પહેલગામ હુમલો લશ્કરના આતંકવાદી સાજીદ જટ્ટે કરાવ્યો હતો:આતંકવાદીઓએ હુમલા પહેલા ભોજન કર્યુ, પછી ધાર્મિક નારા લગાવતા ફાયરિંગ કર્યુ; NIA ચાર્જશીટમાં ખુલાસો
કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો આતંકી સૈફુલ્લાહ ઉર્ફે સૈફુલ્લાહ સાજિદ જટ્ટ ઉર્ફે લંગડા હતો. પાકિસ્તાનના કસૂર (લાહોર)માં બેઠેલો સાજિદ જટ્ટ જ મુખ્ય હેન્ડલર હતો. તેણે ત્રણેય આતંકીઓ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો, તેમને રિયલ ટાઇમમાં નિર્દેશ આપ્યા હતા અને હુમલાવાળી જગ્યા બૈસરન ઘાટીનું લોકેશન મોકલ્યું હતું. હુમલા દરમિયાન પણ તે સતત તેમની સાથે વાત કરી રહ્યો હતો. પગમાં ગોળી વાગવાને કારણે સાજિદ નકલી પગ લગાવે છે. 2005માં તે સરહદ પાર કરીને દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ઘૂસ્યો હતો. 15 ડિસેમ્બર, 2025ના રોજ રજુ કરાયેલી ચાર્જશીટની વિગતો હવે સામે આવી છે. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામથી 6 કિમી દૂર બેસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. 16 લોકો ઘાયલ થયા હતા. લોકોને તેમના ધર્મ પુછીને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટૂરિસ્ટ ગાઈડ જણાવત તો હુમલો ન થાત ઝેડ મોડ ટનલ પરના હુમલામાં પણ સામેલ 2019માં સાજીદ જટ્ટ લંગડાએ જ લશ્કરના પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ની સ્થાપના કરી હતી. આતંકી લંગડા અને તેના ત્રણેય સાગરિતો 20 ઓક્ટોબર, 2024ના રોજ શ્રીનગરની ઝેડ મોડ ટનલ ફાયરિંગમાં પણ સામેલ હતા. જેમાં 7 લોકોના મોત થયા હતા. ત્યારે સુરક્ષા દળોએ એક આતંકી જુનૈદને ઠાર માર્યો હતો. તેની પાસેથી મળી આવેલા ગો પ્રો કેમેરા અને M4 કાર્બાઇન ત્રણેય આતંકીઓ જેવા જ હતા. બંને ઘટનાઓનું ટેરર મોડ્યુલ એક જ હતું. પહેલગામ હુમલાના 3 ગુનેગારો ઠાર મરાયા NIA અનુસાર, પહેલગામ આતંકી હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકી ફૈસલ જટ્ટ ઉર્ફે સુલેમાન, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન ભાઈ અને હમઝા અફઘાનીને સુરક્ષા દળોએ 28 જુલાઈ, 2025ના રોજ ઠાર માર્યા હતા. ભારતના ટોપ વોન્ટેડમાં સામેલ આતંકી લંગડા પર 10 લાખનું ઇનામ છે. પહેલગામ હુમલાનો બદલો ભારતનું ઓપરેશન સિંદૂર ભારતે પહેલગામ હુમલાનો બદલો લેતા 6-7 મેની રાત્રે 1:05 વાગ્યે પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. ભારતે 24 મિસાઈલો ઝીંકી હતી. આમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને 4 સહયોગીઓ માર્યા ગયા હતા.
Read Original Article →