમાર વિશ્વાસે 29 ઓગસ્ટ 2024ના રોજ એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે- હવે પછીનો શિકાર કોણ છે, પછીનો શિકાર તે બાળક છે, જેને પોતે જ બનાવ્યો છે. તેની કોઈ ઔકાત પણ નથી, બસ તે થોડો લોકપ્રિય થઈ ગયો છે. હીરોઈન (પરિણીતિ ચોપરા) સાથે લગ્ન કરી લીધા છે. હવે રીલ દેખાવા લાગી. આ દેખાવું ન જોઈએ. તેમણે કહ્યું- દેખાશે નહીં, દેખાઈ પણ નથી રહ્યું. જ્યારે આ થયું હતું, ત્યારે મેં કહી દીધું હતું કે, આ ગયો. તેને હવે ચોક્કસપણે છોડશે નહીં, કારણ કે આપ એટલા ડરી ગયા છો કે તમને કોઈ માણસનો પડછાયો સહન જ નથી થતો. રાઘવ ચઢ્ઢાના મામલે અત્યાર સુધી શું-શું થયું AAPએ ઉપનેતા પદ પરથી હટાવ્યા 2 એપ્રિલે AAPએ રાઘવ ચઢ્ઢાને AAPના રાજ્યસભા સાંસદોના ઉપનેતા પદ પરથી હટાવી દીધા. આ અંગે રાજ્યસભા સચિવાલયને પત્ર આપવામાં આવ્યો, જેમાં એ પણ કહેવામાં આવ્યું કે તેમને પાર્ટીના ક્વોટામાંથી બોલવાનો સમય ન આપવામાં આવે. AAPએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU), ફગવાડાના વાઇસ ચાન્સેલર અશોક મિત્તલને ઉપનેતા બનાવ્યા. રાઘવ 2022થી પંજાબથી AAPના રાજ્યસભા સાંસદ છે. તેમની ટર્મ 2028 સુધી છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું- ચૂપ કરાવવામાં આવ્યો, હાર્યો નથી આ પછી 3 એપ્રિલે રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરીને કહ્યું- મેં સંસદમાં જનતાના મુદ્દા ઉઠાવ્યા, શું આ ગુનો છે? આ મુદ્દા ઉઠાવવાથી આમ આદમીને ફાયદો થયો તો AAPને શું નુકસાન થયું? જે લોકોએ આજે સંસદમાં મારા બોલવાનો અધિકાર મારી પાસેથી છીનવી લીધો, મને ચૂપ કરાવી દીધો, હું તેમને પણ કંઈક કહેવા માંગુ છું. મારા મૌનને મારી હાર ન સમજતા. હું એ દરિયો છું, જે સમય આવ્યે સુમાની બને છે. AAP નેતા સામે આવ્યા, કહ્યું- પાર્ટી લાઇનથી હટ્યા રાઘવનો વીડિયો સામે આવતા જ અનુરાગ ઢાંડા, સૌરભ ભારદ્વાજ, આતિશી માર્લેના, સીએમ ભગવંત માન જેવા ઘણા AAP નેતાઓ સામે આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે રાઘવ ચઢ્ઢા આંખોના ઓપરેશનની વાત કહીને UKમાં હતા. સંસદમાં કેન્દ્ર સરકાર અને PM મોદીને સવાલ પૂછતા નથી, તે મોદીથી ડરે છે. રાષ્ટ્રીય મુદ્દાઓ કરતાં સમોસાના ભાવ જેવા નાના મુદ્દાઓ ઉઠાવે છે. પશ્ચિમ બંગાળને લઈને ચૂંટણી પંચ વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી કરવાનો રાઘવ ચઢ્ઢાએ ઇનકાર કર્યો. પાર્ટીના વોકઆઉટ પર ગૃહમાંથી બહાર આવ્યા નહીં. આ સમાચાર પણ વાંચો… 'ચૂપ કરાવવામાં આવ્યો છું-હાર્યો નથી, સુનામી બનીને આવીશ':ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ AAPએ રાઘવ ચઢ્ઢાને કહ્યું- મોદીથી ડરેલાં વ્યક્તિ હવે શું લડવાના? આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવાને લઈને શુક્રવારે પ્રથમ પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો મેસેજ છે. સંપુર્ણ સમાચાર વાંચો...
Read Original Article →