PM મોદી રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે:વિષય પર સસ્પેન્સ, ગઈકાલે લોકસભાની બેઠકો વધારવાનું બિલ પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ રહી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે. સંબોધનનો વિષય હજુ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. સંભાવના છે કે PM મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં પસાર ન થઈ શકવા અંગે વાત કરી શકે છે. આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મું સુધારા બિલ લોકસભામાં પસાર કરાવી શકી ન હતી. તેમાં સંસદની 543 બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો. બિલ પર લોકસભામાં 21 કલાકની ચર્ચા બાદ મતદાન થયું. 528 સાંસદોએ મત આપ્યા. પક્ષમાં 298, વિપક્ષમાં 230 મત પડ્યા. જોકે, બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 મતોથી પડી ગયું હતું.
આજે કેબિનેટ બેઠક દરમિયાન, વડાપ્રધાને વિપક્ષ પર મહિલાઓ માટેના આરક્ષણ બિલનું સમર્થન ન કરીને મહિલાઓ વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. PM મોદીએ વિપક્ષના આ વલણને એક મોટી ભૂલ ગણાવી છે અને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં તેમણે તેની રાજકીય કિંમત ચૂકવવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે આ સંદેશ દેશના દરેક ગામ સુધી પહોંચાડવો જોઈએ કે વિપક્ષ મહિલાઓ પ્રત્યે નકારાત્મક વિચારસરણી ધરાવે છે. નરેન્દ્ર મોદીએ કેબિનેટ મીટિંગ વખતે એમ પણ કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ હવે પોતાની સ્થિતિને યોગ્ય ઠેરવવાની કોશિશમાં લાગી ગઈ છે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષને દેશની મહિલાઓના રોષનો સામનો કરવો પડશે. તેમના પરનો આ કાળો ડાઘ ક્યારેય ભૂંસાઈ શકશે નહીં. આ એક ઐતિહાસિક બિલ હતું જેમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને બેઠકો આપવામાં આવી હતી. તેનો વિરોધ કરવાનું શું કારણ હોઈ શકે? આ દેશ માટે કાળો દિવસ હતો. દિલ્હીના મુખ્યમંત્રીએ કાળી પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યુૉ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યુ. આ વિરોધ પ્રદર્શન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. મહિલા અનામત બિલ લોકસભામાં પસાર નહીં થવા મામલે ભાજપના નેતાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. PM મોદીનું રાષ્ટ્રજોગ મુખ્ય સંબોધન 8 નવેમ્બર 2016 (રાત્રે 8:00 વાગ્યે): નોટબંધીની જાહેરાત. 8 ઓગસ્ટ 2019 (રાત્રે 8:00 વાગ્યે): જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ દેશને સંબોધિત કર્યો. 19 માર્ચ 2020 (રાત્રે 8:00 વાગ્યે): કોરોના વાયરસ વિશે વાત કરી અને 22 માર્ચે જનતા કર્ફ્યુની અપીલ કરી. 24 માર્ચ 2020 (રાત્રે 8:00 વાગ્યે): સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત. 14 એપ્રિલ 2020 (સવારે 10 વાગ્યે): લોકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત. 12 મે 2020 (રાત્રે 8:00 વાગ્યે): 'આત્મનિર્ભર ભારત' અભિયાન અને 20 લાખ કરોડના પેકેજની જાહેરાત. 21 સપ્ટેમ્બર 2025: PM મોદીએ 'GST બચત ઉત્સવ'ની જાહેરાત કરી, જે 22 સપ્ટેમ્બરથી લાગુ થયો. મોદી સરકાર બિલ પાસ કરાવવામાં પહેલીવાર નિષ્ફળ 12 વર્ષના શાસનમાં આ પહેલો પ્રસંગ હતો, જ્યારે મોદી સરકાર ગૃહમાં કોઈ બિલ પાસ કરાવી શકી નહીં. હવે મહિલા અનામત નવી વસ્તી ગણતરીના પરિણામો આવે તે પહેલાં લાગુ નહીં થાય, એટલે કે 2029ની લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો નહીં મળે. સરકારે બે બિલ વોટિંગ માટે રજૂ જ ન કર્યા પહેલું- સીમાંકન સુધારા બંધારણ બિલ 2026 બીજું- કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ 2026 સરકારે તેના પર મતદાન કરાવવાનો ઇનકાર કર્યો. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બંને પહેલા બિલ સાથે જોડાયેલા છે, તેથી તેના પર અલગથી મતદાન કરાવવાની જરૂર નથી. 24 વર્ષ પછી કોઈ સરકારી બિલ પડ્યું 2002ના આતંકવાદ નિવારણ બિલ (પોટા) પછી સંસદમાં પરાજિત થનારું પહેલું સરકારી વિધેયક છે. 1990ના બંધારણ (64મો સુધારો) બિલ પછી લોકસભામાં રદ થયેલું પહેલું બંધારણીય સુધારા બિલ છે. મહિલા અનામત અને સીમાંકનનું જોડાણ સરકારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા હતા. તેમાં બંધારણ (131મો) સુધારા બિલ, સીમાંકન સુધારા બંધારણ બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારા) બિલ 2026નો સમાવેશ થતો હતો. મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33% બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જોકે, આ હવે 2034 સુધી લાગુ પડશે. આ માટે સીમાંકનની જરૂર છે. સીમાંકનનો અર્થ છે કે દેશની વસ્તીના આધારે લોકસભા અને વિધાનસભાની બેઠકોની સીમાઓ અને સંખ્યા નક્કી કરવી. આ કામ એક સીમાંકન આયોગ કરે છે. પહેલા નક્કી થશે કે કયા રાજ્યમાં કેટલી બેઠકો હશે. કયા વિસ્તારોની સીમાઓ શું હશે. તે પછી જ અનામત નક્કી થઈ શકશે. ------------------------------------ આ સમાચાર પણ વાંચો….. પ્રિયંકાએ કહ્યું- બેઠકો વધારવી એ સત્તામાં ટકી રહેવાનું કાવતરું હતું:અમને મહિલા વિરોધી કહીને તારણહાર ન બની શકો, મને ખુશી છે કે વિપક્ષે વિરોધ કર્યો; લોકશાહીની જીત થઈ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ શનિવારે કહ્યું- ગઈકાલે જે બન્યું તે લોકશાહી માટે એક મોટી જીત છે. લોકશાહીને નબળી પાડવાના સરકારના કાવતરાને અટકાવી દેવામાં આવ્યું. આ બંધારણ, દેશ અને વિપક્ષની એકતાની જીત હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું- મહિલાઓ જોઈ રહી છે. અમે ઉન્નાવ, હાથરસ, મણિપુરમાં જોયું... તમે સંસદમાં ઉભા રહીને કહી રહ્યા છો કે તમે તેમના તારણહાર બનવા માંગો છો. તે સ્પષ્ટ છે કે આ સીમાંકન વિશે હતું, મહિલાઓ વિશે નહીં. મને ખુશી છે કે વિપક્ષે તેનો વિરોધ કર્યો. આ તેમના માટે કાળો દિવસ છે કારણ કે તેઓ આ કેવી રીતે બન્યું તેનાથી આઘાતમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →