સંસદમાં મજાક-મસ્તી, VIDEO:માઇકની વાત પર બિરલા-રાહુલ હસી પડ્યા, PM મોદીએ અખિલેશને મિત્ર કહેતા ડિમ્પલ યાદવનું રિએક્શન જોવા જેવું; ટોપ-5 મોમેન્ટ્સ
સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે ગુરુવારે લોકસભામાં મહિલા અનામત સંબંધિત સુધારા બિલ રજૂ કર્યા. વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન અખિલેશ યાદવને પોતાના મિત્ર કહ્યા. રાહુલ ગાંધીએ કે.સી. વેણુગોપાલને કહ્યું કે તમારું માઈક બંધ છે, ત્યારે સ્પીકરે કહ્યું- માઈક ફક્ત તમારું બંધ હોય છે. તેમનું ચાલુ છે. આ પછી બંને હસવા લાગ્યા. જુઓ લોકસભાની ટોપ-5 મોમેન્ટ્સ… 1. PM મોદી બોલ્યા- અખિલેશ મારા મિત્ર, મદદ કરે છે PM મોદીના ભાષણ દરમિયાન સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે પોતાની ખુરશી પરથી ઊભા થઈને કહ્યું- તમે પણ પછાત જાતિના છો. પછાતોનું ધ્યાન રાખતા નથી. આ આખો દેશ જોઈ રહ્યો છે. આના પર મોદીએ કહ્યું- ધર્મેન્દ્રજી, હું તમારો ખૂબ આભારી છું કે તમે મારી ઓળખ કરાવી દીધી. આ વાત સાચી છે કે હું અતિ પછાત સમાજમાંથી આવું છું અને અખિલેશજી મારા મિત્ર છે તો ક્યારેક ક્યારેક મદદ કરી દે છે. PMની વાતો સાંભળીને સપા સાંસદ અખિલેશ યાદવ હસ્યા અને હાથ જોડીને ઝૂક્યા. અખિલેશની પાછળ બેઠેલા તેમના પત્ની અને સપા સાંસદ ડિમ્પલ યાદવ પણ હસતા જોવા મળ્યા. 2. અમિત શાહે સ્પીકરને કહ્યું- તમે દયાળુ છો, તેમને વધુ સમય આપજો લોકસભામાં બિલ રજૂ થયાના તરત જ બાદ, કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે તેનો વિરોધ કર્યો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું- હજુ બિલના ઇન્ટ્રોડક્શન પર બોલવાનું છે. બિલ પાસ થોડું થઈ રહ્યું છે. તમે પછી જેટલા કલાક સમય માંગશો હું તેટલા કલાક બોલવા માટે આપીશ. આ પછી અમિત શાહે ઊભા થઈને કહ્યું- અત્યારે ગૃહના સભ્યો બિલના ગુણદોષ પર કેવી રીતે બોલી શકે છે. અત્યારે માત્ર ટેકનિકલ વાંધા પર જ બોલી શકાય છે. તેમને ભાષણ આપવા માટે પૂરતી તક મળશે. તમે વધુ દયાળુ છો. તેમને વધુ સમય આપજો. અમે પણ સખત જવાબ આપીશું. 3. રાહુલને બિરલા બોલ્યા- માઈક ફક્ત તમારું જ બંધ થાય છે અમિત શાહના ટોક્યા પછી વેણુગોપાલે ફરીથી બોલવાનું શરૂ કર્યું તો રાહુલે માઈક તરફ ઈશારો કરતા કહ્યું- તમારું માઈક બંધ છે. આના પર સ્પીકરે કહ્યું- માઈક ચાલુ છે. તમારું જ માઈક બંધ થાય છે. એમનું બંધ નથી થતું. આ પછી રાહુલ અને બિરલા, બંને હસવા લાગ્યા. 4. ભાજપની મહિલા સાંસદોએ સંસદની બહાર પોઝ આપ્યો સંસદ પરિસરમાં ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ (ડાબેથી બીજા), કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરંદલાજે (ડાબેથી ત્રીજા) અને ભાજપના સાંસદ સાધના સિંહ (એકદમ જમણે) મીડિયા સામે પોઝ આપ્યો. 5. ભાજપના સાંસદોએ સંસદની સીડીઓ પર માથું ઝુકાવી પ્રણામ કર્યા આસામથી ભાજપના રાજ્યસભા સાંસદ તેરસ ગોવાલા અને ભાજપના સાંસદ જોગન મોહને સંસદની અંદર જતા પહેલા સીડીઓ પર ઝૂકીને પ્રણામ કર્યા. જોગન મોહને તો પોતાની ચપ્પલ ઉતારી લીધી હતી. -------------------------- સંસદના વિશેષ સત્રના આ સમાચાર પણ વાંચો… મોદીએ કહ્યું-નિયતમાં ખોટને નારી શક્તિ માફ નહીં કરે:કોંગ્રેસે કહ્યું- સરકાર મહિલા અનામત રોકવા માટે સીમાંકન બિલ લાવી પીએમ મોદીએ ગુરુવારે મહિલા અનામત બિલ સંબંધિત સુધારાઓ પર કહ્યું કે આપણા દેશમાં જ્યારે જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે મહિલાઓને મળેલા આ અધિકારનો જેણે જેણે વિરોધ કર્યો છે. તેની હાલત ખરાબમાં ખરાબ થઈ છે. ક્યારેય માફી મળી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →