પુણેમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યા:65 વર્ષના આરોપીની ધરપકડ; સેંકડો લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે જામ કર્યો, 4 કલાક સુધી અવરજવર ઠપ રહી

National5/3/2026, 10:46:16 AM
પુણેમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યા:65 વર્ષના આરોપીની ધરપકડ; સેંકડો લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે જામ કર્યો, 4 કલાક સુધી અવરજવર ઠપ રહી
મહારાષ્ટ્રના પુણેમાં 1 મેના રોજ 4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ પથ્થર વડે કચડીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે બળાત્કાર અને હત્યાના આરોપમાં 65 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી છે. ઘટનાના વિરોધમાં શનિવારે સેંકડો લોકોએ પુણે-બેંગલુરુ હાઈવે પર પ્રદર્શન કર્યું. જેના કારણે હાઈવે જામ થઈ ગયો. પ્રદર્શનના કારણે હાઈવે લગભગ ચાર કલાક સુધી ઠપ રહ્યો અને લાંબો ટ્રાફિક જામ થયો હતો. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સરકાર આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવશે અને ગુનેગાર માટે ફાંસીની માંગ કરશે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP (SP) નેતા અનિલ દેશમુખે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણીની માંગ કરી હતી. વેકેશનમાં બાળકી નાનીના ઘરે આવી હતી પોલીસ રિપોર્ટ અનુસાર, બાળકી પુણેના ભોર તાલુકામાં નાનીના ઘરે ઉનાળાની રજાઓ મનાવવા આવી હતી. આરોપી ભીમરાવ કાંબલે 1 મેના રોજ બપોરે લગભગ બે વાગ્યે બાળકીને લલચાવીને પોતાના ઘર પાસે આવેલા તબેલામાં લઈ ગયો. ત્યાં બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દીધી. ઘણી વાર સુધી બાળકી ઘરે ન ફરતા, પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી. કેટલાક લોકોએ તબેલામાં તપાસ કરી ત્યારે ત્યાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે આસપાસના CCTV કેમેરાની તપાસ કરી તો એક ફૂટેજમાં આરોપી બાળકીને તબેલા તરફ લઈ જતો જોવા મળ્યો. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુપ્રિયા સુલે બોલ્યા- માનવતાને કલંકિત કરતી ઘટના NCP (SP) નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી. તેમણે કહ્યું કે આ ઘટના અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરનારી છે. શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા શાઈના NCએ કહ્યું કે આ ક્રૂરતા સમાજ માટે મોટો પ્રશ્ન ઊભો કરે છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે. આ માત્ર એક ગુનો નથી, પરંતુ એક નિર્દોષ સામેનો સૌથી ક્રૂર અત્યાચાર છે. ગામલોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કર્યો ઘટના બાદ ગામના લોકોએ શુક્રવારે રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું અને મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કર્યો. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે પ્રદર્શનકારીઓને ખાતરી આપી છે કે આ મામલે 15 દિવસની અંદર ચાર્જશીટ રજુ કરવામાં આવશે. ----------------------------------------------- આ સમાચાર પણ વાંચો… ભોપાલમાં 7 વર્ષની બાળકી સાથે બંધક બનાવી દુષ્કર્મ: પાર્કમાં રમી રહેલી માસૂમને કાર્ટૂન બતાવવાની લાલચ આપી; ઘરમાં રેપ કર્યો ભોપાલના અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી પાર્કમાં રમી રહેલી માસૂમને પોતાની સાથે લઈ ગયો. ઘરમાં તેના પર રેપ કર્યો. ત્યારબાદ ચોકલેટની લાલચ આપીને બાળકીને કોઈને પણ ન કહેવા જણાવ્યું અને છોડી મુકી હતી.
Read Original Article →