ઓપરેશન સિંદૂરનું એક વર્ષ:PM મોદીએ સોશિયલ મીડિયા DP બદલ્યું, ઓપરેશનનો લોગો લગાવ્યો, લખ્યું- દેશ સેનાઓના શૌર્યને સલામ કરે છે

National5/7/2026, 6:10:39 AM
ઓપરેશન સિંદૂરનું એક વર્ષ:PM મોદીએ સોશિયલ મીડિયા DP બદલ્યું, ઓપરેશનનો લોગો લગાવ્યો, લખ્યું- દેશ સેનાઓના શૌર્યને સલામ કરે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના ડિસ્પ્લે પિક્ચરને બદલીને ઓપરેશન સિંદૂરનો લોગો લગાવ્યો છે. આ પહેલ પહેલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા સૈન્ય ઓપરેશનની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સેનાના સાહસને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવી છે. એપ્રિલ 2025માં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26 લોકોના જીવ ગયા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK)માં હાજર આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. 7 મે 2025ના રોજ લોન્ચ કરાયેલા ઓપરેશન સિંદૂરમાં, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK)માં નવ મોટા આતંકી લોન્ચપેડનો નાશ કર્યો હતો. આ દરમિયાન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. PM મોદીનું X એકાઉન્ટ, જેના પર ડીપી બદલવામાં આવ્યું છે… પીએમએ સંસ્કૃત શ્લોકથી સેનાના પરાક્રમને સલામ કર્યું PM મોદીએ સંસ્કૃત શ્લોક દ્વારા સેનાઓના પરાક્રમને સલામ કર્યું છે. તેમણે લખ્યું- उदीर्णमनसो योधा वाहनानि च भारत। यस्यां भवन्ति सेनायां ध्रुवं तस्यां जयं वदेत्… એટલે કે હે ભારત, જે સેનાના યોદ્ધાઓ ઉચ્ચ ઉત્સાહ અને મજબૂત મનોબળવાળા હોય, અને જેની પાસે સારા વાહન/સાધનો હોય, તે સેનાની વિજય નિશ્ચિત માનવામાં આવે છે. એક અન્ય પોસ્ટમાં પીએમ લખે છે… એક વર્ષ પહેલાં, અમારી સેનાઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન અજોડ સાહસ, ચોકસાઈ અને સંકલ્પનું પ્રદર્શન કર્યું હતું. તેમણે તે લોકોને જડબાતોડ જવાબ આપ્યો, જેમણે પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરી હતી. આખો દેશ સેનાઓના શૌર્યને સલામ કરે છે.ઓપરેશન સિંદૂરે આતંકવાદ વિરુદ્ધ ભારતની મજબૂત પ્રતિક્રિયા અને રાષ્ટ્રની સુરક્ષા માટે તેના અડગ સંકલ્પને દર્શાવ્યો. તેણે સેનાઓની વ્યાવસાયિકતા, તૈયારી અને સંકલિત શક્તિને પણ ઉજાગર કરી. આ સાથે, તેણે અમારી સેનાઓ વચ્ચે વધતા તાલમેલને પણ દર્શાવ્યો અને આ વાત પર ભાર મૂક્યો કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના ભારતના પ્રયાસે રાષ્ટ્રીય સુરક્ષાને કેટલી તાકાત આપી છે.આજે, એક વર્ષ પછી પણ, અમે આતંકવાદને હરાવવા અને તેને પ્રોત્સાહન આપતી સમગ્ર વ્યવસ્થાને નષ્ટ કરવાના અમારા સંકલ્પ પર પહેલાની જેમ જ અડગ છીએ. ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર આર્મીએ વીડિયો શેર કર્યો આ રીતે નામ અને લોગો સિલેક્ટ થયા હતા 8 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર પછી જ્યારે સેનાના અધિકારીઓએ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, ત્યારે જણાવ્યું હતું કે ઓપરેશન માટે 5 નામ નક્કી કરવામાં આવ્યા હતા. સૌથી છેલ્લે 2 નામ ઓપરેશન મંગળસૂત્ર અને સિંદૂર પસંદ કરવામાં આવ્યા. પહેલગામ આતંકવાદી હુમલામાં ઘણી મહિલાઓના સુહાગ ઉજ્જડ થઈ ગયા હતા, તેથી પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને મંજૂરી આપી. વાંચો 7 થી 10 મે 2025 ની વચ્ચે અજેય હિન્દુસ્તાનના તે 88 કલાક, જ્યારે આપણા પ્રહારથી પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું હતું… 6-7 મે: રાત્રે 1.05 થી 1.27 વાગ્યે શું થયું: ભારતીય વાયુસેનાએ 23 મિનિટમાં પીઓકે અને પાકિસ્તાનની અંદર 9 આતંકવાદી ઠેકાણાં ઉડાવી દીધા. 100 આતંકવાદીઓ માર્યા ગયા. સાંજે પાકિસ્તાને મિસાઈલો છોડી. 15 શહેરો નિશાન પર હતા, પરંતુ આપણા એર ડિફેન્સ સિસ્ટમે જડબાતોડ જવાબ આપ્યો. 8 મે: મોડી રાત્રે 2 થી સવારે 4 વાગ્યે શું થયું: પાકિસ્તાને લેહથી ગુજરાત સુધી 1000 ડ્રોનથી 36 જગ્યાએ હુમલો કર્યો. આપણે 98% ને તોડી પાડ્યા. પાકિસ્તાનના 4 એર ડિફેન્સ સિસ્ટમ, એક રડાર તબાહ. 9 મે: રાત 10:30 થી 1:55 વાગ્યા શું થયું: પાકિસ્તાને 26 સ્થળોએ લાંબા અંતરના હથિયારો છોડ્યા. ભારતે ડ્રોન અને સુખોઈ વિમાનોથી ‘બ્રહ્મોસ’ છોડી. તેનાથી પાકિસ્તાનના 11 એરબેઝ અને ઘણા વિમાનોનો નાશ થયો.
Read Original Article →