પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા કાશ્મીરમાં સુરક્ષામાં વધારો:22 એપ્રિલે લશ્કરના આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી પહેલા કાશ્મીરભરના ટુરિસ્ટ સ્પોટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સુરક્ષા એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પહેલગામ હુમલાની વર્ષગાંઠ પર ટુરિસ્ટ સ્પોટ્સની આસપાસ, કોઈપણ સંભવિત આતંકી હુમલાને લઈને સતર્ક રહે. પહેલગામ આવતા ટુરિસ્ટોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. દરેક સર્વિસ પ્રોવાઈડરની તપાસ કરવામાં આવી છે. તેમને રજિસ્ટર્ડ કર્યા છે. તેમને યુનિક QR કોડ આપવામાં આવ્યો છે. આમાં વ્યક્તિની અંગત માહિતી અને બીજી વિગતો છે. ગયા વર્ષે 22 એપ્રિલે લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ પહેલગામની બેસરન ઘાટીમાં 26 લોકોને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાના કારણે જમ્મુ-કાશ્મીરથી ટુરિસ્ટોએ આવવાનું બંધ કરી દીધું હતું. લગભગ 50 ટુરિસ્ટ સ્પોટ બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં સિક્યોરિટી ઓડિટ પછી કેટલાક સ્પોટ ફરીથી ખોલવામાં આવ્યા. પહેલગામમાં સુરક્ષા સંબંધિત તસવીરો… QR કોડ ઇનિશિએટિવ શા માટે, તેમાં શું-શું છે જમ્મુ-કાશ્મીરની બહારથી આવીને અહીં કામ કરતા વેન્ડરોનું પણ પોલીસે સંપૂર્ણ વેરિફિકેશન કર્યું છે, જેથી સુરક્ષામાં કોઈ કમી ન રહે. આ જ કારણે તેમને અલગ-અલગ QR કોડ આપવામાં આવ્યા છે. આ QR કોડમાં વ્યક્તિનું નામ, પિતાનું નામ, પૂરું સરનામું, મોબાઇલ નંબર, આધાર નંબર, રજીસ્ટ્રેશન નંબર, કામનું ક્ષેત્ર નોંધાયેલું હોય છે. આ સાથે એ પણ માહિતી હોય છે કે તેનું પોલીસ વેરિફિકેશન થયું છે કે નહીં. પહેલગામમાં કામ કરતા તમામ લોકો જેવા કે પોની રાઇડ ચલાવનારા, ફોટોગ્રાફર, વેન્ડર અને અન્યને તપાસ કર્યા પછી જ QR કોડ આપવામાં આવ્યા છે. ભારત આતંકવાદ વિરુદ્ધ અમેરિકામાં પ્રદર્શન યોજશે અમેરિકામાં ભારતીય દૂતાવાસ કેપિટલ હિલ પર મંગળવારે એક પ્રદર્શન યોજશે, જેમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ફોકસ કરવામાં આવશે. ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા ‘ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. તેનો ઉદ્દેશ્ય આતંકવાદથી થતા નુકસાન અને તેની અસરને સામે લાવવાનો છે. આ એક ડિજિટલ પ્રદર્શન હશે, જેમાં 1993ના મુંબઈ બોમ્બ ધડાકા, 2008ના મુંબઈ હુમલા અને પહેલગામ હુમલા જેવા કિસ્સાઓ દર્શાવવામાં આવશે. આ સાથે આ હુમલાઓ પાછળ રહેલા સંગઠનો અને તેમની સાથે સંકળાયેલા લોકોની માહિતી પણ આપવામાં આવશે. પહેલગામ હુમલાનો બદલો લેવા ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ 6-7 મે 2025ની મધરાતે 1:05 વાગ્યે પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી. માત્ર 25 મિનિટ ચાલેલા ઓપરેશનમાં 7 શહેરોમાં 9 આતંકી ઠેકાણાં ઉડાવી દીધા હતા. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું.
Read Original Article →