ખાન સરના કોચિંગ પર હુમલાનો VIDEO સામે આવ્યો:લોકોએ ગાર્ડને ઢીબી નાખ્યો, ઈંટ-પથ્થર ફેંક્યા; જ્ઞાનબિંદુ કોચિંગના ડાયરેક્ટર સહિત 3ની ધરપકડ

National6/3/2026, 3:34:28 AM
ખાન સરના કોચિંગ પર હુમલાનો VIDEO સામે આવ્યો:લોકોએ ગાર્ડને ઢીબી નાખ્યો, ઈંટ-પથ્થર ફેંક્યા; જ્ઞાનબિંદુ કોચિંગના ડાયરેક્ટર સહિત 3ની ધરપકડ
બિહારના પટનામાં મંગળવારે રાત્રે ફૈઝલ ખાન ઉર્ફે ખાન સરના કોચિંગ ગ્લોબલ સ્ટડીઝ પર હુમલો થયો. હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો ગાર્ડને મારતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન ઈંટ-પથ્થર પણ ફેંકવામાં આવ્યા. પોસ્ટરો પણ ફાડી નાખ્યા. પોલીસે જ્ઞાનબિંદુ કોચિંગના ડાયરેક્ટર રોશન આનંદ સહિત તેમના બે સહયોગી અભિષેક અને ગૌરવની ધરપકડ કરી છે. ત્રણેયની પોલીસ પૂછપરછ કરી રહી છે. ખાન સરે હુમલાનો આરોપ જ્ઞાનબિંદુના ડાયરેક્ટર અને કોચિંગના કર્મચારીઓ પર લગાવ્યો છે. ખાન સરનું કહેવું છે કે હુમલામાં સિક્યોરિટી ગાર્ડનું માથું ફોડી નાખવામાં આવ્યું. તેને PMCHમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાન સરે પહેલા 8 થી 10 રાઉન્ડ ગોળીબાર થયાનો દાવો કર્યો હતો. જોકે, બાદમાં તેઓ પોતાના નિવેદનથી ફરી ગયા. તેમણે કહ્યું- ‘વાતાવરણ એટલું તણાવપૂર્ણ હતું કે મને કંઈ સમજાયું નહીં.’ ખાન સર દ્વારા દાખલ કરાયેલી FIRમાં પણ ગોળીબારનો કોઈ ઉલ્લેખ નથી. સાથે જ પટના પોલીસે પણ ફાયરિંગનો ઇનકાર કર્યો છે. હુમલાના CCTV સામે આવ્યા છે તે અહીં જુઓ… વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા એક માણસ આવે છે. કોચિંગના ગાર્ડને ખેંચીને રસ્તા પર લઈ જાય છે અને મારપીટ શરૂ કરે છે. થોડીવારમાં ત્યાં બીજા લોકો આવી જાય છે. બધા મળીને ગાર્ડને મારવા લાગે છે. ત્યારબાદ ખાન સરના કોચિંગની બહારના પોસ્ટરને ફાડી નાખે છે. પછી માસ્ક પહેરેલા કેટલાક લોકો ઈંટ-પથ્થર ફેંકવા લાગે છે. ત્યારબાદ તે જ લોકો રસ્તા પર આવે છે અને ફરીથી ખાન સરના પોસ્ટરને ફાડવા લાગે છે. CCTV ફૂટેજની તસવીરો… ગોળીબારના સવાલ પર બચતા જોવા મળ્યા ગોળીબારના સવાલ પર ખાન સર જવાબ આપવાથી બચતા જોવા મળ્યા. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી- "રસ્તો ખાલી કરી દો. અમે અહીં કોઈ હુમલા માટે તૈયાર નહોતા. મારપીટ કરવા માટે બેઠા નહોતા. ગાર્ડનું માથું ફોડી દેવામાં આવ્યું છે." ખાન સરે જણાવ્યું કે જ્યારે હુમલો થયો, તે સમયે મોટાભાગના ગાર્ડ્સની ડ્યુટી પૂરી થઈ ગઈ હતી. તેમણે કહ્યું, "સૌથી પહેલી પ્રાથમિકતા ઘાયલ ગાર્ડને બચાવવાની છે. તેને ખૂબ જ નિર્દયતાથી મારવામાં આવ્યો છે અને તે PMCHમાં દાખલ છે. ખબર નથી હુમલાખોરોનું નિશાન કોણ હતું." તેમણે આગળ કહ્યું, ‘અમારી કોશિશ રહે છે કે ગરીબમાં ગરીબ બાળકોને ભણાવવામાં આવે, જેનાથી કેટલાક લોકોને મુશ્કેલી થઈ રહી છે. સરકાર અને પોલીસ એલર્ટ છે. રાત્રે 2 વાગ્યા સુધી બધા અધિકારીઓ અહીં હાજર હતા. પોલીસ જલદીથી જલદી કાર્યવાહી કરે.’ કોચિંગ સ્થળેથી આવેલી કેટલીક તસવીરો જુઓ… જ્ઞાનબિંદુ ક્લાસિસના ડાયરેક્ટર સહિત 3ની ધરપકડ ખાન સરે હુમલાનો આરોપ જ્ઞાન બિંદુના ડાયરેક્ટર અને કોચિંગના કર્મચારીઓ પર લગાવ્યો છે. આ પછી પોલીસે જ્ઞાન બિંદુ કોચિંગના ડાયરેક્ટર રોશન આનંદ સહિત તેમના બે સહયોગી અભિષેક અને ગૌરવની ધરપકડ કરી છે. પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે. જ્ઞાન બિંદુના ડાયરેક્ટર રોશન આનંદ સરને પટનાના દીઘા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. DSP એ કહ્યું- ફાયરિંગ થયું નથી, તોડફોડ કરવામાં આવી છે ટાઉન DSP રાજેશ રંજને પણ જણાવ્યું કે, ફાયરિંગ થયું નથી. ફૂટેજમાં આ પ્રકારનું હજુ કંઈ મળ્યું નથી. મારામારી અને તોડફોડ થઈ છે. 10 થી 12 જેટલા આરોપીઓ પગપાળા જ આવ્યા હતા. આ ફૂટેજમાં અન્ય સંસ્થાના ગાર્ડ વગેરે દેખાયા છે. બિહાર પોલીસમાં સિપાહીની 19,838 જગ્યાઓ માટેનું અંતિમ પરિણામ 27 મેના રોજ જાહેર થયું હતું. ખાન સરના સ્ટાફનો દાવો છે કે તેમની સંસ્થામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ સફળતાની ઉજવણી કરવા માટે 31 મેના રોજ ‘બિહાર પોલીસ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોચિંગના સ્ટાફે જણાવ્યું કે, પરિસરમાં લાગેલા મોટા-મોટા બેનરો અને ગેટ હરીફ ખાનગી કોચિંગને ખટકી રહ્યા હતા. આ જ અદાવતમાં મંગળવારે રાત્રે જ્યારે સ્ટાફ જવાની તૈયારીમાં હતો, ત્યારે ભીડે હુમલો કર્યો. ખાન સરે કહ્યું- સીએમ સમ્રાટની કાર્યવાહીથી સંતુષ્ટ હુમલા પછીની કેટલીક તસવીરો જુઓ… ખાન સરના કોચિંગ ક્લાસ પર હુમલાના વિરોધમાં સ્ટુડન્ટ ધરણા પર બેઠા વિવાદ ક્યાંથી શરૂ થયો તે સમજો ખાન સરની કોચિંગની બાજુમાં જ્ઞાન બિંદુ કોચિંગ છે. જ્ઞાન બિંદુ કોચિંગના બોર્ડ ઉપર ખાન સરનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના મતે, “બિહાર પોલીસમાં પસંદ થયેલા 12 હજાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. તે જ પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો અને પછી મામલો વધી ગયો.” SSP બોલ્યા- CCTV તપાસી રહ્યા છીએ, કાર્યવાહી કરીશું પટના SSP કાર્તિકેય શર્માએ જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થીઓએ કોચિંગમાં મારામારી કરી છે. પોસ્ટર પણ ફાડ્યા છે. ગાર્ડને ઈજા થઈ છે. CCTV દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જે પણ આ ઘટનામાં સામેલ હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે ખાન સર વિશે જાણો પટનામાં જીએસ રિસર્ચ સેન્ટર ચલાવે છે ખાન સર ખાન સરના યુટ્યુબ ચેનલ પર એક મિલિયન ફોલોઅર્સ છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં વિષયો સમજાવવા માટે જાણીતા છે. ખાન સરનું આખું નામ ફૈઝલ ખાન છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ઉત્તર પ્રદેશના દેવરિયાની એક સ્કૂલમાંથી કર્યો અને ત્યાર પછી ઇલાહાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું. ખાન સરનો દાવો છે કે તેમણે IIM અમદાવાદમાંથી સ્ટ્રેટેજિક મૅનેજમૅન્ટનો પણ અભ્યાસ કર્યો છે. ખાન સર મૂળરૂપે બિહાર બૉર્ડર પર આવેલાં ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી છે. ખાન સર પ્રમાણે તેમના સેન્ટરમાં ક્લાસરૂમ કોર્સમાં રોજ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. તેઓ વર્ષમાં અંદાજે 40 હજાર બાળકોને ક્લાસરૂમ કોર્સના માધ્યમથી જીએસ એટલે કે સામાન્ય જ્ઞાન ભણાવે છે. આ સિવાય ઑનલાઇન ઍપ્લિકેશન મારફતે વર્ષભરમાં 50 લાખ બાળકો ખાન સર પાસે ભણી રહ્યાં છે. ખાન સરનો દાવો છે કે યુટ્યૂબ પર અંદાજે બે કરોડ લોકો તેમની પાસે ભણી રહ્યા છે.
Read Original Article →